પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ કરવા પ્રભુ અંતર્ધાન થાય છે. ભગવાન દેખાય નહીં, ત્યારે ભરતજી વ્યાકુળ થાય છે અને રડી પડે છે. મારે જગતમાં રખડવું નથી.નાથ!શરણમાં કયારે લેશો? મારું પ્રારબ્ધ કયારે પૂરું થશે? હજુ મને પરમાત્માનાં દર્શન કેમ થતાં નથી? તેમ વિચારી ભરતજી રડે છે.
રસ્તામાં કીડી દેખાય એટલે ભરતજી કૂદકો મારે, એટલે પાલખીનો ઉપરને દાંડો રાજાના માથાંમા વાગે.રાજાએ સેવકોને કહ્યુંબરાબર ચાલો. મને તકલીફ થાય છે. સેવકોને સાવધ રહેવા કહ્યું. સેવકોએ કહ્યું,અમે તો બરાબર ચાલીએ છીએ પણ આ નવો આવનાર બરાબર ચાલતો નથી.આ નવો આવ્યો છે તે કોઈ વખત ઊભો રહે છે,કોઈ વખત દોડતો ચાલે છે,કોઈ વખત કૂદકો મારે છે,કોઈ વખત હસે છે,કોઈવખત રડે છે,આ પાગલ જેવો છે. આ ત્રાસ આપે છે.
રાજા વક્રોક્તિથી જડભરતને કહેવા લાગ્યા.તું તો સાવ દૂબળો છે ને! વળી તારા અંગો પણ નબળાં એટલે તારાથી સારી રીતે કેમ ચલાય?એટલે તુંશુંકરે?
રહૂગણ વિચારે છે કે, હવે દ્દષ્ટિ હું ભરતજી ઉપર રાખીશ. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચડાઈ મરશે તો પાપ લાગશે.ભરતજીને કીડીમાં પણ કનૈયો દેખાય છે. શ્રીકૃષ્ણ એક જ ચક્રાવામાં ન રહી શકે. સર્વમાં શ્રીકૃષ્ણનાં દર્શન કરે તે વૈષ્ણવ.
જડભરતે રાજાના કહેવા ઉપર ધ્યાન ન આપ્યું.કીડી જોઈ, ભરતજીએ જયાં કૂદકો માર્યો એટલે રાજાને ફરીથી પાલખીનો દાંડો માથામાં વાગ્યો, રાજાથી આ સહન ન થયું. ક્રોધથી અપમાન કરવા લાગ્યો.અરે, તું જીવતો મૂવા જેવો છે.તને ભાન નથી.એય, બરાબર ચાલ.
ભસ્મમાં છુપાયેલો અગ્નિ ઓળખાતો નથી એવી રીતે, બ્રહ્મચિંતનમાં લીન થયેલા જ્ઞાની ઓળખાતા નથી.
ફરીથી દાંડો માથામાં વાગ્યો, રહૂગણ રાજાને ક્રોધ આવ્યો. એય હું રહૂગણ રાજા છું.તને મારીશ.સજા કરીશ.
રાજાનો એક પૈસો લીધો ન હતો. રાજાનુંખાધુંન હતું. છતાં મારવા તૈયાર થયો છે. રાજાને મારવાનો શુંઅધિકાર હતો? રાજા અભિમાની હતો.રાજા મદાંધ થયો છે.
ભરતજીને બોલવાની ઈરછા ન હતી. વિચાર્યું, શરીર પુષ્ટ છે, દુબળા પાતળાપણુંએ શરીરના ધર્મ છે.આત્માને કંઈ નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે, એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે?હુંનહીં બોલું. ફરી વિચાર થયો, મારુંઅપમાન કરે તેમાં કલ્યાણ નથી. પરંતુ મેંજેને ખભા ઉપર ઊંચકયો તે રહૂગણ રાજા, જો હવે નરકમાં પડશે, તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે.લોકો કહેશેમહાજ્ઞાની જડભરતે જેને ખભે રાખ્યો છે, તે પણ નરકમાં પડયો.જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે.ગમે તેમ પણ મેંરાજાને ખભે રાખ્યો છે. હવે તેનો ઉદ્ધાર કરીશ.રાજાને બોધ આપવા નિશ્ચય કર્યો, સત્સંગનો મહિમા વધારવા, આજે જડભરતને બોલવાની ઇચ્છા થઈ. આજ દિન સુધી બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઇ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૨
આ રાજા કપિલ મુનિના આશ્રમમાં તત્ત્વજ્ઞાનનોઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દીન બનીને જવાનું હોય. અને આ “હું પણુ” રાખીને રાજા થઈને ઉપદેશ લેવા જાય છે.અભિમાન લઈને તે જશે તો ઋષિ તેને વિદ્યા નહિ આપે.આજે તેને અધિકારી બનાવું.
રહૂગણ રાજા ભાગ્યશાળી છે. ભાગવતના સંત બહુ ઓછુંબોલે છે.સુદામા પણ બહુ ઓછુંબોલતા, મૌન રાખવાથી માયાનુંબંધન ઓછું થાય છે.
મારા જેવા સંતનુંઅપમાન કરશે તે હુંતો સહન કરીશ, પણ પરમાત્મા તે સહન નહિ કરે.તેને સજા કરશે, તેથી આજે ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ કરવાની ઈચ્છા થઈ.
બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય.
રાજન્!તમે કહ્યું:-તુંપુષ્ટ નથી, એ સત્ય છે. તેમાં મારી નિંદા કે મશ્કરી નથી.જાડાપણુંકે પાતળાપણું,એ તો શરીરના ધર્મો છે.આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી.
રાજન્! તમે કહ્યું કે હું જીવતે મૂવા જેવો છું. તો આખું જગત જીવતાં મૂવા જેવુંછે.આ પાલખી મૂવા જેવી અને પાલખીમાં બેઠેલો તું પણજીવતે મૂવા જેવો છે.
વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અને અંતવાળીહોય છે.જે જન્મ્યા તે બધા મરવાના છે.રાજન્!તમે કહ્યું, “તુંજીવતે મૂવા જેવો છે” તો આ દ્દષ્ટિએ પાલખીમાં બેઠેલો તું પણ, જીવતે મૂવા જેવો છે.આ શરીર તો મુડદા સમાન જડ છે.
શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લે૫ છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે,સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્ર્વર સિવાય કોઇને સત્ય સમજતા નથી. સર્વજીવોમાં પરમાત્મા છે. આમાંરાજા કોણ અને સેવક કોણ?
વ્યવહારદ્દષ્ટિએ, આ ભેદ છે, બાકી તત્ત્વદ્દષ્ટિએતો તું અનેહું એક જ છીએ.
રાજન્!એક ઈશ્ર્વર જ સત્ય છે.રાજન્!તેંકહ્યુંકે હુંતમને મારીશ,પણ શરીરને માર પડશે તેથી મારી ચાલ સુધરશે નહિ. શરીરને માર પડે તેથી હું સુખીદુઃખી થતો નથી. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન, મનને બુદ્ધિ અને બુદ્ધિને ચેતન આપનાર હુંઆત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી.