પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ચંદન અને પુષ્પથી રામજીની ( Ramji ) સેવા કરો એ ઠીક છે. પણ રામજીની આજ્ઞાનું પાલન કરો એ રામજીની ઉત્તમ સેવા છે.
સંભવ છે કે રામજીની મર્યાદાઓનું પાલન ન કરો, તો રામજી તમારી પ્રાર્થના સાંભળશે નહિ. ભગવાનની ઉત્તમ સેવા એ છે કે,
તેમની આજ્ઞાઓનું પાલન કરવું. જો તેમ કરવામાં ન આવે તો ઈશ્વર કહે છે કે મારું કહેલું તું કરતો નથી, એટલે તારી સેવા હું
સ્વીકારતો નથી. રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે, કે તેનું સ્મરણ કરતાં આપણે પવિત્ર થઈ જઈએ છીએ. વર્તન રાવણ જેવું રાખે
અને રામનામનો જપ કરે તો રામનામનું ફળ મળતું નથી. વર્તન રામ જેવું રાખો અને રામનામનો જપ કરો તો તાળવામાંથી અમૃત
ઝરશે. રામજીની ઉત્તમ સેવા એ છે કે રામજીનો એક એક સદ્ગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો.
રામચંદ્રજીનો અવતાર રાક્ષસોનો સંહાર કરવા માટે થયો ન હતો. પરંતુ મનુષ્યોને ઉચ્ચ આદર્શ બતાવવા માટે થયો હતો.
રઘુનાથજી રાક્ષસોને મારવા માટે આવ્યા ન હતા. રઘુનાથજી મનુષ્યોને આદર્શ માનવધર્મ સમજાવવા માટે આવ્યા હતા. રામજીનો
અવતાર જગતને માનવધર્મનો ઉપદેશ આપવા માટે છે.
વાલ્મીકિ મુની ( Valmiki Muni ) , રામને ઉપમા આપવા ગયા, પરંતુ કોઈ ઉપમા ન જડી પછી કહ્યું, રામ જેવા રામ જ છે.
મનુષ્ય માને ગમે તે દેવને. શંકરને, વિષ્ણુને કે કોઇ દેવદેવીને. પરંતુ વર્તન રામજી જેવું રાખે. શંકરનો ભક્ત હોય કે
કૃષ્ણનો, પણ વર્તન રામ જેવું રાખે. જેનું વર્તન રામ જેવું હશે તેની ભક્તિ સફળ થશે.
શ્રી કૃષ્ણલીલાઓ અનુકરણ કરવા માટે નથી. પણ શ્રવણ કરી તન્મય થવા માટે છે. ગોકુળલીલામાં પુષ્ટિ છે.
દ્વારકાલીલામાં મર્યાદા છે.
રામજીની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય એવું નથી. સમગ્ર વર્તન અનુકરણીય છે. રામ
સર્વગુણોના ભંડાર છે. પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખતા. કોઈ સ્ત્રીને રઘુનાથજી ( Raghunathji ) કામભાવથી જોતા ન હતા. મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે છે અને બીજી બાજુથી પાપ પણ ચાલુ રાખે છે. સરવાળે કાંઈપણ હાથમાં આવતું નથી.
રામ માતાપિતાની આજ્ઞામાં હંમેશા રહેતા. સ્વતંત્ર સ્વચ્છંદ રીતે કોઈ દિવસ ન વર્તો. રામ સદા દશરથ-કૌશલ્યાને
પ્રણામ કરતા. આજકાલના છોકરાઓને માતાપિતાને પ્રણામ કરતાં શરમ આવે છે. ધૂળ પડી તારી વિદ્યામાં. જે વિદ્યા તને
માબાપને વંદન કરતાં રોકે છે. બાપની મિલકત લેતાં સંકોચ કે શરમ આવતાં નથી અને વંદન કરવામાં સંકોચ થાય છે. માતાપિતા
લક્ષ્મીનારાયણ ( Lakshminarayan ) સ્વરૂપ છે. તેમને વંદન કરો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૨
રઘુનાથજીની ઉદારતાનો, રઘુનાથજીની દીનવત્સલતાનો જોટો જગમાં નથી. રામ જેવા રાજા થયા
નથી અને થવાના નથી.
એસો કો ઉદાર જગ માહી ।
બિન સેવા જો દ્રવે દીન પર, રામ સરિસ કૌઉ નાહીં ।।
જો ગતિ યોગ બિરાગ જતન કરિ નહિ પાવન મુનિ મ્યાનિ ।
સો ગતિ દેત ગીધ સબરી કહું, પ્રભુ ન બહુત જિયજાની ।।
તુલસીદાસ સબ ભાંતિ સકલ સુખ જો ચાહસિ મન મેરો ।
તો ભજુ રામ કામ સબ પૂરન કરહિં કૃપાનિધિ તેરો ।।
રામચરિત્ર દિવ્ય છે. રામજીનું ચરિત્ર સર્વને ડોલાવે છે. તેથી મહાત્માઓ આવું કહે છે.
સર્પોમાં મુખ્ય શેષનાગ. તેની ફણા ઉપર આ ધરતી. રામજીની કથા શ્રવણ કરતાં શેષનાગ, ડોલે તો આ ધરતીનો
વિનાશ થાય. બ્રહ્માજીએ વિચાર કર્યો, આખું બ્રહ્માંડ શેષજીના માથે છે. તેને કાન હોય અને રામજીની કથા સાંભળે અને ડોલવા
લાગે તો બ્રહ્માંડનો નાશ થાય. તેથી શેષજીને કાન આપ્યા નથી. આ તો કવિની કલ્પના છે.
અકર્ણમકરોત હેષં વિધિ બ્રહ્માંડભગધી:
રામજીમાં સર્વ સદ્ગુણો એકત્ર થયેલા છે. એક વાણી, એક વચની, એક પત્નીવ્રત પાળે છે. વડીલોનું જેટલું સારું
અનુકરણીય લાગ્યું તેટલું જ જીવનમાં ઉતાર્યું છે. રામજીએ દશરથનું બધું રાખ્યું. તેમની એક વસ્તુ રાખી નથી. તેમનું બહુપત્નીવ્રત
રાખ્યું નથી.
પુરુષ એક જ સ્ત્રીમાં કામભાવ રાખે અને ધર્માનુકૂલ કામ ભોગવે, તો તે ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે. કામને વ્યાપક
થવા દેવાય નહીં. તેને એક જગ્યાએ સંકુચિત કરજો. અને એ માટે જ લગ્ન છે. કામભાવને એકમાં સંકુચિત કરી તેનો નાશ કરવો.