પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: અદિતિ અને કશ્યપ નારાયણનું ( Kashyap Narayan ) ઘ્યાન કરે છે. અદિતિ-કશ્યપની વૃત્તિ નારાયણાકાર બની ગઇ, ત્યારે નારાયણ ( Narayan ) પધાર્યા. અદિતિ સગર્ભા થયાં. નવ માસ પરિપૂર્ણ થયા. અદિતિ તન્મય થયાં. નાથ, કયારે પ્રગટ થશો? આ જીવના મનમાં બીજી કોઈ ઈચ્છા હશે ત્યાં સુધી, ભગવાન આવતા નથી. આતુરતા વગર અવતાર થતો નથી.
પરમ પવિત્ર સમય આવ્યો. ભાદરવા સુદ બારસના મધ્યાહ્નકાળે માતા અદિતિ સન્મુખ વામન ભગવાન પ્રગટ થયા. ચારે
બાજુ પ્રકાશ પ્રસર્યો, હ્રદયમાં આનંદ સમાતો નથી. કશ્યપ દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે. માતાપિતાને
જાણ કરવા ચર્તુભુજ સ્વરૂપ બતાવ્યું. મારા ભગવાનનો સદા, સર્વદા જયજયકાર થાય. હ્રદયમાં આનંદ સમાતો નથી. ચર્તુભુજ
નારાયણનું સ્વરૂપ અદ્દશ્ય થયું અને સાત વર્ષના બટુક, વામન સ્વરૂપે પ્રગટ થયા.
શ્રી વામન ભગવાનકી જય.
સુંદર લંગોટી પહેરી છે. દિવ્ય તેજ છે. બ્રહ્માદિ દેવો પણ ત્યાં પધાર્યા. બ્રહ્માદિ દેવોએ કશ્યપને ધન્યવાદ આપ્યા.
તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. આજે જગતના પિતાના પણ પિતા બન્યા છો.
કશ્યપ અદિતિનો ગૃહસ્થાશ્રમ પવિત્ર હતો, તેથી તેમને ત્યાં વામન ભગવાન પ્રગટ થયા.
વામનજીની બાળલીલા બીલકુલ નથી. પ્રગટ થયા ત્યારે સાત વર્ષના હતા. તેથી બાળલીલાનું વર્ણન નથી. સાત વર્ષના
બટુક વામજીને જનોઈ આપવાનો નિર્ણય કર્યો છે. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે છે, ત્યારે તેનો બ્રહ્મસંબંધ થાય છે.
જનોઈનો મંત્ર, પિતા પુત્રને કહે છે. આજથી તું મારો નહિ, તું ઈશ્વરનો થયો. તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરવામાં આવે છે.
જનોઈ આપ્યા પછી માબાપ પણ બદલાય છે. પિતા થાય છે સૂર્યનારાયણ અને માતા બને છે ગાયત્રીમાતા. જનોઇ એ વેદોએ
આપેલી ચપરાસ છે. હું નારાયણનો સેવક છું. એકે એક દેવની સ્થાપના જનોઈમાં કરવામાં આવે છે.
આજકાલ લોકો યજ્ઞોપવીત્ત વગેરે સંસ્કાર કરતા નથી. સંસ્કાર કર્યા વગર જીવ શુદ્ધ થતો નથી.
લોકો બધા સંસ્કારો ભૂલી ગયા છે. એક વિવાહ સંસ્કાર બાકી રહ્યો છે, કારણ કે એના વિના ચેન પડતું નથી. સંસ્કારનો
લોપ થવાથી પાપી અને અધાર્મિક પ્રજા ઉત્પન્ન થવા લાગી છે.
જનોઈએ યજ્ઞોપવીત-સંસ્કારનું મુખ્ય અંગ છે. જનોઈ કેવી રીતે તૈયાર કરવી તે તૈત્તિરીય આરણ્યકમાં બતાવ્યું છે.
