News Continuous Bureau | Mumbai
AI Surgery : હાલ દરેક જગ્યાએ ટેક્નોલોજી વ્યાપતા વધી છે. દરરોજ નવી નવી ટેક્નોલોજી વિકસિત થઈ રહી છે. ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( AI ) પણ પોતાની વ્યાપકતા વધારી રહી છે. હાલ હોસ્પિટલોમાં પણ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. આ જ સંદર્ભે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં પણ ડૉક્ટરોએ સફળતા મેળવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બ્લડ ક્લોટના દર્દી પર સફળ સર્જરી કરવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફેફસામાં લોહીના ગંઠાવા પર કરવામાં આવેલ સર્જરી ( Surgery ) સફળ રહી છે. પલ્મોનરી એમબોલિઝમથી ( pulmonary embolism ) પીડિત 62 વર્ષીય દર્દીનું ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં AI ટેક્નોલોજી દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન ( Successful operation ) કરવામાં આવ્યું છે. આ રોગમાં ફેફસામાં લોહીના ગંઠાવાનું નિર્માણ થાય છે.
હરિયાણાના ( Haryana ) ગુરુગ્રામમાં ( Gurugram ) મેદાંતા હોસ્પિટલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બ્લડ કલોટના દર્દી પર ફેફસાં અને પગની ઊંંડી નસોમાં લોહીના ગંઠાવાવાળા 62 વર્ષીય દર્દીની સારવાર કરવામાં આવી હતી. ડોકટરોના મતે, આ મેદાંતા દેશની પ્રથમ હોસ્પિટલ છે જેણે આવી ટેક્નોલોજી અપનાવી છે. એમ મેદાંતા હોસ્પિટલના ( Medanta Hospital ) ચેરમેન અને કાર્ડિયોલોજિસ્ટ કહ્યું હતું.
અત્યાર સુધીમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 25 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું..
ઉ્લ્લેખનીય છે કે, હાલના દિવસોમાં દેશમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી અનેક લોકોને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. આનું મુખ્ય કારણ શરીરમાં લોહીના ગંઠાવાનું નિર્માણ છે. જેના કારણે લોહીનો પ્રવાહ બરાબર નથી થતો અને હાર્ટ એટેક આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, મેદાંતા હોસ્પિટલમાં અન્ય રોગોની સારવાર માટે ગયા વર્ષે જુલાઈમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 25 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાથી ન્યૂનતમ રક્તસ્ત્રાવ થાય છે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તેમ જ ભવિષ્યમાં એઆઈ ટેક્નોલોજી દ્વારા પલ્મોનરી એમબોલિઝમથી પીડિત દર્દીઓની વધુ સારી સારવાર શક્ય બનશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire: મુંબઈના કાંદિવલીમાં 23 માળની રહેણાંક ઈમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર..
નોંધનીય છે કે, પલ્મોનરી એમ્બોલિઝમ રોગમાં, પલ્મોનરી ધમનીમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થાય છે, જે લોહીના પ્રવાહને અવરોધે છે. તેમાં AI ટેક્નોલોજી દ્વારા છાતી અને ધમનીઓ ખોલ્યા વિના લોહીના ગંઠાવાનું સરળતાથી દૂર કરી શકાય છે. આ પ્રક્રિયા 15 મિનિટ લે છે. અગાઉ, આ માટે મોટા ઓપરેશનની જરૂર પડતી હતી અને જોખમની સંભાવના વધારે હતી. પરંતુ, આ સર્જરીમાં જોખમની શક્યતા પ્રમાણમાં ઓછી છે.
દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, અચાનક પગમાં દુખાવો અને સોજો આવવાને કારણે ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. “પેનમ્બ્રા ફ્લેશ 12એફ કેથેટરનો ઉપયોગ કરીને લોહીના ગંઠાવાનું દૂર કરવામાં આવ્યું હતું. AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, જટિલ નસો નેવિગેટ કરવામાં આવી હતી અને લોહીના ગંઠાવાનું દૂર કરવામાં આવ્યું હતું. તેનાથી દર્દીને તાત્કાલિક રાહત મળી હતી. સફળ સર્જરી બાદ દર્દીને રજા આપવામાં આવી છે અને દર્દીને વધુ સારવાર માટે 48 દિવસ પછી તપાસ માટે બોલાવવામાં આવ્યો છે.