પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: શુક્રાચાર્ય ( Shukracharya ) કહે છે:-હું તને સંકલ્પ નહિ કરાવું.
વામનજી ( Vamanji ) કહે છે:-તમારા ગોરદાદા સંકલ્પ ન કરાવે તો હું સંકલ્પ કરાવું. હું બ્રાહ્મણનો ( Brahmin ) પુત્ર છું મને સંકલ્પ કરાવતાં
આવડે છે.
ત્યારબાદ, બલિરાજાના ( Baliraja ) કહેવાથી વામનજી દાનનો સંકલ્પ કરાવવા લાગ્યા.
બોલ્યા:-ઝારીમાંથી જળ હાથમાં લો. શુક્રાચાર્યજીથી આ સહન થયું નહિ. સૂક્ષ્મરૂપે ઝારીમાં પ્રવેશ કર્યો. સંકલ્પનું જળ
ઝારીમાંથી બહાર ન આવે તે માટે શુક્રાચાર્ય તેના નાળચામાં ભરાઈને બેઠા.
વામનજી સમજી ગયા કે શુક્રાચાર્ય ઝારીમાં બેઠા છે. દર્ભની સળી લઈ ઝારીના નાળચામાં નાંખી. તેથી શુક્રાચાર્યની એક
આંખ ફૂટી ગઈ. પ્રભુ દયા રાખીને સજા કરે છે. ભગવાન કૃપા કરે છે ત્યારે એક આંખ ફોડે છે. પરમાત્માએ બોધ આપ્યો કે મારાં
દર્શન કર્યા પછી એક આંખે જગતને નિહાળજો. મનુષ્ય જગતને એક આંખથી જુએ. અનેકમાં એક ભગવાન રહેલા છે, તે દ્રષ્ટિથી
જુઓ. આ જ સમભાવ છે. એક જ ઈશ્વર સર્વમાં રહેલો છે, તેમ જુએ તે સમતા. એક જ ઈશ્વર અનેક રૂપે ક્રીડા કરે છે, એ ભાવથી
જોવું તે સમાનભાવ છે. બે આંખથી જુઓ એ વિસમતા. એક આંખથી સર્વને જુઓ. કાંઇ કપટ ન કરો.
ભગવાન પોતે માંગવા આવ્યા, તેમ છતાં શુક્રાચાર્યના મનમાંથી દ્વૈતભાવ જતો નથી. આ મારો યજમાન અને આ
માંગનાર એવો તેણે દ્વૈતભાવ રાખ્યો. એક આંખે એટલે કે અદ્વૈત દ્રષ્ટિથી તમે જુઓ એમ બતાવવાનો ઉદ્દેશ છે. યોગીઓ એક આંખે અદ્વૈતરૂપે આ જગતને જુએ છે. પરમાત્મા વિચારે છે, બંને આંખ ફૂટી જાય તો મારાં દર્શન કેવી રીતે કરશે.
પરમાત્માના દર્શન થાય પછી એક આંખે બધું નિહાળજો. બંને આંખોએ જોવાથી વિસમતા થાય.
શુક્રાચાર્ય સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ, તો બીજી આંખ પણ ફોડી નાંખશે. શુક્રાચાર્ય બહાર નીકળી ગયા.
આંખ બગડે એનું નામ બગડે, એનું જીવન બગડે. રાવણની આંખ બગડેલી એટલે અત્યાર સુધી તેનું નામ બગડેલું રહ્યું છે.
પરમાત્મા એક આંખ ફોડે છે. રામાયણમાં પણ કથા છે, પ્રભુએ-રામચંદ્રજીએ જયંતની એક આંખ ફોડી છે.
ભગવાન કહે છે. જગતને એક આંખથી જુઓ. આ મારો અને આ પારકો, એવી દ્દષ્ટિથી ન જુઓ. આ સર્વ ભગવાનના
અંશ-સ્વરૂપો છે, એમ માનો. એક આંખથી જુએ એ સમતા અને બે આંખથી જુએ એ વિષમતા.
ગીતાજીમાં ( Bhagwad Gita ) કહ્યું છે:-સમત્વં યોગ ઉચ્યતે ।
સર્વમાં સમતા રાખવી એને જ યોગ કહેવામાં આવે છે.
