પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળ ઝૂંપડીમાં નહિ પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર છોડયું, રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, છોકરાંઓ છોડયાં અને હરણબાળમાં ફસાયા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવાજાય તો તે સાધનામાં વિઘ્નરૂપ થાય. પરોપકારમાં બહુ પડવુંનહિ. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે. પણ એવો પરોપકાર ન કરો, કે જેથી તમનેપરમાત્માનુંવિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો તેમ અતિશય સરળ ન બનો.પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે. પણ જગતનાં સ્ત્રી, પુરુષનું કે જડ વસ્તુનુંધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી. પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. આ નિયમ છે. ભરતજીનુંપ્રારબ્ધ હરણબાળરૂપે આવેલું.પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી, જ્ઞાનથયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દૃઢ થતું નથી. જ્ઞાનને દૃઢ કરવા માટે વાસનાનો નાશ કરવાની પહેલી જરૂર છે. મન વાસનામાં ફસાયેલુંછે. ભરતજી મહાન જ્ઞાની છે. પરંતુ જ્ઞાન થયા પછી પણ મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. જ્ઞાની મનોનાશ, વાસનાનાશ ન કરે ત્યાં સુધી તેની ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી.અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે વનમાં પણ નવો સંસાર ઊભો કરે છે. ભરતજી જ્ઞાની છે પણ તેને વાસના ઉપર અંકુશ મેળવ્યો નથી.ઘરમાં રહી ખૂબ વૈરાગ્યને કેળવો, તે પછી ઘર છોડો.
જ્ઞાનીના બે ભેદ છે:-જેણે ખૂબ ઉપાસના કરી છે તે કૃતોપાસ્તિ જ્ઞાની છે તેને માયા સતાવતી નથી. પણ અકૃતોપાસ્તિ જ્ઞાની છે,તેને માયા વિઘ્ન કરે છે. તત્ત્વાનુભવ વાસનાના નાશ વગર થતો નથી.તત્ત્વજ્ઞાન થયા પછી, વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી, એ ભરતચરિત્ર બતાવે છે. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થયો નથી.તે થયો હોત તો હરણબાળમાં ફસાયા ન હોત.
આ પ્રમાણે ભરતજી હરણબાળના લાલનપાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમનાં સંધ્યા-પૂજા વગેરે નિત્ય કર્મો છૂટવા લાગ્યાં.ભરતજી હરણબાળને કુમળુંકુમળું ઘાસ ખવડાવે, હરણબાળ કૂદકો મારે કે મુનિનું અંગ ચાટે ત્યારે ભરતજી વિચારે, કેવો સુંદર છે ! કેવો ડાહ્યો છે.
દિનપ્રતિદિન આ પ્રમાણેની આસક્તિ વધતી ચાલી.એક દિવસ હરણબાળ જંગલમાં રમવા ચાલી ગયું. રાત પડી પણ પરત ન આવ્યું, મુનિ ચિંતા કરવા લાગ્યા. મારા હરણબાળને શુંથયું હશે?તે કયારે આવશે?કાળને કોઈની દયા આવતી નથી. કાળ સદા સર્વદા સાવધાન રહે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૯
નહિ પ્રતિક્ષતે મૃત્યુ: કૃતમ્ અસ્ય ન વા કૃતમ્।
મૃત્યુ એ વિચારતુંનથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યુ છે કે નહીં.માટે હંમેશા સાવધરહો. મૃત્યુની રોજ તૈયારી રાખો.જિદંગી એવી રીતે જીવો કે તમે સાવધ હોય અને મૃત્યુ આવે. એવું ન બને કેતમારી તૈયારી ન હોય અને મૃત્યુ તમને ઊંચકી જાય.
ભરતજીને કાળ, પકડવા આવ્યો. ભરતજીને હરણબાળનુંસ્મરણ થયું.આજ શ્રીહરિનુંનહિ પણ હરણબાળનુંચિંતન કરતાં કરતાં ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો છે. હરણબાળનુંલાલનપાલન કરવામાં ભરતજીને આત્મરૂપનુંવિસ્મરણ થયું. મરતી વેળા હરણબાળના ચિંતનથી તેમને હરણશરીર મળ્યું.બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે.આ જીવનમાં બીજ મળે છે,ફળ નહિ.પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી.હરણશરીરમાં પૂર્વજન્મનુંજ્ઞાન હતું.
પશુ-પક્ષીનો અનાદર ન કરો, મહાત્મા કોઈ કારણથી પશુ-પક્ષી થઈ આવ્યા હોય તો?અહલ્યા જેવી કોઈ મહાસતી પથ્થર થઈને આવી હોય તો? નૃગરાજા કાંચિડો થઇને આવેલા.નળકૂબર ઝાડ થઇને આવ્યા હતા.કોઈસિદ્ધ પુરુષ ઝાડ થઈને આવ્યા હોય તો?કોઈ આત્માની ભૂલ થાય તો પશુ-પક્ષીની યોનિમાં ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનુંજ્ઞાન છે. વિચારે છે, આ ગંડકીના કિનારે હુંતપશ્ર્ચર્યા કરતો.અરે, આ જગ્યાએથી મેંહરણબાળને ઊંચકેલુંઅને આશ્રમમાં લાવ્યો. તેની પાછળની અતિ આસક્તિને કારણે મારો આ હરણતરીકે જન્મ થયો.હું મહાન જ્ઞાની હતો, યોગી હતો.પણ આજે ચાર પગવાળો થયો છું.મારે હવે નવુંપ્રારબ્ધ ઊભુકરવુંનથી. જે લઈને આવ્યો છું,તે જ ભોગવવુંછે.