પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સર્વ બાળકો હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, ઉચ્ચારતાં તાળીઓ પાડી કીર્તન કરતાં હતાં. કથામાં કીર્તન થવું
જોઇએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન કરવાથી પાપ બળે છે. હ્રદય વિશુદ્ધ થાય છે. પરમાત્મા હ્રદયમાં આવે છે.
પ્રેમથી કીર્તન કરો. પ્રહલાદજી તન્મય થયા છે. રાધાકૃષ્ણનાં દર્શન કરતાં પ્રહલાદજી થૈ થૈ નાચે છે. બાળકો પ્રભુભજન કરતાં નાચે
છે. તેવામાં શંડામર્ક ત્યાં આવ્યા. વિચાર કર્યો, હિરણ્યકશિપુને ખબર પડશે તો અનર્થ થશે. તેઓ પ્રહલાદને કહેવા લાગ્યા,
પ્રહલાદ તેં આ શું માંડયું છે? ભજન બંધ કરો, બંધ કરો. પણ કોણ સાંભળે? મન શ્રીકૃષ્ણમાં હોવાથી પ્રહલાદ કાંઈ સાંભળી
શક્યા નહિ. શંડામર્ક દોડતા આવ્યા અને પ્રહલાદનો હાથ પકડયો. પ્રહલાદનું શરીર દિવ્ય હતું. શંડામર્કે સ્પર્શ કર્યોં તો, શંડામર્ક
પણ કીર્તન કરતા નાચવા લાગ્યા.
તે દિવસે હિરણ્યકશિપુએ વિચાર કર્યો. ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે તે મારે જોવું છે. તેની તપાસ કરવા તેણે
એક સેવકને ત્યાં જોવા મોકલ્યો. સેવક ત્યાં આવ્યો અને ત્યાંનું દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો. સર્વ નામસંકીર્તનમાં ભાન ભૂલ્યા
છે. ગુરુ નાચતા હતા. ચેલાઓ નાચતા હતા. સેવકને થયું, હિરણ્યકશિપુને આ ગમશે નહીં. બ્રાહ્મણને મારી નાંખશે. સેવક
બોલવા લાગ્યો, મહારાજ! મહારાજ! ગાદી ઉપર બેસી જાવ. સેવક મહારાજનો હાથ પકડી બેસાડવા ગયો, ત્યાં તેને ચેપ લાગ્યો.
આ સત્સંગનો મહિમા છે. તે સેવકને આવતાં વાર થઈ. તે કાંઇ સમાચાર ન લાવ્યો એટલે રાજાએ બીજા સેવકને મોકલ્યો. બીજો
સેવક આવ્યો, તેણે જોયું તો સર્વ કીર્તનમાં પાગલ બની નાચતા હતા. તે વિસ્મય પામ્યો. ભજનમંડળીમાંનો એકનો સ્પર્શ થતાં તે
પણ નાચવા લાગ્યો. જેટલા સેવકોને મોકલ્યા તેઓની એ દશા થઈ. જે જાય છે તે પાછો આવતો નથી. આ છે શું? હિરણ્યકશિપુ
દોડતો ત્યાં આવે છે. જોયું તો ગુરુ, ચેલા, રાજસેવકો બધા નામસંકીર્તનમાં મસ્ત બની નાચતા હતા. રાજા આ દ્રશ્ય જોઇ એકદમ
ગુસ્સે થયો. આ શું માંડયું છે? તેણે ભજનમંડળીમાંના એકને ખેંચીને બેસાડી દીધો. હિરણ્યકશિપુને આ સ્પર્શથી કોઇ જાતનો ચેપ
ન લાગ્યો. કારણ હિરણ્યકશિપુ ઉડી ગયેલો વીજળીનો ગોળો હતો. વીજળીનો ગોળો જો સારો હોય તો પ્રકાશે છે અને ગોળો
નકામો હોય તો પ્રકાશતો નથી.
