પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : રોજ આ ગજેન્દ્ર મોક્ષનો ( Gajendra Moksha ) પાઠ કરવાનો છે. ડોસો માંદો પડે થોડા દિવસ વધારે માંદો રહે તો સર્વ ઈચ્છશે આ મરી જાય તો સારું. દીકરો રજા લઈને આવ્યો હોય, ડોસાની માંદગી લંબાઇ હોય તો કહેશે રજા પૂરી થાય છે, જાઉં છું. બાપાને કાંઇક થાય તો ખબર આપજો.
જીવ પથારીમાં એકલો પડે છે, ત્યારે તેની દશા ગજેન્દ્ર જેવી થાય છે.અંતકાળમાં જીવને જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન
કામમાં આવતું નથી, મનુષ્ય ગભરાય છે મેં કાંઈ તૈયારી કરી નથી. મારું શું થશે? જ્યાં ગયા પછી પાછું આવવાનું છે, તેવી
મુસાફરીની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે. પણ જ્યાં ગયા પછી પાછું આવવાનું જ નથી તેવી મોટી મુસાફરીની કોઈ અગાઉથી
તૈયારી કરતું નથી. પરમાત્માને રાજી કરે તો બેડો પાર છે. આ ગજરાજ પશુ છે. પશુ હોવા છતાં પરમાત્માને તે પોકારે છે. ત્યારે
મૃત્યુ પથારી ઉપર પડેલો મનુષ્ય હાય હાય કરે છે, હાય હાય કર્યે હવે શું વળવાનું?
ગજેન્દ્ર ( Gajendra ) એકલો પડયો ત્યારે તેને ખાત્રી થઈ કે ઈશ્વર વિના મારૂં કોઈ નથી. ઈશ્વરના આધાર વિનાનો જીવ નિરાધાર છે.
સર્વ છોડીને ચાલ્યા જાય છે. જે બધાને માટે આખી જિંદગી ભોગ આપ્યો તે સર્વ, છોડીને ચાલ્યા જાય છે. અંતકાળે જીવને ખાત્રી
થાય છે કે પરમાત્મા સિવાય મારું કોઈ નથી. અંતકાળે જીવ પસ્તાય છે. હાય હાય કરતો જીવ જાય છે. હાય હાય કરીને હૈયું
બાળશો નહિ. અત્યારથી જ હરિ હરિ કરવાની ટેવ પાડો. આજથી શ્રીહરિનું ( Shri hari ) સ્મરણ કરો તો અંતકાળે શ્રીહરિ યાદ આવશે.
પશુ સંગ્રહ કરતાં નથી. મનુષ્ય સંગ્રહ કરે છે અને આવતી કાલની ચિંતા કરે છે.
કાળ પગને પકડે છે તે ભૂલશો નહીં. પગની શક્તિ ઓછી થાય ત્યારે માનજો કે હવે મરવાનો છું.
બહુ અકળાયો ત્યારે ગજેન્દ્ર સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રે જે સ્તુતિ કરી છે, તેનો મોટો મહિમા છે, સંસારી લોકોએ
ગજેન્દ્રની જેમ નિત્ય સ્તુતિ કરે તો અજ્ઞાનનો નાશ થાય અને મરણ સુઘરે.
કાળ મને પકડવા આવ્યો છે. નાથ તમારે શરણે આવ્યો છું. જીવ જ્યારે ચારે બાજુથી નિરાધાર બને છે, ત્યારે
પૂર્વજન્મનાં સંસ્કારોથી, સત્કર્મોથી તે પ્રભુને શરણે જાય છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૮
ભિન્નભિન્ન રૂપોમાં નાટક કરવાવાળા અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જે પ્રકારે સાધારણ દર્શક નથી જાણી શકતા. તે
પ્રકારે સત્યપ્રધાન દેવતા અથવા ઋષિ પણ જેના સ્વરૂપને નથી જાણતા, તો પછી બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી
શકે? અથવા તો તમારું વર્ણન કરી શકે. એવા દુર્ગમ ચારિત્રવાળા પ્રભુ મારી રક્ષા કરો.
મારા જેવા શરણાગત, પશુતુલ્ય, અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને સદાને માટે પૂર્ણ રૂપથી કાપી નાંખવાવાળા,
અત્યંત દયાળુ, તેમજ દયા કરવામાં કોઈ પણ દિવસ આળસ ન કરવાવાળા, નિત્ય મુક્ત, પ્રભુને વંદન કરું છું. તમારા અંશથી
સર્વ જીવોના મનમાં તમે અન્તર્યામીરૂપથી પ્રગટ રહો છો, સર્વના નિયન્તા અને અનંત એવા પરમાત્માને વંદન કરું છું.
માદૃકપ્રપન્ન પશુપાશવિમોક્ષણાય હું પશુ છું, કાળના પાશમાં ફસાયો છું. જરા વિચાર કરો. જીવ માત્ર પશુ છે. સર્વે કાળના
પાશમાં ફસાયા છે. મને કાળથી બચાવો. જ્યાં કાળ ન હોય ત્યાં મને લઈ જાવ. જયાં કાળ છે ત્યાં દુઃખ છે. મોટા બંગલાઓમાં
રહેનારને લોકો સુખી માને છે. એ સુખી શાનો? તેના માથે કાળ છે. જેના માથે કાળ છે, તે સુખી નથી. જ્યાં કાળનો પ્રવેશ નથી
એવા તમારા ધામમાં લઈ જાવ.
જે લોક, શરીર, પુત્ર, મિત્ર, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે, તેઓને તમારી પ્રાપ્તિ થવી કઠિન છે. કારણ કે
તમે સ્વયંગુણોની આસક્તિથી રહિત છો. પરંતુ જીવન મુક્ત પુરુષ પોતાના હ્રદયમાં તમારું નિરંતર ચિંતન કરતો રહે છે, એવા
જ્ઞાનસ્વરૂપ સર્વ સમર્થ ભગવાનને હું નમસ્કાર કરું છું.
નાથ! આ ગ્રાહની ચુંગલોમાંથી છૂટીને હું જીવવાની ઈચ્છા રાખતો નથી. આ હાથીનું શરીર અંદર અને બહાર સર્વ તરફથી
અજ્ઞાનરૂપ આવરણથી ઢંકાયેલું છે. આવા આ શરીરને રાખીને કરવું છે શું? હું તો આત્મપ્રકાશને ઢાંકી દેવાવાળા તે અજ્ઞાનરૂપ
આવરણથી છૂટવા માંગુ છું કે-જેનો કાળક્રમથી પોતાની મેળે નાશ થતો નથી. પરંતુ કેવળ આપની કૃપાથી અથવા તત્ત્વજ્ઞાનથી જ
નાશ થાય છે.
તો હે નાથ, મારા ઉપર કૃપા કરો. શરણાગતનું રક્ષણ કરનાર એવા ઓ પ્રભુ મારી રક્ષા કરો. હું શરણે આવ્યો છું.