પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : નારદજી ( Naradji ) ધર્મરાજાને ( Dharmaraja ) કહે છે:-આ મોટા મોટા ઋષિઓ તમારા ઘરે આવ્યા છે. આ બ્રાહ્મણોને મિષ્ટાન ખાવાની ઈચ્છા નથી, તેઓને દક્ષિણા લેવાનો લોભ નથી. આ દુર્વાસા, જમદગ્નિ નિઃસ્પૃહ છે. ધર્મરાજાને ત્યાં અતિશય ધન ભેગું થયું હતું એટલે દુર્વાસાને શંકા થઈ કે આમાં કદાચ કાંઈક અધર્મનું પણ હોય. એટલે દુર્વાસા ધર્મરાજાના ઘરનું ભોજન પણ જમતા નથી.
દ્વારકાધીશ દુર્વાસાને બ્રહ્મવિદ્યાના ગુરુ માને છે.
એક દિવસ રુક્મિણીએ ( Rukmini ) શ્રી કૃષ્ણ ( Sri Krishna ) ને કહ્યું:-દુર્વાસા તમારા ગુરુ છે. ખૂબ તપશ્ચર્યા કરે છે. આવા પવિત્ર બ્રાહ્મણને આપણાં ઘરે જમાડવા જોઈએ. શ્રીકૃષ્ણ કહ્યું:-એ દૂરથી જ સારા છે. ઘરમાં આવશે તો ગરબડ કરશે. રુક્મિણીએ બહુ આગ્રહ કર્યો એટલે દુર્વાસાને આમંત્રણ આપવા શ્રીકૃષ્ણ-રૂક્મિણી પિંડારક તીર્થમાં આવ્યાં. દુર્વાસા કહે છે:-જમવાની વાત રહેવા દો. મારો
આશીર્વાદ છે, હું ક્રોધી છું. અને કયાંક ક્રોધમાં શ્રાપ આપી દઉં તો? છતાં બહુ આગ્રહ કર્યો, આપ જરૂર પધારો. દુર્વાસા આવવા
તૈયાર થયા. દુર્વાસાને રથમાં બેસાડયા, દુર્વાસાએ પરીક્ષા કરવા વિચાર કર્યો. શ્રીકૃષ્ણને કહ્યું:-હું બ્રાહ્મણ છું તમે ક્ષત્રીય છો. તમે
મારી સાથે એક આસને બેસો એ વ્યાજબી છે?
તમે રથનાં બળદો છોડી નાંખો, અને જાતે રથ ખેંચો તો હું આવું. બંન્ને રથ ખેંચે છે. માતાજીને પરિશ્રમ થયો છે. રથ
ખેંચતા થાકી ગયાં છે. બહુ તરસ લાગી. આ બ્રાહ્મણો ( Brahmins ) વિચિત્ર હોય છે. મારે બ્રાહ્મણોના ઘરમાં રહેવું નથી. શ્રીકૃષ્ણ સમજાવે છે:- હવે એક ક્ષણની વાર છે માટે ધીરજ રાખો. રૂક્મિણી કહે છે:-મારે ધીરજ રાખવી નથી. મારે આ દેશમાં રહેવું નથી. દ્વારકાનાથે ( Dwarkanath) કહ્યું:-ના, એ નહિ ચાલે. આ દેશમાં કાયમ રહેજો. આ ગુજરાતને છોડીને જશો નહીં. એટલે લક્ષ્મીજી કાયમ માટે ગુજરાતમાં રહ્યાં. પ્રભુની આ લીલા છે. દુર્વાસાના હ્રદયમાં પણ શ્રીકૃષ્ણ છે. રુક્મિણી જળ પીવા તૈયાર થયા તે જ સમયે દુર્વાસાની
સમાધિ છૂટી. દુર્વાસાને ક્રોધ ચઢ્યો, કહ્યું કે બ્રાહ્મણને જમાડયા પહેલાં તમે જળપાન કરો છો. મારો તમને શ્રાપ છે. રૂક્મિણી ને
તમારો વિયોગ થશે. દુર્વાસાએ શ્રાપ આપ્યો તો પણ કૃષ્ણે કહ્યું, શ્રાપ માથે ચઢાવીશ પણ તમે મારા ઘરે પધારો. દુર્વાસાને થયું કે
શ્રાપ આપીને ભૂલ કરી છે. દુર્વાસાએ કહ્યું બાર વર્ષ પછી હું આવીશ અને તમારું લગ્ન કરાવી આપીશ.