ભજન થંભી ગયું. ગુરુએ સર્વ હકીકત હિરણ્યકશિપુને કહી. હિરણ્યકશિપુ ક્રોધે ભરાઈ પ્રહલાદને કહેવા લાગ્યો, હજુ તું
મારા શત્રુ વિષ્ણુનું કીર્તન કરે છે? મારા સિવાય જગતમાં બીજો ઈશ્વર છે કયાં? આજે હું તને મારી નાંખવાનો. દુષ્ટ, તને શરમ
નથી.
આ છોકરો બીજાને બગાડે છે. સુધરે તેમ નથી. તો તેને હવે હું મારી નાંખું. દોડતો આવી પ્રહલાદને પકડે છે.
હિરણ્યકશિપુને ભક્તિનો રંગ લાગ્યો નહિ. ગોળો ઉડી ગયો હોય તો વિદ્યુતશક્તિ શું કરે?
પ્રહલાદને ધરતી ઉપર પછાડવા જાય છે. ધરતી માતાએ તેને ગોદમાં ઉઠાવી લીધો. પ્રહલાદ પિતાજીને વંદન કરે છે. હિરણ્યકશિપુ કહે છે. તું મને વંદન કરે છે, પરંતુ મારું કહ્યું માનતો નથી. મને બતાવ, તારું રક્ષણ કરનાર તારા વિષ્ણુ છે કયાં?
પ્રહલાદ કહે છે:-પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર સર્વમાં રહેલા છે. તમે માનો છો કે ‘હું વીર છુ’. પણ અંદરના
શત્રુઓને મારે તે વીર છે. આપ માનો છો કે ‘મે જગતને જીત્યું છે’, પણ જેણે મન જીત્યું તેણે જગતને જીત્યું. કામાદિ છ ચોર
તમારા મનમાં બેઠા છે. તે તમારા વિવેકરૂપી ધનને લૂંટે છે. તમને ખાડામાં ફેંકયા છે. પિતાજી! ક્રોધ ન કરો. તમારા મુખ ઉપર આજે
મૃત્યુની છાયા દેખાય છે. રાગદ્વેષનો પરિત્યાગ કરી, નારાયણનું આરાધન કરો, મારા નારાયણનું ભજન કરો.
હિરણ્યકશિપુ ક્રોધમાં આવી બોલ્યો છે:-મારો દીકરો થઈ મને ઉપદેશ આપે છે? તું શું સમજે છે? મને આજે બતાવ.
તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે કયાં?
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૭
પ્રહલાદે કહ્યું:-મારા પ્રભુ સર્વવ્યાપક છે. મારામાં છે. તમારામાં છે. તમારામાં છે, તેથી તમે બોલી શકો છો. વિષ્ણુ
સર્વત્ર છે.
હિરણ્યકશિપુએ પૂછ્યું:-તારા ભગવાન સર્વત્ર છે. તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી?
કવાસૌ યદિ સ સર્વત્ર કસ્માત્ સ્તમ્ભે ન દૃશ્યતે ।
બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ જવાબ આપે છે:-જી હા, મારા ભગવાન આ સ્તંભમાં પણ છે. તમારી આંખમાં કામ છે, તેથી તે દેખાતા નથી.
હિરણ્યકશિપુ:- હું થાંભલો તોડી નાખીશ, તેમાં વિષ્ણુ હશે તો મારી નાખીશ. તે દોડતો તલવાર લેવા ગયો. પ્રહલાદે
સ્કંધ સાતમો શ્રીમદ્ ભાગવતપ્રકાશ
કહેતાં કહી દીધું કે થાંભલામાં ભગવાન છે. પણ તેને થોડી શંકા ગઈ. આ સ્તંભમાં ભગવાન કેવી રીતે બિરાજતા હશે? પરંતુ જ્યાં
સ્તંભ પાસે કાન ધર્યો તો તેણે, ગુરુ ગુરુ કઈક અવાજ અંદરથી આવતો સાંભળ્યો. પ્રહલાદને ખાત્રી થઈ. મારા ભગવાન આમાં છે.