પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: મોહિની-ભગવાને દૈત્યોની અને દેવોની જુદી જુદી પંગત કરી. એક બાજુ દેવો બેઠા છે. બીજી બાજુ દૈત્યો બેઠા છે.
મોહિની પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા દૈત્યોને કહ્યું, તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે, પરંતુ ઉપરનું પાણી જેવું પાતળું
અમૃત છે તે પહેલાં દેવોને આપી દઉં અને નીચેનો તર માલ તમને પીવડાવીશ.
બિચારા મોહાંધ થયેલા તે બોલવા લાગ્યા અચ્છા, અચ્છા, તર માલ હમારે લિયે રખના. આપના હાથે ટીપું પીવા મળશે
તોય ઘણું છે. બિચારા મોહમાં ભાન ભૂલેલા. નહિતર અમૃતમાં કાંઈ ભેદ હોતો હશે? પાણી જેવુ અને તર માલ એવો ભેદ હોતો હશે?
દૈત્યો ( demons ) બોલ્યા:-દેવીજી, તમને યોગ્ય લાગે તેમ કરો. બધા મોહાંધ થયા હતા. તે પછી મોહિની ભગવાન દેવોને અમૃત
પાવા લાગ્યાં. કળશ વધારે વાંકો વળતો જોઈ દૈત્યો ગભરાયા. ઈસમેં કુછ ગરબડ તો નહિ હૈ? દૈત્યોના મંડળમાં રાહુ નામનો દૈત્ય
હતો. તેણે વિચાર્યું, આમાં કપટ છે. આ તો રસ્તે ફરનારી સ્ત્રી છે. આના ઉપર વિશ્વાસ રાખ્યો તે ભૂલ કરી છે. રાહુએ વિચાર કર્યો,
કે દેવ પક્ષમાં જઈ દેવ બનીને બેસું. નહિતર આપણે રહી જવાના. રાહુ દેવોની પંગતમાં આવી ચંદ્ર-સૂર્યની વચ્ચે બેઠો છે. પંગતમાં
વિષમતા ન થાય. મોહિની જાણતાં હતાં કે આ દૈત્ય છે, તેમ છતાં એને અમૃત પાયું.
ભોજનમાં વિષમતા ન કરો. પંગતમાં વિષમતા કરે તેને, સંગ્રહણીનો રોગ થાય છે. પૂર્વજન્મના પુણ્યનું જોર હોય ત્યાં
સુધી પાપનું ફળ મળતું નથી.
વિચાર કરો. બીજા દેવોને-ઈન્દ્ર વગેરેને અમૃત મળતુ હતું, ત્યારે રાહુ ન આવ્યો. અને સૂર્ય –ચંદ્રને આપતી વખતે તે
આવ્યો. મનના માલિક ચંદ્ર છે. ચંદ્ર એ મનનું સ્વરૂપ છે. બુદ્ધિના માલિક સૂર્ય છે. સૂર્ય એ બુદ્ધિનું સ્વરૂપ છે. હાથથી, જીભથી,
મનુષ્ય ભકિત કરે છે ત્યારે, વિષય રાહુ જલદી વિઘ્ન કરવા આવતો નથી. મન બુદ્ધિથી મનુષ્ય પરમેશ્વરનુ ધ્યાન કરે છે ત્યારે,
વિષય-રાહુ વિઘ્ન કરવા આવે છે. મન અને બુદ્ધિને ભક્તિરૂપી અમૃત મળે તે વિષય-રાહુથી સહન થતું નથી. તેથી વિષયો વિધ્ન
કરવા આવે છે. તેને જ્ઞાનરૂપી ચક્રથી મારો.
