પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat :ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે. સ્થાનના વાતાવરણની અસર મન ઉપર થાય છે. માકર્ણ્ડેય પુરાણમાં ( Makarnadeya Purana ) એક કથા છે. રામ લક્ષ્મણ ( Ram Laxman ) જંગલમાંથી જતા હતા. એક જગ્યાએ લક્ષ્મણની બુદ્ધિ બગડી છે. કૈકેયીએ રામને વનવાસ આપ્યો છે, મને નહિ. મારે રામની સેવા કરવાની શી જરુર છે? લક્ષ્મણના મનમાં સીતારામજી પ્રત્યે કુભાવ આવ્યો. રામજીએ કહ્યું, લક્ષ્મણ, આ જગ્યાની માટી લઈ લે. આ માટી સરસ લાગે છે. લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું છે. આ માટી દૂર ફેંકી દે એટલે લક્ષ્મણને સીતારામમાં પ્રત્યક્ષ દર્શન થયા. પોટલી ઊંચકે એટલે લક્ષ્મણના મનમાં સીતારામજી પ્રત્યે કુભાવ આવે છે. લક્ષ્મણને આશ્ર્ચર્ય થયું. આમ કેમ થાય છે? તેમણે રામજીને કારણ પૂછયું. રામજી કહે છે:-લક્ષ્મણ. એમાં તારો દોષ નથી. આ માટી એનું કારણ છે. જે ભૂમિમાં જેવાં કામ થાય છે તેના પરમાણુંઓ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં સુંદ-ઉપસુંદ નામના બે રાક્ષસો રહેતા હતા. તેઆએ તપશ્ચર્યા કરી. બ્રહ્માજી ( Brahmaji ) પ્રસન્ન થયા. રાક્ષસોએ માંગ્યુ અમે અમર રહીએ એવું વરદાન આપો. બ્રહ્મા કહે તમારી માંગણી ઉપર કાંઈક તો અંકુશ રાખો. આ બન્ને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ. તેઓએ કહ્યું અમે બે ભાઈઓ જ્યારે ઝઘડીએ ત્યારે અમારું મરણ થાય. સુંદ-ઉપસુંદે વિચારેલું અમારા વચ્ચે કોઇ દિવસ ઝઘડો થવાનો નથી. એટલે કોઈ દિવસ મરવાના નથી. એટલે આપણે અમર બન્યા છે.
સુંદ-ઉપસુંદ દેવોને ખૂબ ત્રાસ આપે છે. દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ તિલોત્તમા નામની અપ્સરા ઉત્પન્ન કરી
અને તેને કહ્યું, તું સુંદ-ઉપસુંદ રહે છે ત્યાં જા, અને બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ. તિલોત્તમાં અપ્સરા ત્યાં આવી છે. બંને
ભાઈઓની નજર સુંદર તિલોત્તમા પર પડી છે. સુંદ કહે:-આ મારી છે. ઉપસુંદ કહે જરા વિચારીને બોલ, આ તારી ભાભી લાગે. આ
મારી છે. બંને ઝઘડવા લાગ્યા. તિલોત્તમા કહે, તમારા બેમાંથી કોઈ એક સાથે લગ્ન કરીશ. તિલોત્તમા માટે બંને વચ્ચે યુદ્ધ થયું.
બને મરાયા, તેથી આ જગ્યાની માટીમાં વેરના સંસ્કાર ઊતરી આવ્યા છે. જે ભૂમિ ઉપર જે કર્મ થાય તેના સંસ્કાર તે ભૂમિમાં આવે
છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૩
ગૃહસ્થ પુરુષ ઘરને પવિત્ર રાખે. લોકો માથેરાન જાય છે. લોકો માથે ઋન કેટલું વધ્યું છે તેનો ખ્યાલ રાખતા નથી.
માથેરાન ( Matheran ) -માથે ઋણ કેટલું ચડયું છે તેનો કોઇ વિચાર કરતું નથી. તો માથેરાન ન જતાં, પરમાત્માએ લીલા કરી હોય તે ભગવદ્ ધામમાં જઈ ગૃહસ્થ સત્કર્મ કરે. ગૃહસ્થ પિતૃશ્રાદ્ધ કરે. રામાયણમાં ( Ramayana ) કથા છે. દશરથનું શ્રાદ્ધ હતું. સીતા પીરસવા જાય છે. આજે વસિષ્ઠમાં સીતાજીને દશરથના દર્શન થાય છે. પિતૃ પવિત્ર બ્રાહ્મણમાં ( Brahman ) શ્રાદ્ધ દ્વારા ઘરે આવે છે.
કામનું મૂળ સંકલ્પ છે. એટલે સંકલ્પનો ત્યાગ કરી, કામને જીતવો. મનમાં સુખ ભોગવવાનો સંકલ્પ ન થાય. સંકલ્પ
દુ:ખનું કારણ બને છે. કામનો સંકલ્પ પૂર્ણ ન થાય એટલે ક્રોધ થાય છે. કામનાઓનો ત્યાગ એટલે ક્રોધને જીતવો. ક્રોધ દુ:ખ
આપનાર છે. નિશ્ર્ચય કરો કે મને દુ:ખ આપનાર ક્રોધ ઉપર જ હું ક્રોધ કરીશ.
સંસારી લોકો જેને અર્થ કહે છે, તેને અનર્થ સમજી લોભને જીતવો જોઈએ અને તત્ત્વના વિચારથી ભયને જીતવો જોઈએ.
અધ્યાત્મ વિદ્યાથી શોક-મોહ ૫ર, સંતોની ઉપાસનાથી દંભ પર, મૌન દ્વારા યોગના વિઘ્નોપર અને શરીર-પ્રાણ આદિને
નિશ્ચેષ્ટ કરી હિંસા ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ.
ગૃહસ્થ પુરુષ સંતનો આશ્રય કરે. ગુરુની આજ્ઞા પાળે. સાત્વિકભોજન અને સત્સંગથી નિદ્રાને જીતી લેવી જોઈએ.
સત્ગુણને વધારો તો નિદ્રા ઓછી થશે. નિદ્રાં સત્ત્વનિષેવયા આ શરીર રજમાંથી ઉત્પન થયું છે. તેમાં રજોગુણ વધારે છે અને રજોગુણથી ટકે છે. શુદ્ધ સત્વગુણ વધે તો મનુષ્ય દેહ પડી જાય છે. જ્ઞાનેશ્વરે ૧૬ વર્ષે પ્રયાણ કર્યું. શંકરાચાર્યે ૩૨મા વર્ષે પ્રયાણ કર્યું. શરીરમાં તમોગુણ વિશેષ હોય, તો વધારે નિદ્રા આવે છે. પણ સત્ત્વગુણ વધે એટલે નિદ્રા ઉડી જાય છે. નિદ્રા એ તમોગુણનો ધર્મ છે. સત્ત્વગુણ વધશે એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધશે.
ગૃહસ્થ રોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ, ધ્યાન કરનારમાં આવે છે. ઈન્દ્રિયરૂપી
ઘોડાઓને ગૃહસ્થ કાબૂમાં રાખે.