પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: લક્ષ્મીનારાયણકી ( Lakshminarayan ) જય.
લક્ષ્મીજી ( Lakshmi ) તો, જેનું દિલ કોમળ અને મૃદુ હોય તેને ત્યાં આવે છે.. અત્યાર સુધી ભગવાનની નજર ધરતી ઉપર હતી. લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે, ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. જેની પાસે લક્ષ્મી હોય તેણે ચારે બાજુ નજર રાખવાની. પૈસો મળ્યા પછી લોકો ચારે બાજુ નજર રાખતા નથી. હું, મારી અલી અને બાબો. ધનવાને ચારે તરફ જોવું જોઇએ અને સર્વના દુઃખો દૂર કરવાં જોઇએ.
ફરીથી સમુદ્રમંથન કર્યું, દૈત્યોએ વિચાર્યું, એકવાર ઘોડો લઈને બેઠા, અને બીજું બધું દેવોને ગયું. આ વખતે જે નીકળે તે
અમારે લેવું છે. મંથન કરતાં મદિરા દેવી નીકળી. તે દૈત્યોના પક્ષમાં ગઈ. તે પછી ફરીથી મંથન કરતાં ધન્વંતરી નારાયણ અમૃત
કુંભ લઈને પ્રગટ થયા છે. દૈત્યોએ ( demons ) ઘડો ખેંચી લીધો. દૈત્ય પક્ષમાં તે અમૃતનો ઘડો ગયો. દેવોને દુઃખ થયું. ભગવાનને શરણે ગયા ભગવાને કહ્યું હવે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ લઇશ.
જે દૈત્યના હાથમાં અમૃત કુંભ આવ્યો તે કહે છે કે હું પહેલો અમૃત પીશ તેનો મોટો ભાઈ આવ્યો, કહેવા લાગ્યો તારો
બાપ હજુ બેઠો છે, તું શાનો પહેલો પીવાનો. પહેલો હું અમૃત પીશ.
અમૃત માટે દૈત્યો ઝઘડો કરવા લાગ્યા; અંદરો અંદરના ઝઘડાને કારણે દૈત્યોને અમૃત મળતું નથી. જેના ઘરમાં
કલહકંકાશ થાય (દૈત્યો વચ્ચે થયો તેવો) તે ઘરનાં રહેવાવાળા કોઈને જ્ઞાનામૃત, ભક્તિરૂપ અમૃત મળતું નથી.
દૈત્યો વચ્ચે મોહિની નારાયણ ( Mohini Narayan ) પ્રગટ થયા. ભગવાન મોહિની સ્વરૂપે પ્રગટ થયા. મોહિનીનું રૂપ જોઈ દૈત્યો કહેવા
લાગ્યા, આહા કયા રૂપ હૈ! અતિસુંદર, અતિસુંદર. મોહિની એ મોહનું રૂપ છે. મોહિનીમાં આસક્તિ હોય તેને અમૃત મળતું નથી,
સંસારની પ્રત્યેક વસ્તુમાં માયા રાખેલી છે. સૌંદર્ય એ કલ્પના માત્ર છે. મનને સુંદર લાગે તે કૂતરાને સુંદર લાગતી નથી. સૌંદર્ય
આંખમાં છે. તેનો આરોપ મનુષ્ય વસ્તુમાં કરે છે. સુંદર તો એક શ્રીકૃષ્ણ છે. જગતમાં જે સુંદર છે, તે શ્રીકૃષ્ણની સુંદરતાને કારણે
છે.