જનોઈ હાથે બનાવવી જોઈએ. સુતરને ૯૬ વખત લપેટવું પડે છે. વેદોમાં કર્મ અને ઉપાસનાના ૯૬૦૦૦ મંત્રો છે. તે ભણવાનો
અધિકાર તેથી મળે છે. વેદના મંત્ર એક લાખ છે, પણ ચાર હજાર મંત્રો સંન્યાસી માટે છે. જનોઈને બનાવનાર બ્રહ્મા અને
ત્રિગુણીત કરનાર વિષ્ણુ છે. જનોઈને ગાંઠ આપનાર શિવજી અને અભિમંત્રિત કરનાર ગાયત્રીદેવી છે. આ દિવ્ય તેજ છે. જનોઈ
સાતમે વર્ષે આપવાની હોય છે. વધારેમાં વધારે ૧૧ વર્ષ સુધી છૂટ આપી છે.
એક, એક ધાગામાં એક એક દેવીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેથી તેને ચાવીનો (લોઢાનો) સ્પર્શ ન થાય. આજના
બ્રાહ્મણો જનોઈએ ચાવી લટકાવે છે. જનોઈએ ચાવી લટકાવાથી દેવો જનોઈમાંથી ચાલ્યા જાય છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૮
સંસ્કારની પરંપરા નષ્ટ થઈ, તેથી સંયમ અને સદાચાર પ્રજામાં રહ્યા નથી. ઋષિઓએ સોળ સંસ્કાર બતાવ્યા છે, તે
આપણા કલ્યાણ માટે છે.
સોળ સંસ્કાર:- ૧. ગર્ભાધાન, ૨. પુંસવન, ૩. સીમંતોન્નયન, ૪. જાતકર્મ, પ. નામકરણ, ૬. નિષ્ક્રમણ,
૭.અન્નપ્રાશન, ૮. ચૂડાકરણ, ૯. કર્ણવેધ, ૧0. ઉપનયન, ૧૧. વેદારંભ, ૧૨. સમાવર્તન, ૧૩. વિવાહ, ૧૪. ગૃહસ્થાશ્રમ, ૧પ.
વાનપ્રસ્થાશ્રમ-સન્યાસ્થાશ્રમ, ૧૬. અંત્યેષ્ટિ.
વામનજી મહારાજને ( Vamanji Maharaj ) જનોઇ આપવામાં આવે છે. અદીતિએ લંગોટી આપી. ધરતીએ આસન, બ્રહ્માએ કમંડળ,
સરસ્વતીએ જપ કરવા માળા અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું. બ્રાહ્મણ ત્રણ વખત સંધ્યા કરે. બ્રાહ્મણને ( Brahmin ) માથે ઘણી જવાબદારી
નાખી છે. મહાપ્રભુજી હંમેશા ત્રણ વાર સંધ્યા કરતા. જગતને આદર્શ બતાવ્યો છે, કે હું મહાન છુ છતાં સંધ્યા કરું છું.
પ્રાતઃસંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાન્હની સંધ્યા અન્નજળના દોષ દૂર કરે છે. ત્રિકાળ સંધ્યાનો બહુ મોટો
મહિમા છે. સંધ્યામાં સૂર્યનો જપ કરતાં કરતાં જગદંબા ગાયત્રીનું ધ્યાન કરવાનું છે. સંઘ્યામાં ગાયત્રી માતાને આવાહન કરવાનું છે.
માં, તમે મારા હ્રદયમાં પધારો. મારું રક્ષણ કરો. સંઘ્યામાં અઘમર્ષણ કરવાનું હોય છે. ધ્યાન કરવાનું હોય છે. સંધ્યા સમયસર
થવી જોઈએ. ઉત્તમ સંધ્યા આકાશમાં નક્ષત્રો હોય ત્યારે કરવામાં આવે તે છે. નક્ષત્ર દેખાતું ન હોય અને સૂર્યનારાયણ બહાર ન
આવ્યા હોય ત્યારે, સંધ્યા કરે તો તે મધ્યમ સંધ્યા છે અને પછીની અધમ સંધ્યા છે.
બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે છે. આજથી મધુકરી માંગવાની. મધુકરીના અન્નમાં મધુરતા છે. તે પછી
બ્રહ્મચારીના ( celibacy ) ધર્મો સમજાવ્યા.