રાહુ ( Rahu ) અમૃત પીવા લાગ્યો. ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું ઉડાવ્યું. તેનું મસ્તક જ્ઞાનરૂપી ચક્રથી કાપી નાખ્યું. એટલે
કે જ્ઞાનરૂપી સુદર્શન ચક્રથી વિષય-રાહુને ઉડાવવો જોઈએ. કાપવો જોઇએ. પરંતુ કેવળ જ્ઞાનથી કે બુદ્ધિથી વિષય-રાહુ મરતો
નથી. જ્ઞાન-બુદ્ધિને ભરોસે બહુ રહેશો નહિ. એકલા જ્ઞાનથી કંઈ વળતું નથી, એટલે રાહુ અમર રહેલો. કોઈ સંત કૃપા ન કરે ત્યાં
સુધી, વિષય-રાહુ મરતો નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૪
જ્ઞાનથી વિષયોનો નાશ થતો નથી. ઈશ્વર અનુગ્રહ કરે છે, ત્યારે મન નિર્વિષય બને છે. ભગવાનની કૃપા વગર મન
નિર્વિષય થતું નથી. જ્ઞાનનો આશ્રય કરો, પણ અતિ દીન બનો ત્યારે પરમાત્મા કૃપા કરીને વિષય રાહુને મારશે. કેવળ જ્ઞાનથી
નિર્વિષયતા આવતી નથી. ઇશ્વર કૃપાથી નિર્વિષયતા આવે છે.
રસવર્જં રસોડપ્યસ્ય પરં દૃષ્ટ્ વા નિવર્તતે
વિષયોમાંનો રાગ, વિષયોમાંની આસક્તિ જાય તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય. ઈશ્વર કૃપા થી મન નિવૃત્ત થાય છે.
દૈત્યો ભગવાનથી વિમુખ હતા, એટલે તેઓને અમૃત મળ્યું નહિ. સંસારની મોહિનીમાં ફસાશો, તો ભક્તિરૂપી અમૃત
મળશે નહિ.
મોહિનીભગવાને બધું અમૃત દેવોને પીવડાવ્યું અને ખાલી ઘડો દૈત્યો પાસે પછાડયો. દૈત્યો કહે છે. દગો, દગો, વિષ્ણુ ( Vishnu )
સાડી પહેરીને આવ્યો, એને શરમ નથી.
તે પછી દેવદૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. દૈત્યોનો પરાજય થયો. જે મોહિની પાછળ પાગલ બને છે, તે જ દૈત્ય છે. સંસારની
મોહિનીમાં જે ફસાય છે, તે દૈત્ય છે. દૈત્યોનો પરિશ્રમ-તપ સંસારસુખ માટે જ હોય છે. રાવણે કયાં ઓછું તપ કર્યું હતું?
હિરણ્યકશિપુએ ( Hiranyakashipu ) ક્યાં ઓછું તપ કર્યું હતું? પણ તેઓનું તપ ભોગ માટે હતું. ભગવાન માટે ન હતું.
નારદજી ( Naradji ) કૈલાસમાં આવ્યા. શિવજીને ( Shivji ) કહે છે:-તમને મોહિની નારાયણનાં ( Mohini Narayan ) દર્શન થયા? શિવજી કહે, નહિ. શિવજી મહારાજ દર્શન કરવા જાય છે. પરિવારને લઈ શિવજી વૈકુંઠ ધામમાં આવ્યા. પ્રભુએ પૂછ્યું, કેમ આવ્યા છો? શિવજીએ કહ્યું:-
તમારાં દર્શન કરવા આવ્યો છું. ભગવાને કહ્યું હું તો તમારી સામે ઊભો છું. શિવજીએ કહ્યું, મારે મોહિની સ્વરૂપ જોવું છે. પ્રભુ
કહે:-તમે તો કામને માર્યો છે. તમને આવો મોહ કેમ થયો? શિવજી કહે છે:-મેં તમારા દરેક અવતારો જોયા છે. શિવજી અનાદિ
છે, તેમ બતાવવાનો ઉદ્દેશ છે. મારે આ મોહિની અવતાર પણ જોવો છે.