મોહિનીનો મોહ થાય, તેને અમૃત-ભક્તિરૂપી અમૃત મળતું નથી. સંસારની મોહિનીમાં જે ફસાય, સૌંદર્યના મોહમાં જે
ફસાય, વિષયોના મોહમાં જે ફસાય, તેને અમૃત મળતું નથી. પણ મનમોહન શ્રીકૃષ્ણમાં ( Shri Krishna ) જેનું મન ફસાય તેને અમૃત મળે છે. મોહિનીનો મોહ છે ત્યાં સુધી ભગવાન મળતા નથી. સંસારના પદાર્થોમાં જેવી રીતે મન ફસાયું છે. તેવી રીતે શ્રીકૃષ્ણનાં સ્વરૂપમાં
મન ન ફસાય, ત્યાં સુધી ભક્તિ ફળતી નથી. અને ભક્તિ સિદ્ધ થયા વિના ભગવાન મળતા નથી. સ્વરૂપની આસક્તિ વગર
ભક્તિ સિદ્ધ થતી નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૩
સંસારના વિષયોનો મોહ છોડો, તો ભક્તિ થઈ શકે. આ મોહ વિવેકથી છોડવાનો છે. જેમ જેમ પરમાત્મા ઉપર પ્રેમ
વધે, તેમ તેમ વિષયો ઉપર સૂગ આવે છે. સમુદ્રમાં જે બાજુ ભરતી હોય તેની વિરુદ્ધ દિશામાં ઓટ હોય છે. માટે જેમ પ્રભુ ઉપર
પ્રેમ વધે, તેમ વિષયાસક્તિમાં ઓટ આવે છે. આંખમાં કામ રાખી, જગતને જોશો તો મોહ થશે અને આંખમાં ઇશ્વરને રાખશો તો
મોહનો નાશ થશે.
સંસાર સ્વરૂપમાં આસક્તિ તે માયા. ઈશ્વરના સ્વરૂપમાં આસક્તિ તે ભક્તિ.
દૈત્યો કોણ? રસ્તે ચાલતી સ્ત્રીમાં જેનું મન ફસાય તે દૈત્ય, પરસ્ત્રીનું ચિંતન કરે એ રાક્ષસ. દૈત્યો કામાતુર થઇ
મોહિની-ભગવાન પાસે આવ્યા. દૈત્યો પૂછે છે. દેવી! તમે કયાંથી આવ્યાં? દેવી! તમારું ગામ ક્યું? તમારું લગ્ન થયું છે કે કેમ?
મોહિની નારાયણનું સ્વરૂપ જોતા દૈત્યોને મોહ થયો. મોહિની કહે છે:-હું તમારું કલ્યાણ કરવા આવી છું. ભગવાને વિચાર્યું, આ
લોકોને અમૃત ન આપુ તેમાં જ તેઓનું કલ્યાણ છે. તેમને અમૃત આપીશ તો તેઓનું અભિમાન વધશે. તેઓનું પાપ વધશે,
ભગવાન કહે:- અમારું તે કોઈ એક ઘર હોતું હશે? મારાં અનેક ઘર છે. જે પુરુષ મારી સાથે પ્રેમ કરે, તેને ત્યાં હું જાઉં છું. હું તો
કોઈ તુકારામને ત્યાં જાઉ છું, નરસિંહને ત્યાં જાઉં છું. જેટલા વૈષ્ણવોનાં ઘર છે, તેટલાં ઠાકોરજીનાં ઘર છે.
મૂર્ખાઓ ગૂઢાર્થ વાણીનો અર્થ સમજ્યા નહિ. જે દૈત્યોના હાથમાં અમૃતનો ઘડો હતો તેના તરફ મોહિની જુએ છે. દૈત્ય
પ્રસન્ન થયો. બોલ્યો, દેવીજી! આ ઘડો તમને ભેટમાં આપું છું. તેણે વિચાર્યું, દેવી મારા ઘરે આવશે. મોહિની નારાયણે પૂછ્યું:-
ઘડામાં છે શું? દૈત્યે કહ્યું કે અમૃત છે.
સૌન્દર્ય જડ વસ્તુમાં નથી. જે સૌન્દર્ય જોવાથી વિકાર થાય છે, એ સૌન્દર્ય જ નથી. દૈત્યે ઘડો આપી દીધો. દૈત્યો કહે,
દેવીજી પીરસશે. અમે હાથ જોડીને બેસી રહીશું, ઝઘડીશું નહિ.