પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
અજામિલ શબ્દનો અર્થ જોઇએ. અજા એટલે માયા. માયામાં ફસાયેલા જીવ તે અજામિલ.
અજામિલ અનેક પ્રકારનાં પાપ કરી ગુજરાન ચલાવતો. આ અજામિલ પહેલાં તો મંત્ર વેત્તા, પવિત્ર અને સદાચારી હતો.
એક દિવસ તે વનમાં ગયો. રસ્તામાં એક શૂદ્ર ને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો. વેશ્યા ની સાડી ખસી ગઈ હતી.
સ્વરૂપ જોતાં કામાંધ થયો. કામ વશ થયો. વેશ્યા ને જોવા થી અજામિલ નું મન બગડયું.
એક વાર વેશ્યા ને જોવા થી અજામિલ નું મન બગડચું તો દર રવિવારે ફિલ્મ જોવા જાય છે તેના મનનું શું થતું હશે?
ઘણાનો નિયમ હોય કે દર રવિવારે ફિલ્મ જોવાની જ. ઘણા બાળકોને પણ સાથે લઈ જાય છે. અમારું તો બગડયું છે, પણ તારું
પણ ભલે બગડે.
પાપ પહેલું આંખ વાટે આવે છે. આંખ બગડી એનું મન બગડયું. મન બગડયું એનું જીવન બગડયું. એનું નામ બગડયું.
રાવણની આંખ બગડેલી, તો હંમેશ માટે તેનું નામ બગડેલું રહ્યું છે. મનમાં જેટલા પાપ આવે છે તે, આંખ વાટે આવે છે. આંખ
બગડે એટલે મન બગડે.
કામને આંખમાં આવવા દેશો નહિ તો કામ મનમાં આવશે નહીં. મનુષ્ય શરીરથી નહીં, આંખ અને મનથી વધારે પાપ કરે
છે.
વેશ્યા ને જોવા થી આ અજામિલ નું પણ જીવન બગડ્યું. વગર પ્રયોજન કોઇ જોડે આંખ મેળવવી નહીં. આંખમાં રામ ને
રાખો તો કામ મનમાં આવશે નહિ. આંખમાંથી બધાં પાપ આવે છે.
અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો. વેશ્યાને ઘરે ગયો. વેશ્યાને સમજાવી, પોતાના ઘરે લઈ આવ્યો. અજામિલ
પાપાચાર કરવા લાગ્યો. ચોરી કરવા લાગ્યો.એકવાર કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘરે આવ્યા છે. પેલી વેશ્યાએ જોયું
કે આ સંત આવ્યા છેકવાર. તેમને અનાજ આપ્યું.
વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રએ ના પાડી છે. પણ સાધુઓ જાણતા ન હતા કે આ વેશ્યા છે. રસોઈ કરી સાધુઓ જમ્યા.
જેનું ખાધું છે એનું કલ્યાણ પરમાત્મા કરે.
વેશ્યાએ અજામિલને પ્રણામ કરવા કહ્યું. વેશ્યાના કહેવાથી અજામિલ સાધુઓને વંદન કરે છે. સાધુઓ કહે છે, તારા ઘરે
ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહિ.
અજામિલ કહે:-તમારી પાસેથી લૂંટી લેતો નથી એ જ દક્ષિણા છે. હું કોઈ સાધુને પૈસા આપતો નથી. બીજું કાંઈક માંગો
તે આપીશ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૯
વેશ્યા સગર્ભા હતી. સાધુઓને ઇચ્છા હતી કે અજામિલનું કલ્યાણ થાય. તેઓએ કહ્યું તારા ઘરે જે પુત્ર થાય તેનું નામ
નારાયણ રાખજે.
અજામિલ તે સાધુને કહે છે:-મહારાજ! મારા પુત્રનું નામ નારાયણ રાખું, તેમાં આપને શું ફાયદો?
સાધુ મહારાજ:-મારા ભગવાનનું નામ નારાયણ છે. તેથી નામ સાંભળી મને આનંદ થશે. તને ભગવાન સ્મરણ થશે.
અજામિલ:-સારું ત્યારે. હું મારા પુત્રનું નામ નારાયણ રાખીશ.
અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો છે. નારાયણ નામ રાખ્યું છે. છેલ્લા સંતાનમાં માતા-પિતાનો વિશેષ પ્રેમ હોય છે.
અજામિલ નારાયણને વારંવાર બોલાવે છે. નારાયણ નામની ટેવ પડી છે.
અતિશય પાપી, અતિકામી પૂરું આયુષ્ય ભોગવી શકે નહીં. અજામિલનું બાર વર્ષનું આયુષ્ય બાકી હતું. તેમ છતાં
યમદૂતો લેવા આવ્યા. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત એટલે
પોતાના પુત્રને નામ દઈ તે બોલાવવા લાગ્યો:-નારાયણ. નારાયણ.
ભોજનમાં, દ્રવ્યમાં, કામસુખમાં, સ્થાનમાં, સંતતિમાં અને પુસ્તકમાં આ જીવ ફસાય છે. છેલ્લા સંતાનમાં મા-બાપનું
મન વિશેષ ફસાય છે.
રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ, નારાયણ એમ બે વાર બોલ્યો. તેનો દીકરો નારાયણ આવ્યો નહીં પણ
વિષ્ણુદૂતો ત્યાં આવ્યા, યમદૂતોને કહ્યું, આને છોડી દો.
યમદૂતો કહે:-અજામિલ દુષ્ટ છે, તે જીવવાને લાયક નથી.
વિષ્ણુદૂતોએ કહ્યું:-અજામિલે પાપ કર્યું છે, એ વાત સાચી છે. પણ તેણે ભગવાનનું નામ લઈ પાપનું પ્રાયશ્ચિત કર્યું
છે. તેનાં થોડાં પાપ બળી ગયાં છે. હવે તેને જીવવા દો. તેનાં આયુષ્યનાં બાર વર્ષ બાકી છે.
યમદૂતો કહે છે:-અજામિલ નારાયણ નારાયણ બોલ્યો તે વૈકુંઠવાસી નારાયણ માટે નહીં, પણ પોતાના પુત્રનું નામ
લીધું છે. એના છોકરાનું નામ નારાયણ છે. તેને તે બોલાવતો હતો.
વિષ્ણુદૂતો કહે:-અજાણતાં પણ પ્રભુનું નામ તેના મુખેથી નીકળ્યું છે. અજાણતામાં પગ અગ્નિ ઉપર પડે તો પણ અગ્નિ
બાળે છે, પગ દાઝે છે, તે પ્રમાણે અજાણતાં પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ
લેવાય, તો પણ તેનું ફળ મળે છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ બોલ્યો, પણ એ બહાને પણ તેણે
બે વખત ભગવાનનું નામ તો લીધું ને? ગમે તેવા દુરાચારીનો ઉધ્ધાર કરવાની ભગવાનમાં તાકાત છે.