પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat :
હરિ તુમ હરો જનકી ભીર ।।
દ્રૌપદીકી લાજ રાખી, તુમ બઢાયો ચીર-હરિ
ભક્ત કારન રૂપ નરહરિ, ર્યોધ આપ શરીર ।।
હરિનકશ્યપ માર લીન્હો, ધર્યો નાંહિન ધીર-હરિ
બૂડતે ગજરાજ રાખ્યો,કિયો બાહર નીર ।।
દાસ મીરાં લાલ ગિરધર, દુ:ખ જહાં તહાં પીર–હરિ
પ્રથમ સ્કંધમાં શિષ્યોનો અધિકાર બતાવ્યો. અધિકાર વગર જ્ઞાન દીપે નહીં. અનધિકારી જ્ઞાનનો દુરુપયોગ કરે છે.
દ્વિતિય સ્કંધમાં જ્ઞાન આપ્યું. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મનુષ્યજીવન ભોગ ભોગવવા આપ્યું નથી. માનવશરીર ઇશ્વરની
આરાધના, ઈશ્વરને પ્રાપ્ત કરવા આપ્યું છે. તૃતીય સ્કંધમાં છે, જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું. તે કથા સંભળાવી. આ જ્ઞાનને
જીવનમાં ઉતારનારાના ચારે પુરુષાર્થો સિદ્ધ થાય છે. એટલે ચોથા સ્કંધમાં ચાર પુરૂષાર્થોની કથા કહી. પાંચમા સ્કંધમાં જ્ઞાની
પરમહંસો અને ભાગવત ( Bhagwad gita ) પરમહંસોના લક્ષણો બતાવ્યાં સર્વનો માલીક પરમાત્મા છે. તે પછી છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિની કથા આવી.
જીવ પર પરમાત્મા અનુગ્રહ કરે છે. જીવ પાસેથી ઈશ્વરને કાંઈ જોઈતું નથી. ઈશ્વર નિરપેક્ષ છે, છતાં જીવ ઉપર ઈશ્વર કૃપા કરે છે.
મનુષ્યે કરેલા પાપને યાદ કરે, તો ખાતરી થાય કે મને જે મળ્યું છે તેના માટે હું લાયક નથી.
જીવ જન્મ્યો ત્યારે શુદ્ધ હતો, આ જીવ સમજણો થયો ત્યારે અસત્ય બોલતો થયો. ભગવાન જીવને અનેક તકો આપે
છે. આશા રાખે છે કે હજુ જીવન સુધારશે. કેવળ કથા સાંભળવાથી કાંઈ લાભ નથી. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો.
પ્રભુએ આપણા માટે કાંઇ ચિંતા કરવા જેવું રાખ્યું નથી. ઈશ્વરની જીવ ઉપર અનંત કૃપા છે. પણ જીવને તેનો ઉપયોગ
કરતાં આવડતું નથી. પવિત્ર વિચારો કરવા માટે પ્રભુએ મન આપ્યું. મન શક્તિનો દુરુપયોગ કરે એ જ દૈત્ય. મનમાં શક્તિ છે, તે
જ્યારે ઇશ્વર સ્વરૂપમાં લીન થાય છે, ત્યારે મન શક્તિનો વિકાસ થાય છે અને જ્યારે વિષયોમાં મન ભટકે છે ત્યારે તેનો વિનાશ
થાય છે.
ભગવાન જીવમાત્ર પર કૃપા કરે છે. તેની લાયકાત કરતાં વધારે આપે છે.સપ્તમ સ્કંધમાં વાસનાની કથા કહી. પ્રહલાદની ( Prahlad ) સદ્ વાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની ( Hiranyakashipu ) અસદ્ વાસના. હિરણ્યકશિપુને સંપત્તિ મળી. સમય પણ મળ્યો. પણ તે સઘળાનો ઉપયોગ તેણે ભોગ વિલાસમાં કર્યો. શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવામાં કર્યો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૫
મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે. ઇન્દ્રિયોને રોગી બનાવવા માટે નથી, ઇન્દ્રિયોને રાજી રાખવા માટે
નહિ, પણ સાજી રાખવા માટે ભોગ છે. અગ્નિને શાંત કરવાનો ઉપાય અગ્નિમાં લાકડાં ન નાંખો તે છે. તે પ્રમાણે ઈન્દ્રિયોને ભોગ ન
આપો એટલે તે શાંત થશે. ઇન્દ્રિયને ભોગ ભોગવ્યા પછી લાગેછે, કે શાંતિ મળી છે, પણ તે ખોટી શાંતિ છે. ઉલ્ટું તે અશાંતિ
વધારે છે.
મને જે મળ્યું છે, તે કેવળ મારા જ માટે એ અસદ્ વાસના. મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે છે, એમ માને એ
સદ્ વાસના. પ્રહલાદની ગણના સદ્ વાસનાને કારણે દેવોમાં થઈ. હિરણ્યકશિપુની ગણના અસદ્ વાસનાને કારણે રાક્ષસમાં થઈ.
હિરણ્યકશિપુ એ ભોગવૃત્તિ, લોભ છે, અહંકાર છે. દેવ થવું કે દૈત્ય થવું તે તમારા હાથમાં છે. દુનિયાના બધા માણસો પુણ્યના
ફળને ઈચ્છે છે પણ જાતે પુણ્ય કરતા નથી.
પુણ્યસ્ય ફલં ઇચ્છન્તિ, પુણ્યં ન કુર્વન્તિ માનવા:।