પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : જેનાં નયન સ્નેહાળ અને હ્રદય વિશાળ હોય એ ભગવાનને વહાલા લાગે છે.
જીવની આદત એવી છે કે કોઇએ ઉપકાર કર્યોં હોય તો તે ભૂલી જશે અને કોઈએ કરેલા અપકાર યાદ રાખશે.
જીવ ધારે છે તે થતું નથી. ઇશ્વર જે ધારે તે થાય છે. ઇશ્વર પાસે કાંઈ ન માંગશો. માંગશો તો તે વેપાર જેવું ગણાશે.
નૃસિંહસ્વામી ( Nrisimhaswamy ) પ્રહલાદને ( Prahlad ) વરદાન માંગવા કહે છે, બેટા પ્રહલાદ, તું હવે વરદાન માંગ.
પ્રહલાદ નિષ્કામ ભક્ત છે. તે કાંઈ ભોગો વગેરે માંગતા નથી. હે પ્રભુ, જે તમારી સેવા કરે અને બદલામાં ભોગ માંગે તો
તે વેપાર કહેવાય. ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો. ભોગ માટે નહિ. ભગવાનની ભક્તિ ભોગ માટે નથી. ભોગ માટે ભક્તિ
કરે તે ભક્ત નથી, વાણિયો છે. વાણિયો એટલે જે થોડું આપી વધારેની અપેક્ષા રાખે તે. તમારા માટે ઠાકોરજીને ( Thakorji ) કંઈ શ્રમ ન આપો.
નૃસિંહસ્વામી કહે છે:-પ્રહલાદ તારી કંઇ ઈચ્છા નથી, પરંતુ મને રાજી કરવા કંઈક માંગ.
પ્રહલાદે માગ્યું:-નાથ! એવી કૃપા કરો કે સંસારનું કોઇ પણ સુખ ભોગવવાનો વિચાર પણ મારા મનમાં ન આવે. કોઈ
પણ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખ ભોગવવાની ઈચ્છા જ ન થાય તેવું વરદાન આપો:-
કામાનાં હ્રદ્યસંરોહં ભવતસ્તુ વૃણે વરમ ।
મારા હ્રદયમાં કોઈ દિવસ કોઇ કામનાનું બીજ અંકુરિત ન થાય, મારા હ્રદયમાં કોઇ પણ કામનાઓના અંકુર ન રહે. મને
એવું વરદાન આપો.
પ્રહલાદે ભગવાન પાસે જે માંગ્યુ તે રોજ તમે પણ ભગવાન પાસે માંગજો. કાંમસ્ય નહીં, કામનામ્ બોલ્યા છે. ઇન્દ્રિયના
કોઈ સુખ ભોગવવાની મનમાં ઈચ્છા જ ન જાગે. એવું સાદું જીવન ગાળો કે મનમાં કોઈ સુખ ભોગવવાની વાસના જાગે નહિ.
વાસના બૂરી છે. વાસના પ્રમાણે વિષયસુખ ન ભોગવે તો મન વ્યગ્ર થાય છે. વાસના પ્રમાણે વિષયસુખ ભોગવે તો મન વધારે
વિષયસુખ ભોગવવાની ઈચ્છા કરે છે.
સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુ:ખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ સંસારમાં સુખી છે.
સંસારસુખ ભોગવવાની ઇચ્છા થાય એ દુ:ખ છે. એ દુ:ખમાંથી હું બચું તેટલું પણ ઘણું છે. એમ સમજીએ તો તે મોટામાં મોટું સુખ
છે. સુખ ભોગવવાનો સંકલ્પ થયો કે મનુષ્યમાં રહેલી બુદ્ધિશક્તિ ક્ષીણ થાય છે. મન ઉપર સર્વદા ભક્તિનો અંકુશ રાખો.
પ્રહલાદે કેવું વિચિત્ર વરદાન માંગ્યું, વાસના જાગે એટલે તેજનો નાશ થાય છે. કૃપા કરો કે મારામાં વાસના ન જાગે.
ગીતામાં કહ્યું છે કે:-
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૫
કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુ:।
સર્વ કામ્યકર્મોનો ત્યાગ, સર્વ ઇચ્છાઓનો ત્યાગ એને જ મહાત્માઓ સન્યાસ કહે છે:-
જીવ નિષ્કામ બને છે, ત્યારે જીવભાવ નષ્ટ થાય છે. અને પછી તે ભગવાન સાથે એક થાય છે. જીવ ઈશ્વરરૂપ બને છે.
મુક્તિમાં પુણ્ય પણ બાધક થાય છે. વિવેકથી પાપપુણ્યનો ક્ષય કર. મારા રૂપનું સતત ધ્યાન કર. પાપ એ લોઢાની બેડી છે.
પુણ્ય એ સોનાની બેડી છે. આ બન્નેનો વિનાશ કરી, તું મારા ધામમાં આવવાનો છે.
આ સ્તુતિનો જે પાઠ કરશે, મને અને તને યાદ કરશે, તે કર્મબંધનમાંથી છૂટી જશે. પ્રહલાદ છેવટે કહે છે:-નાથ!
મારા પિતાની દુર્ગતિ ન થાય એવી કૃપા કરો. નૃસિંહસ્વામી કહે છે:-તારા પિતાને સદ્ગતિ આપવાની શક્તિ મારામાં નથી.
તારા સત્કર્મના પ્રતાપે, તારા પિતાની સદ્ગતિ થશે. તારા જેવા પુત્રથી એકવીશ પેઢીનો ઉદ્ધાર થાય છે. સાત માતૃપક્ષની, સાત
પિતૃપક્ષની અને સાત શ્વસુરપક્ષની.
પ્રહલાદ આજ સુધી કોઈ દૈત્યને, રાવણ-શિશુપાલ વગેરેને મેં ખોળામાં લીધા નથી. તારા જેવા ભક્તને કારણે તારા
પિતાને મેં ગોદમાં લીધો છે. મારા ભક્ત પ્રહલાદના પિતા છે. તારા જેવા ભગવદ્ભક્ત, પિતાને તારે તેમાં શું આશ્ચર્ય છે?
છોકરો સદાચારી હોય, માતાપિતા દુરાચારી હોય તો પણ તેને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. છોકરો દુરાચારી હોય તો માતાપિતા
સદાચારી હોય તો પણ તેમની દુર્ગતિ થાય છે.