પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: વસિષ્ઠ મંદ હાસ્ય કરે છે. રાજા એક જ હોય. તમને કેવી રીતે સમજાવું? જે જયેષ્ઠ હોય તે રાજા થઇ શકે. તમે જયેષ્ઠ
છો. સર્વની ઇચ્છા છે, કે તમે સીતા ( Sita ) સાથે સિંહાસન ઉપર બિરાજો. આવતી કાલથી રામરાજ્ય થશે.
લક્ષ્મણજી ( Laxman ) ત્યાં આવ્યા. રામજી ( Ram ) કહે છે લક્ષ્મણ! પિતાજી મને આવતી કાલે રાજા બનાવવાના છે. લક્ષ્મણ, હું તો નામનો રાજા છું પણ આ રાજ્ય તારું છે.
રામ એ સર્વેના અંતર્યામી છે. પરંતુ લક્ષ્મણ રામના અંતર્યામી છે. રામને લક્ષ્મણ બહુ વહાલા લાગે છે. લક્ષ્મણ, આ
રાજ્યલક્ષ્મી તારી છે. તું કહેશે તે પ્રમાણે હું કરીશ. લક્ષ્મણને આનંદ થયો છે. તેને રાજા થવાની ઇચ્છા નથી. મોટાભાઈ ગાદી ઉપર
બિરાજે અને હું ચામર લઇ ઊભો રહીશ. લક્ષ્મણનો બંધુપ્રેમ દિવ્ય છે.
આજે ગામ શણગારવામાં આવ્યું છે. વસિષ્ઠજીની ( Vasishth ) આજ્ઞા પ્રમાણે દશરથજીએ ( Dashrath ) હુકમ કર્યો હ્રદયમાં આનંદ સમાતો નથી. દશરથના જીવનનો આ છેલ્લો દરબાર હતો. આ સૂર્યવંશની પવિત્ર ગાદી છે. જે ગાદી ઉપર રઘુરાજા, ભગીરથ, દિલીપ બિરાજતા હતા તે ગાદીને પ્રણામ કર્યા. અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો. હવે આવતી કાલે મારો રામ તારી ગોદમાં બેસશે. મારા
રામનું તું રક્ષણ કરજે.
અયોધ્યાના ( Ayodhya ) લોકોને ખખર પડી છે. અતિશય આનંદ થયો છે. બધાને આનંદ થયો પણ દેવોને દુઃખ થયું. તેનું એક
કારણ હતું. તેઓને થયું આવતી કાલથી રામ ગાદી ઉપર બેસશે તો રાવણને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. દેવોએ
વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કર્યું. વિઘ્નેશ્વરી દેવી આવ્યાં.
દેવોએ કહ્યું:-અયોધ્યા જઈ રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો. રામજીને સુખદુ:ખ થવાનું નથી તે તો આનંદરૂપ છે.
દશરથ રાજાને સદ્ગતિ મળવાની છે.
મહાત્માઓ કહે છે:-કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને પણ ગમતું નથી. દશરથ રાજાના સુખને કાળની નજર લાગી.
કાળ વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે. વિઘ્નેશ્વરીએ વિચાર કર્યો, હું કયાં જાઉં? કોના શરીરમાં પ્રવેશ કરું? વિચાર કરતાં
તેની નજર મંથરા ઉપર પડી. મંથરાનો જન્મ કૈકેય દેશમાં થયો છે. મંથરામાં વિઘ્નેશ્વરી દેવીએ પ્રવેશ કર્યો. મંથરા અયોધ્યાની
સજાવટ જોવા લાગી. પૂછ્યું, આ શાની તૈયારી થાય છે? લોકોએ કહ્યું તને ખબર નથી? આવતી કાલે રામનો રાજ્યાભિષેક થવાનો
છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૪
મહાત્માઓ કહે છે:-કૌશલ્યાની થોડી ભૂલ થઇ હતી. દાસીએ દોડતાં જઈ કૌશલ્યા માને કહ્યું. મા, મા, રામનો
રાજ્યાભિષેક થવાનો છે. કૌશલ્યાએ મોતીનો હાર દાસીને આપ્યો. દાસીનું સન્માન કર્યું. દાસીને કહ્યું આજે મોતીનો હાર આપું છું.
આવતી કાલે રામ રાજા થશે. તને મારા જેવું માન મળશે. મારો રામ તને બે ત્રણ ગામની જાગીર આપશે. રામ તને મારા જેવું માન
આપશે. દાસીને અતિ આનંદ થયો. રસ્તામાં મંથરા મળી, મંથરાએ પૂછ્યું, કેમ બહુ આનંદમાં છે? દાસીએ કહ્યું, રામ રાજા
થવાના છે. તું જો તો ખરી મને મોતીની માળા મળી છે. આવતી કાલે મને બે ગામની જાગીર મળશે. કૌશલ્યાની દાસી એટલે મને
માન મળ્યું છે. પણ તને તો કાંઈ મળ્યું નહિ ને.
વ્યવહારમાં ભૂલ થાય તો સજા થાય છે. પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે. વહેવાર કઠણ છે.
તેમાં થોડી ભૂલ થાય તો પણ લોકો ક્ષમા કરતા નથી. જ્યારે પરમાત્મા મોટી ભૂલ પણ ક્ષમા કરે છે. વ્યવહાર કરો, ત્યારે બહુ
સાવધાન રહેજો. કૌશલ્યાએ ઘરના નોકરોને આપ્યું, પણ શોક્યની દાસીઓને કાંઇ આપ્યું નહી. તેમને આપ્યું હોત તો વિઘ્ન
આવત નહિ.
કૌશલ્યાએ મંથરાને બોલાવી, બે સાડી આપી નહીં તેથી મંથરાએ આ તોફાન કર્યું.
વ્યવહાર કરો, પણ વ્યવહારમાં મળી જશો નહીં. જેમ ગૃહસ્થાશ્રમીને વ્યવહાર કરવો પડે છે તેમ સાધુ મહાત્માને પણ
મૂઠી ચણાની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે. વ્યવહાર કરો, પણ વ્યવહારમાં
મળી જશો નહિ. વ્યવહાર કરતાં આત્મસ્વરૂપનું અનુસંધાન ન રાખે તો પાપ છે. મનમાં સ્થૂલ અને સૂક્ષ્મ બે ભાગ છે. મનનો સ્થૂલ
ભાગ ભલે વ્યવહારમાં હોય, પણ મનનો સૂક્ષ્મ ભાગ પરમાત્મામાં પરોવી રાખજો. પનીહારી પાણીનું બેડું માથે લઈ આવે છે ત્યારે
તેનું સ્થૂલ મન વાતોમાં હોય છે પણ, સૂક્ષ્મ મન બેડામાં હોય છે. પરમાર્થ સરળ છે, વ્યવહાર કઠણ છે. વ્યવહાર કરતી વખતે
ભગવાનને ભૂલશો નહીં.
બાળકમાં સૂક્ષ્મ રીતે મન રાખીને મા ઘરનાં સઘળાં કામકાજ કરે છે, તેમ સૂક્ષ્મ રીતે મન પરમેશ્વરમાં રાખી, વ્યવહાર
કરશો તો વ્યવહારમાં સફળતા મળશે.