પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ભાગવતમાં ( Bhagwad Gita ) લખ્યું છે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો. ભાગવતમાં પંચમાંશ ભાગ આપવા કહ્યું છે. પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપી. તેઓએ કહ્યું, આવકનો દશમો ભાગ દાનમાં આપજો. ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ હોતું નથી. તેથી દાન કરવું જોઇએ. દાનથી ધનશુદ્ધિ થાય છે.
ભિખારી ભીખ માંગવા આવતો નથી. પણ તે ઉપદેશ આપવા આવે છે. ભિક્ષુકા: નૈવ ભિક્ષન્તિ બોધયન્તિ ગૃહે ગૃહે ।। શો
ઉપદેશ? ગયા જન્મમાં મેં કોઈને દાન આપ્યું નહિ એટલે મારી આ દશા થઈ છે. તમે પણ નહિ આપશો તો મારા જેવી દશા થશે.
રાજન! હું કોઈને ત્યાં દાન લેવા ગયો નથી. હું તો સંતોષી બ્રાહ્મણ ( Brahmin ) છું. એ તો તું ભાગ્યશાળી એટલે હું તમારે ત્યાં આવ્યો
છું. આજે એક શેઠના બંગલાના ઓટલા ઉપર હું સંઘ્યા કરતો હતો તેણે મને કહ્યું, ઊઠ અહીંથી. સંઘ્યા મારી અધૂરી રહી અને
ઊઠવું પડયું. કેટલાક તો ઓટલે બેઠેલાને પણ ઉઠાડે છે. ઉઠો અહીંથી. ઓટલો મારો છે. મૂર્ખોં કહે છે કે ‘ઓટલો મારો છે’. જાણે
ઓટલો પણ સાથે લઈ જવો હશે.
મનુષ્ય આ સંસારમાં એનું શું? એટલું જો સમજી લે તો આ જગતમાં મિલક્ત માટે મારામારી થાય જ નહિ.
ઓટલે બેઠેલાને પૂછજો કે ઠંડુ જળ લેશો? હા, ધૂતારાથી સંભાળજો, આજકાલ ઘણા ધૂતારા આવે છે. તે દિવસે ઘર જોઈ
જાય અને રાત્રે ચોરી કરવા આવે છે. મારી સંધ્યા અધૂરી રહી. મારા સત્કર્મમાં વિઘ્ન આવ્યું. તેથી મને થયું કે મારી માલિકીની થોડી
જગ્યા હોય તો સારું. એટલે માંગવા આવ્યો છું. સંધ્યા ગાયત્રી-કરવા માટે માલિકીની જગ્યા માંગુ છું. તમારી જગ્યામાં બેસી
સંધ્યા-ગાયત્રી કરીશ, તેનું પુણ્ય તમને પણ મળશે. હું બ્રહ્મચારી છું. મારાં ત્રણ પગલાંથી મપાય તેટલી પૃથ્વીનું દાન કરો.
બલિરાજાને ( Baliraja ) આનંદ થયો. આવો પવિત્ર બ્રાહ્મણ મારી જમીન ઉપર બેસીને સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે.
બલિરાજાને આશ્ર્ચર્ય થયું કેવો ત્યાગી બ્રાહ્મણ છે. હું તો મારું સર્વસ્વ આપવા તૈયાર છું પણ લેતા નથી. કહ્યું આજે તો હું તમારા
કહેવા પ્રમાણે ત્રણ પગલાં પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં આપને કોઇપણ વસ્તુની જરૂર પડે તો મારા ઘરે આવજો. મને
સેવાનો લાભ આપજો.
વામનજી ( Vamanji ) બોલ્યા:-આજે તો ત્રણ પગલા પૃથ્વીનું દાન કરો. પછીની વાત પછી.
બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા. યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા, એકટક નજરથી સમજી ગયા કે આ
કોઇ સાધારણ બ્રાહ્મણ નથી. બલિરાજાને કહ્યું:-ઉતાવળ કરશો નહિ. દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત્ નારાયણ, તારા ઘરે દાન
લેવા આવ્યા છે. રાજા, તારું બધું રાજ્ય આના બે પગલાંમાં આવી જશે. ત્રીજુ પગલું મૂકવા જગ્યા રહેશે નહિ. એટલે તને નરકમાં
ફેંકી દેશે. માટે તેને આપતાં પહેલા વિચાર કર. તારું સર્વસ્વ હરી લેશે.
રાજા, દાન આપજે પણ વિવેકથી આપજે. આ બાળકના પગલાં કેવાં છે તે તું જાણતો નથી. હું જાણું છું. એવું દાન ન
આપો કે જે આપ્યા પછી તમે અતિ દરિદ્રિ થઇ જાવ અથવા ઘરના દુ:ખી થાય.