સંકલ્પ પરિપૂર્ણ થયો, એટલે સ્પરૂપ વધવા લાગ્યું. વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું.
જગતને વ્યાપી લીધું છે. જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે. જગતની બહાર દશ આંગળ છે.
ભગવાન શંકરાચાર્યે અર્થ કર્યો છે. સભૂમિવિશ્ર્વતસ્વૃત્પાય ત્યતિષ્ટ દશાંગુલં દશ આંગળીથી વંદન થાય છે. પરમાત્મા વંદનીય છે.
વેદો પણ પરમાત્માનું પ્રતિપાદન કરી શકતા નથી. એટલે નિષેધાત્મક રીતે, નેતિ નેતિ કહે છે. ઈશ્વરને જાણનારો પણ ઈશ્વરનું
વર્ણન કરી શકતો નથી. ભગવાન વંદનીય છે, ચિંતનીય છે. ભગવાન કૃપા કરી અજ્ઞાન દૂર કરે એટલે તેમને જાણી શકાય છે.
એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બીજા ચરણથી બ્રહ્મલોક. ત્રીજો પગ મૂકવાની જગ્યા રહી નથી. તે સમયે દૈત્યો
વામનજી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. અમારા રાજાને છેતરે છે. મારો, મારો, બલિરાજાએ કહ્યું, આ સમય પ્રતિકૂળ છે. શાંત રહો,
નહિતર માર પડશે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૪
વામનજી કહે છે:-બલિ! તેં સંકલ્પ ત્રણ પગ પૃથ્વીનું દાન કરવાનો ર્ક્યોં છે. બોલ ત્રીજું પગલું મારે કયાં મૂકવું? સંકલ્પ
પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે. રાજા, તું મને છેતરે છે.
વિચાર કરો, કોણ કોને છેતરે છે. દાન લેવા આવ્યા ત્યારે સાત વર્ષના અને પછી દાન લેવા ટાણે વિરાટ પુરૂષ થયા.
ગણેશપુરાણમાં ( Ganesha Purana ) બલિએ વામન ભગવાનને પૂછ્યું છે. આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું? મેં કોઈ પાપ કર્યું નથી.
બલિરાજા નિષ્પાપ છે. તેથી પ્રભુએ તેની સાથે યુદ્ધ કર્યું નહિ. ઈશ્વર નિષ્પાપ છે. ભગવાન કોઈને મારતા નથી.
મનુષ્યને તેનું પાપ મારે છે.
આપે કપટ કર્યું. મને પાતાળમાં ધકેલી દીધો. તે શું યોગ્ય છે? વામનજીએ ઉત્તર આપ્યો. તારા હાથે થોડું પાપ થયું છે.
યજ્ઞની શરૂઆતમાં ગણપતિનું ( Ganapati ) પૂજન કરવા આજ્ઞા કરી ત્યારે તેં કહેલું કે હું ગણપતિની પૂજા નહીં કરું. વિષ્ણુનું ( Vishnu ) પૂજન કરીશ. ગણપતિ પણ વિષ્ણુ છે, તેમ તેં ન માન્યું. આ ભેદદૃષ્ટિ રાખી. જયાં સુધી અનન્ય ભક્તિ સિદ્ધ થઇ નથી, ત્યાં સુધી અન્ય
દેવોમાં પોતાના ઈષ્ટ દેવનો અંશ માની, વંદન કરવાના અને ઈષ્ટદેવના ચરણમાં અનન્ય ભક્તિ રાખવી. માટે તેં શાસ્ત્રની મર્યાદા
તોડી છે. બલિએ ગણપતિની પૂજા કરી પણ સદ્ભાવથી કરી નહિ. ગણપતિએ મારી પ્રાર્થના કરી એટલે ગણપતિના કહેવાથી
આવ્યો છું. મને ગણપતિએ તારા યજ્ઞમાં વિધ્ન કરવા કહ્યું. તેથી મેં વિધ્ન કર્યુ. ગણપતિ મહારાજ વિઘ્નકર્તા અને વિઘ્નહર્તા છે.