પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: હે નાથ! હું સર્વથી કંટાળી ગયો છું.
પ્રભુ કહે:-તો ચાલ, તને મારા ધામમાં લઈ જાઉં.
પ્રહલાદ ( Prahlad ) કહે:-હું એકલો તમારા ધામમાં આવવા માંગતો નથી. પોતાના બાલમિત્રો સન્મુખ આંગળી ચીંધી પ્રહલાદ કહે
છે:-નાથ! હું સ્વાર્થી નથી. આ બધાને છોડી, મને એકલાને મુક્તિ જોઈતી નથી. પ્રહલાદ એકલો જવા ના પાડે છે. પેલા સર્વ
અસુરબાળકોને યાદ કરે છે. મારા મિત્રો સાથે આવું, એકલો નહિ. પોતાનું એકલાનું જ કલ્યાણ કરવા માટે જંગલમાં બેસી સાધન કરે તે સ્વાર્થી છે. એકલા એકાંતમાં ભજન કરનાર, તપશ્રર્યા કરનાર, પોતાની જાતનો જ ઉદ્ધાર કરે છે. પોતાની જાતનો જ ઉદ્ધાર કરનાર સ્વાર્થી છે. સંગમાં આવેલા દરેકને તારે તે વૈષ્ણવ ( Vaishnava ) . જે દેશમાં જન્મ થયો તેમને સન્માર્ગે ન વાળે, જગતના કોઈ જીવને સન્માર્ગે ન વાળે અને એકાંતમાં બેસી ધ્યાન ધરે, એ ભલે જ્ઞાની હોય, મહાન હોય, પણ તે સ્વાર્થી છે. તમને જે આપ્યું હોય તે બીજાને આપો. નાથ! હું એકલપેટો નથી. મારા મિત્રોને લઈ તમારા ધામમાં આવીશ.
નાથ! હું આપની શી સ્તુતિ કઇ રીતે કરુ? વેદો પણ તમારી સ્તુતિ કરી શકતા નથી. ત્યારે હું તો બાળક છું.
અનન્ય ભક્તિનાં છ સાધનો છે:-(૧) પ્રાર્થના (૨) ભગવાનની સેવા:-પૂજા (૩) સ્તુતિ (૪) કીર્તન-સ્મરણ:-પ્રભુનું
સ્મરણ. (વ્યવહારનાં કાર્યો કરતી વખતે પણ પ્રભુનું સ્મરણ રાખવું) .(પ) કથાશ્રવણ. (૬) વંદન- સમસ્ત કર્મોનું સમર્પણ (કરેલા
પાપને યાદ કરી વંદન કરવા) આ છ સાધનોથી પરમહંસ ગતિ મળે છે. કાંઇક સાધના કરો. સાધના કર્યા વગર અનુભવ થશે નહિ.
નાથ! આ છ સાધનો જે કરે, તેને તમારા ચરણમાં ભક્તિ મળે. સ્તુતિના છેલ્લા શ્લોકમાં પ્રહલાદે, છ સાધન
બતાવ્યાં છે. આ છ સાધનો કરે તેને, પરમાત્માના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. ઊઠતાંવેંત ઇશ્વરનું સ્મરણ કરો, પ્રાર્થના કરો, કરદર્શન કરો, તે પછી ધરતી માતાને વંદન કરો.
કરદર્શન કરવાં, સવારમાં હાથ જોવા, એટલે હાથથી હું એવાં પવિત્ર કર્મો કરીશ કે ભગવાનને મારે ઘેર આવવાની ઈચ્છા
થાય. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતિક છે, હાથો વડે હું સત્કર્મ કરીશ.
શિવો ભૂત્વા શિવં યજેત્ ।
કલ્યાણરૂપ બનીને એ કલ્યાણકારીની પૂજા કર. સવારમાં ઉઠીને આ શ્લોક બોલવો:-
કરાગ્રે વસતે લક્ષ્મી: કરમૂલે સરસ્વતી । કરમધ્યે તુ ગોવિન્દ: પ્રભાતે કરદર્શનમ્ ।।
હવે તો પ્રભાતે કરદર્શનમને બદલે કપદર્શનમ્ થવા લાગ્યાં છે. ઉઠતાવેંત પહેલાં ચાનો કપ, કપની મધ્યમાં બિસ્કુટ અને
તે પછી બીજાં કાર્યો.
