પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: અહલ્યા ( Ahalya ) એ બુદ્ધિ છે. જે બુદ્ધિ કામસુખનો વિચાર કરે તે બુદ્ધિ જડ બને છે. પથ્થર જેવી બને છે. બુદ્ધિ અહલ્યા વારંવાર કામસુખનું-વિષયનું ચિંતન કરતાં કરતાં પથ્થરરૂપ જડ બની ગઈ છે. કોમળ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકે. જડ-કઠણ બુદ્ધિ નહિ.
કોમળ બુદ્ધિ હોય તો પીગળે, શ્રીકૃષ્ણસેવામાં, શ્રીકૃષ્ણ ( Shri Krishna ) કીર્તનમાં આનંદ મળતો નથી, તેનું કારણ એક જ છે. કામસુખનું ચિંતન કરતાં કરતાં બુદ્ધિ પથ્થર જેવી જડ થઇ છે. ત્યારે જડ બુદ્ધિ સરળ કયારે થાય? જ્યારે કોઈ સંત મળે ત્યારે. જ્યારે કોઇ સંતના
ચરણની રજ પાવન કરે ત્યારે, જડ થયેલી બુદ્ધિ કોમળ થશે. આ કઠણ થયેલી પથ્થર જેવી થયેલી બુદ્ધિ ભગવાનની ચરણરજનો
સ્પર્શ થાય તો કોમળ બને છે.
બુદ્ધિ-અહલ્યા રામચરણ રજથી શુદ્ધ બને છે. અહલ્યાજી સ્તુતિ કરે છે મારા પતિએ મને શ્રાપ આપ્યો તે સારું કર્યું કે
જેથી આપનાં દર્શન થયાં. તે વખતે ગૌતમ ઋષિ ( Gautam Rishi ) આવ્યા. તમે મારી પત્નીને સદ્ગતિ આપી છે, ગૌતમ ઋષિએ આશીર્વાદ આપ્યા. તમારા લગ્ન સુંદર કન્યા સાથે થશે.
રામલક્ષ્મણ ( Ramlakshman ) જનકપુરીમાં આવ્યા. વિશ્વામિત્ર રામલક્ષ્મણ સાથે જનકના દરબારમાં આવે છે. કુમારોને જોઈ જનક વિચાર કરે છે, ઋષિકુમારો છે, કે રાજકુમારો છે? જનક નિશ્ર્ચય કરી શક્યા નહિ.વિશ્વામિત્રને પૂછ્યું, આ બાળકો કોણ છે ?
ગુરુજી વિશ્વામિત્રે કહ્યું:-તમે જ નિર્ણય કરો, તમે મહાજ્ઞાની છો.
શુકદેવજીના ( Shukdevji ) ગુરુજી જનક રાજા છે. જનકનું બીજું નામ છે વિદેહ, દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી શકતા
નથી તે વિદેહ-જીવન મુક્ત.
જનકરાજાએ કહ્યું:-આ પરબ્રહ્મ હોવા જોઇએ, જનક કહે છે, મારી આંખોથી હું બીજાને નિહાળું છું.પણ મારું મન કોઈ
તરફ આકર્ષાતું નથી. આ કુમારોને જોઈ મારું મન આકર્ષાય છે. મારા મનનું આકર્ષણ ઈશ્વર સિવાય કોઈ કરી શકે નહિ, તેથી જરૂર
આ ઈશ્વર છે. ઇશ્વર વિના મારું મન કોઈ વિષયમાં જાય જ નહિ. મન ઉપર કેટલો વિશ્વાસ.
જનક કહે છે:-સહજ વિરાગ રૂ૫ મન મોરા । ભયે ચકિત જિમિ ચંદ્રચકોરા ।
માટે રામ બ્રહ્મ જો નિગમ નેતિ નેતિ કહિ ગાવા । છે. જનક રાજાએ રામજીને ( Ram ) ઓળખી લીધા. બોલ્યા:આ ઋષિકુમાર
નથી, રાજકુમાર પણ નથી. વેદો નેતિ નેતિ કહી જેનું વર્ણન કરે છે, શંકર જેનું સદા ચિંતન કરે છે, તે આ સાક્ષાત પરબ્રહ્મ છે,
પરમાત્મા છે.
આ રામ મારા મનને ખેંચે છે. તેથી લાગે છે કે આ ઈશ્વર હોવા જોઇએ. રામ ઇશ્વર ન હોય તો મારા મનનું આકર્ષણ કરી
શકે નહિ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૦
દુષ્યન્ત શકુંતલાનું પ્રથમ મિલન થાય છે ત્યારે તે શકુંતલાને પૂછે છે:-તમે કોણ છો? શકુંતલા જવાબ આપે છે:-હું
કણ્વ ઋષિની કન્યા છું. દુષ્યન્ત ત્યારે કહે છે:-તને જોયા પછી મારું મન ચંચળ થાય છે. મારું મન પવિત્ર છે. બ્રાહ્મણની કન્યા
મારી મા છે. તને જોઈ મારું મન ચંચળ થાય છે, તેથી તું મારી જાતની કન્યા છે. મારું મન જ પ્રમાણ છે, પ્રમાણ અંત:કરણ્ય
પ્રવૃત્ય: । મન ઉપર કેવો વિશ્વાસ.
સર્તાહિસંહે જદેપુનખષુ । શકુંતલાએ કહ્યું-તમે મહાન પવિત્ર લાગો છો. મારાં જનક પિતા ક્ષત્રિય છે. કણ્વઋષિ તો
મારા પાલક પિતા છે. હું ક્ષત્રિય કન્યા છું.
જનકરાજા કહે છે:-આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ચિંતન કરતો હતો. મારું મન કહે છે નિરાકાર બ્રહ્મનું ચિંતન છોડી,
આ સગુણ રામનું ચિંતન કર. મને હવે થાય છે, નિરાકાર નહિ હવે આ નરાકારનું ધ્યાન કરું. એટલે કહું છું રામ એ ઈશ્વર છે.
વિશ્વામિત્ર કહે:-રાજન! આ તમારી દ્દષ્ટિના ગુણ છે. જ્ઞાનીઓ અભેદભાવથી ચિંતન કરે છે. તમારી વૃત્તિ બ્રહ્માકાર છે
એટલે તમને એમ લાગે છે. બાકી આ તો દશરથના કુમારો છે.
જનક મહાજ્ઞાની છે. જનકરાજાના વખાણ શ્રીકૃષ્ણે ગીતાજીમાં કરેલા છે, શ્રીકૃષ્ણે જનકને યાદ કર્યા છે.
કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદય: ।
જનકરાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.
રામ,લક્ષ્મણ, વિશ્વામિત્ર જનકપુરીની બહાર વાડીમાં રહ્યા છે. સાયંકાળના સમયે સંધ્યોપાસન કરે છે. સંધ્યાનો ભંગ
કરતા નથી. વિશ્વામિત્ર સાથે સત્સંગ થયો. રાત્રિના સમયે વિશ્વામિત્રના ચરણની સેવા કરવા લાગ્યા. આશીર્વાદ માંગવાથી
મળતા નથી. આશીર્વાદ હ્રદયમાંથી નીકળે છે. વિશ્વામિત્ર હ્રદયથી આશીર્વાદ આપે છે, હ્રદયથી આશીર્વાદ આપ્યો કે તમારું
કલ્યાણ થાય.