નારદજી ધર્મરાજાને કહે છે:-એવા આ ઋષિ તમારે ઘરે ખાવા આવ્યા નથી.તમારી પાસે કંઈ માંગવા આવ્યા નથી. રાજા
આ ઋષિઓ તમારું લેવા આવ્યા નથી. તેઓ તો પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા તારે ત્યાં આવ્યા છે. ઋષિઓ ચિંતન કરે છે,
પણ પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. તેથી પરમાત્માના દર્શન કરવા તેઓ તમારા યજ્ઞમાં આવ્યા છે. દર્શનના લોભથી
તેઓ આવ્યા છે.
રાજન! પ્રહલાદ ( Prahlad ) કરતાં પણ તમે વધારે ભાગ્યશાળી છે. પરમાત્મા તમારા સંબંધી થઇને આવ્યા છે અને તમારે ત્યાં રહે
છે. તમારા ઘરમાં ભગવાન બિરાજ્યા છે.
આપના ઘરમાં પણ ભગવાન છે. પણ નારદજી જેવા સંત દ્દષ્ટિ આપે, તો દર્શન થાય.
રાજન! તું ભાગ્યશાળી છે. પરમાત્મા તારી સભામાં જ છે. તે સાંભળી ધર્મરાજા સભામાં ચારે તરફ જોવા લાગ્યા. પણ
તેમને કયાંય પરમાત્મા દેખાતા નથી. ધર્મરાજા બધે જુએ છે. પણ ભગવાનના દર્શન થતા નથી. પરમાત્માને ધર્મરાજા પણ
ઓળખી શકયા નહીં. દ્વારકાનાથ તરફ નજર જાય તો લાગે કે મારા મામાના છોકરા છે ધર્મરાજા શ્રીકૃષ્ણને મામાના દીકરા જ
માનતા.
શ્રીકૃષ્ણ વિચારે છે. આ નારદ હવે ચૂપ રહે તો સારું, નહિતર નારદ આજ મને જાહેર કરશે. તેઓ નારદને કહે છે:-
નારદ! તું મને જાહેર કરીશ નહીં. તારી કથા તું પૂરી કર.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૮
મળશે.
ઈશ્વર જીવને અપનાવે, તો જીવ ઇશ્વર બને છે.
રાજન! જગતને ઉત્પન્ન કરનાર અને બ્રહ્માના પણ પિતા આ સભામાં છે.
ધર્મરાજા નારદજીને પૂછે છે:-ભગવાન કયાં છે? પરબ્રહ્મ કયાં છે? મને તો કયાંય દેખાતા નથી. કયાં છે? કયાં છે?
નારદજીથી પછી રહેવાયું નહિ. આજે ભગવાન નારાજ થાય તો પણ તેને જાહેર કરવા પડશે. હવે જાહેરાત કર્યા વગર
છૂટકો નથી. તે પછી નારદજી ભગવાન શ્રીકૃષ્ણ તરફ આંગળી ચીંધીને બોલ્યા:-અયમ બ્રહ્મ: ઉપનિષદમાં ઈદં બ્રહ્મની
વાતો આવે છે અહીં અયં બ્રહ્મની વાત છે.
યૂયં નૃલોકે બત ભૂરિભાગા લોકં પુનાના મુનયોડભિયન્તિ ।
યેષાં ગૃહાનાવસતીતિ સાક્ષાદ્ ગૂઢં પરં બ્રહ્મ મનુષ્યલિઙ્ગમ્ ।।
એમના દર્શન કરવા આ ઋષિઓ આવ્યા છે.
પ્રભુએ માથું નીચું નમાવ્યું છે, હું બ્રહ્મ નથી. નારદ ખોટું કહે છે.
નારદજી કહે છે:-અયમ બ્રહ્મ । એને જૂઠું બોલવાની ટેવ પડી છે. ભગવાન કોઈ કોઈ વખત લીલામાં ખોટું બોલે છે.
નાનપણમાં યશોદા માતાને કહેલું નાહં ભક્ષિતવાનમ્બ । મેં માટી ખાધી નથી. આ બધા જૂઠ્ઠું કહે છે.
અનેકવાર આત્માનુભૂતિ થાય પણ દૃઢતા આવતી નથી. દૃઢતા ગુરુકૃપાથી આવે છે. ધર્મરાજાને નારદજીએ પરમાત્માના
દર્શન કરાવ્યા છે. ધર્મરાજાને પણ નારાયણનાં દર્શન થયાં. ધર્મરાજા કૃતાર્થ થયા. પ્રહલાદ ચરિત્ર સમાપ્ત કર્યું.