પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મહાપ્રભુજી નો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવ માને છે, ઈશ્વર ને ક્રિયા નથી એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા
નથી. પરંતુ લીલા કરે છે. ઈશ્વરને ક્રિયા નથી એ વાત સાચી. પણ ઈશ્વર લીલા કરે છે એ વાત પણ સાચી. જે ક્રિયામાં ક્રિયાનું
અભિમાન નથી તે લીલા. ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવ થી જે ક્રિયા કરવામાં
આવે તે લીલા. કેવળ બીજાને સુખી કરવાની ભાવના થી કરવામાં આવે તે લીલા. શ્રીકૃષ્ણની ક્રિયા લીલા કહેવાય. ઈશ્વરને સુખની
ઈચ્છા નથી. કનૈયો ચોરી કરે છે તે બીજાને માટે. ક્રિયા બાંધે છે, પણ લીલા મુક્ત કરે છે.
જીવ, કરે છે તે ક્રિયા પાછળ સ્વાર્થ, વાસના અને ‘હું કરું છું’ તેવું અભિમાન છે, તેથી તે ક્રિયા છે.
બંને સિદ્ધાંતો સાચા છે. ઇશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે. તે સિદ્ધાંત પણ દિવ્ય છે. ઇશ્વર કાંઈ
કરતા નથી પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. ઇશ્વરમાં વિષમતા માયાથી ભાસે છે. ઈશ્વર પરિપૂર્ણ સમ છે, પરમાત્મા
સમ, જગત વિષમ.
સમતા ઈશ્વર ની છે. વિષમતા છે તે માયાની છે. ઈશ્વર તો સમ છે, પણ માયાથી ઇશ્વરમાં વિષમતા દેખાય છે.
ઈશ્વર ના અધિષ્ઠાન માં માયા ક્રિયા કરે છે એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઇશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કાંઈ
કરતો નથી. પણ દીવો ન હોય તો કંઈ થઈ શકતું નથી. ભગવાન
દૈત્યને મારતાં નથી પણ તારે છે. ક્રિયામાં વિષમતા દેખાય છે, પણ ભાવમાં વિષમતા નથી. ભગવાન દૈત્યો ને મારે છે, પણ
ભગવાનના માર માં પણ પ્યાર છે.
સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણ એ પ્રકૃતિ ના ગુણ છે. આત્માના નહીં.
પરમેશ્વર જીવ ના ભોગ માટે શરીર સર્જવા ઇચ્છે છે. ત્યારે રજોગુણ ના બળ માં વૃદ્ધિ કરે છે. જીવ ના પાલન માટે
સત્ત્વગુણ ના બળ માં વૃદ્ધિ કરે છે, અને સંહાર કરવા ઇચ્છે છે ત્યારે તમોગુણ ના બળ માં વૃદ્ધિ કરે છે.
રાજન્! તમે જેવો પ્રશ્ન કરો છો, તેવો પ્રશ્ન તમારા દાદા ધર્મ રાજા એ નારદજી ને કર્યો હતો. રાજ સૂર્ય યજ્ઞમાં પહેલી પૂજા
શ્રીકૃષ્ણની કરવામાં આવી. પણ તે સહન ન થવા થી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો. ભગવાન નિંદા સહન કરે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૯
સદગતિ મળી. આ જોઈ યુધિષ્ઠિર ને આશ્ચર્ય થયું. તેથી તેણે તેમણે નારદજી ને પ્રશ્ન કર્યો:-શિશુપાલ ભગવાન નો શત્રુ હતો
છતાં શિશુપાલ ને સદગતિ કેમ મળી? શિશુપાલે શ્રીકૃષ્ણ ને ગાળો આપી તેમ છતાં તે નરકમાં કેમ ન ગયો? શિશુપાલ ને સદગતિ
મળી તે મેં નજરે જોયું છે. શિશુપાલ નરકમાં કેમ ન ગયો? આવી સાયુજ્ય મુક્તિ શિશુપાલ કેમ પામ્યો? ભગવાન નો દ્વેષ કરનાર
શિશુપાલ અને દંતવક્રત્ર તો નરકમાં પડવા જોઈતા હતા. તેને બદલે આવું ઉલટું કેમ થયું, તે કૃપા કરીને સમજાવો.
નારદજી બોલ્યા:–શ્રવણ કરો રાજન્! કોઈ પણ રીતે પરમાત્મામાં તન્મય થવા ની જરૂર છે. પરમાત્માએ તો કહ્યું છે કે
કોઈ પણ ભાવથી જીવ મારી સાથે તન્મય બને તો મારા સ્વરૂપ નું હું તેને દાન કરું છું.
રાજન્! કોઈ પણ ભાવ થી, પરંતુ એક પરમાત્મામાં જ મન એકાકાર થવું જોઇએ.
જેમ ભક્તિથી ઇશ્વરમાં મન જોડીને ઘણા મનુષ્યો પરમાત્માની ગતિ ને પામ્યા છે, તેમ કામથી, દ્વેષ થી, ભયથી તથા
સ્નેહ થી પણ ભગવાન માં મન જોડી અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે.
જુઓ, ગોપીઓ ને ભગવાન ને મળવાની તીવ્ર ઈચ્છા થી, કંસે ભયથી, શિશુપાલ વગેરે રાજા ઓ એ દ્વેષ થી, યાદવો એ
પરિવારના સંબંધ થી, તમે સ્નેહ થી અને અમે ભક્તિથી અમારા મનને ભગવાન માં લગાડ્યું.
ગોપ્ય: કામાદ્ભયાત્કંસો દ્વેષાચ્ચૈદ્યાદયો નૃપા: ।
સમ્બન્ધાદ્ વૃષ્ણય: સ્નેહાદ્યૂયં ભક્ત્યા વયં વિભો ।।
કેટલીક ગોપીઓ શ્રીકૃષ્ણને કામભાવથી ભજતી હતી. શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોઈ તેનામાં કામભાવ જાગે, પણ જેનું ધ્યાન
કરે છે તે નિષ્કામ છે. નિષ્કામ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં ગોપીઓ નિષ્કામ બની છે. પરંતુ જો જગતના સ્ત્રી, પુરુષોનું ધ્યાન
કામભાવથી કરશો તો નરકમાં જવું પડશે.
ગોપીઓએ કામભાવ શ્રીકૃષ્ણમાં રાખી સતત શ્રીકૃષ્ણનું ચિંતન કરી નિષ્કામ બની છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી
પરમાત્માને અર્પણ કરેલો કામ નિષ્કામ બન્યો. કામનો જન્મ રજોગુણમાંથી થાય છે. ઈશ્વર બુદ્ધિથી પર છે. ઇશ્વર પાસે કામ જઇ
શકતો નથી. સૂર્ય પાસે અંધકાર જઈ શકતો નથી તેમ જેનું ચિંતન કરે છે તે શ્રીકૃષ્ણ નિષ્કામ હોવાથી કામભાવથી શ્રીકૃષ્ણનું
ચિંતન કરનાર ગોપીઓ નિષ્કામ બની.