બ્રાહ્મણોને આપો તો સદભાવથી આપશો. ઈશ્ર્વરભાવથી આપશો તો તમારું કલ્યાણ થશે. પવિત્ર સદાચારી બ્રાહ્મણો
અને સતી સ્ત્રીઓએ ધરતીને ટકાવી છે.
બલિરાજા પૂછે છે:-તો શું દાન ન આપું?
શુક્રાચાર્ય કહે છે:-આપજે, પણ તારા પગથી માપીને પૃથ્વી આપજે. આ તો વિરાટ સ્વરૂપ ધારણ કરશે. ત્રીજો પગ
મૂકવાની જગ્યા રહેશે નહીં. દેવોનું કામ કરવા આ વિષ્ણુ આવ્યો છે.
બલિરાજા કહે:-સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે.
ભવિષ્યનો વિચાર કરી આવકનો પાંચમો ભાગ બચાવવો જોઇએ. સર્વસ્વ દાન કરી ન દેવું કે બીજાને આપી ન દેવું.
ધર્માય યશસેડર્થાય કામાય સ્વજનાય ચ ।।
પગ્ચધા વિભજન્ વિત્તમિહામુત્ર ચ મોદતે ।।
કળિયુગના ( Kali Yug ) છોકરા પૈસાની સેવા કરે છે. માતાપિતાની સેવા કરતા નથી. તમારી પાસે પૈસા હશે તો સગાઓ સેવા કરશે.
વૃદ્ધાવસ્થા માટે એક ભાગનો સંગ્રહ કરજો. છોકરાઓ પાસે માંગવાનો પ્રસંગ ન આવે તેવો સંગ્રહ રાખજો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૨
એક ડોસો માંદો પડયો. મરણ નજીક આવેલું જાણી પોતાનું સર્વસ્વ ત્રણે છોકરાઓ વચ્ચે વહેંચી દીધું. મરવાને બદલે
ડોસો સાજો થઈ ગયો. પરંતુ હવે કોઈને લાલચ રહી નહીં. બધા જાણતા હતા કે ડોસા પાસે હવે કાંઈ નથી. ઘરમાં બધા ધુત્કારવા
લાગ્યા. છોકરા કાંઈ આપે નહિ. ડોસાને દુઃખ થયું. એક દિવસ છોકરા પાસે પૈસાની માંગણી કરી. છોકરાઓએ કહ્યું, એક આનો
આપીશ. બધું ડોસાનું હતું પણ કોઈ આપતું નથી. ડોસાએ પોતાનાં મિત્રને વાત કરી, ઘરમાં મારી આ દશા છે.
મિત્રે કહ્યું. મારી પાસે એક મોટી પેટી છે. તેમાં પથ્થરો ભરી તાળું મારી તારે ત્યાં મોકલાવી આપીશ. તારે બોલવાનું કે
હરિદ્વાર જઈશ. સાધુસંતોને જમાડીશ. મિત્રે તે પ્રમાણે પેટી મોકલાવી આપી. ડોસાએ ઘરના માણસોને કહ્યું હવે ઉમર થઈ. આ
થોડી મૂડી છે તે જાત્રા કરી આવું. તીર્થસ્થાનમાં રહીશ. સાધુસંતોને જમાડીશ.
છોકરાઓ પૂછે છે. કયાં જવાના?
ડોસાએ જવાબ આપ્યો:-હરિદ્વાર.
છોકરાઓ પૂછે છે:-આ પેટી કયાં હતી?
ડોસાએ જવાબ આપ્યો:- મેં મારા મિત્રને ત્યાં રાખેલી. આમાં કાંઈ નહિ તોય પંદર હજાર હશે.
વજનદાર પેટી જોઇ બધા માનવા લાગ્યા, હજુ ડોસાએ પોતાની પાસે રાખ્યું છે. પેટીમાં મિલકત જાણી, બધા પુત્રો
આગ્રહ કરવા લાગ્યા, બાપા મારી સાથે રહો, મારી સાથે રહો. બીજો બોલ્યો:-બાપા, તમે તીર્થસ્થાનમાં એકલા રહો તે અમને
શોભે? દુનિયા અમને શું કહે? બાપા, તમે ન જાવ. હું તમને રાખીશ.
દુનિયા સ્વાર્થી છે, છતાં જીવને વિવેક નથી. જીવ એવો દુષ્ટ છે કે ખોટું કરે છે. એનું એને દુઃખ નથી, પણ ખોટું દેખાય
એનું તેને દુ:ખ છે. તે ખોટું કરે તો પણ સારું દેખાય તેમ ઈચ્છે છે.