(૧ ) પ્રાર્થના:- પ્રાતઃકાળમાં પરમાત્માને વંદન કરો. પથારીમાંથી એક દમ ઉઠશો નહિ. પ્રભુની પ્રાર્થના કરો કે આજથી
હું તમારો થયો. અને તમે મારા થયા. મારા હ્રદયમાં બિરાજો અને આ શરીરરથને તમે ચલાવો. પ્રાતઃકાળમાં અતિ દીન થઈ પ્રાર્થના
કરો:-હે શ્રીકૃષ્ણ ( sri krishna ) અર્જુનના રથ ઉપર આપ બેઠા હતા. તેમ મારા શરીરરથ ઉપર આપ બિરાજો. મારા શરીરરથના સ્વામી બનો. ઇન્દ્રિયોને અવળે માર્ગે જતી અટકાવજો, મારા ઈન્દિયોરૂપી ઘોડાઓને સાચવજો. મારું રક્ષણ કરજો. શ્રીકૃષ્ણ તમારા શરીરરથના
સારથિ થાય તો રથ મુકામે પહોંચશે. મન જો સારથિ થશે તો રથને ખાડામાં નાખશે. ભગવાન જીવને કહે છે:-તું તારો રથ મને સોંપી દઈશ તો તારા ઈન્દ્રિયોરૂપી ઘોડાઓને હું કાબુમાં રાખીશ, સાચવીશ અને તને દિવ્ય માર્ગે લઈ જઈશ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૪
અર્જુને જેમ પોતાના રથની લગામ ભગવાનને સોંપી દીધી હતી, તેમ તમે પણ તમારા રથની લગામ ભગવાનને સોંપી
દેશો, તો તે તમારો રથ જરૂર સહીસલામત રીતે પાર લઈ જશે.
(૨) ભગવાનની સેવા:-સ્નાન કર્યા પછી, પ્રભુની એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો, સેવાપૂજામાં ખામી હોય તો સ્તુતિ
કરો.
(૩) સ્તુતિ:-નાથ! અજામિલ જેવા પાપીનો ઉદ્ધાર કર્યો તો મારી સામે કેમ જોતા નથી?
(૪) કીર્તન-સ્મરણ:-સ્તુતિ પછી એકાંતમાં બેસી પ્રભુના નામનું કીર્તન કરવું. તમારો વ્યવસાય કરતી વેળા પ્રભુનું
સ્મરણ કરતાં રહો.
(૫) કથાશ્રવણ:-પ્રભુના લાડીલા સાચા સંતોનો સંગ કરો અને તેમને મુખેથી કથાશ્રવણ કરો. બનેતો રોજ કથા
સાંભળો. કથા સાંભળવાનું ન બને તો રામાયણ ( Ramayana ) , ભાગવતની ( Bhagwad gita ) કથા વાંચો. પ્રેમપૂર્વક તેનો પાઠ કરો.
(૬) વંદન-સમસ્ત કર્મોનું સમર્પણ:- રાત્રે સૂતા પહેલાં કરેલા કર્મોનો વિચાર કરો. મારે હાથે પ્રભુને ગમે તેવું કાર્ય થયું
છે? તેવું કાર્ય ન થયું હોય એવાં અંદરથી જવાબ આવે તો સમજવું જીવ્યો નથી મર્યો છું. જો કાંઈ પાપ થયું હોય તો તેનું પ્રાયશ્ચિત કરો અને કરેલાં કર્મોનું ફળ પ્રભુને અર્પણ કરો.
આ છ સાધના વિધિપૂર્વક કરે તો જીવન સુધરે છે. તેને અનન્ય ભક્તિ મળે છે.