News Continuous Bureau | Mumbai
Asteroidsનવી સ્ટડી અનુસાર, શુક્ર ગ્રહની આસપાસ છુપાયેલા કેટલાક એસ્ટરોઇડ્સ ( Asteroids ) ભવિષ્યમાં પૃથ્વી માટે ખતરો બની શકે છે. આ એસ્ટરોઇડ્સ એવા છે જે શુક્ર સાથે સૂર્યની પરિક્રમા કરે છે પણ તેની કક્ષામાં નથી. તેઓ 140 મીટરથી મોટા છે અને કોઈ પણ મોટા શહેરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
Asteroids : એસ્ટરોઇડ્સ વિઝિબ્લીટી : શુક્રની ચમકમાં છુપાયેલા છે ખતરનાક પથ્થરો
આ એસ્ટરોઇડ્સ ની કક્ષાઓ એટલી ઓછી વિલક્ષણતા (eccentricity) ધરાવે છે કે તેઓ સીધા સૂર્યની ચમકમાં છુપાઈ જાય છે. એટલે પૃથ્વી પરથી તેમને જોવું મુશ્કેલ છે. 2024ની સ્ટડી મુજબ, આવા ઘણા Asteroids હજુ શોધાયા નથી.
Asteroids (એસ્ટરોઇડ્સ) simulation: 36,000 વર્ષ સુધીના ડેટા પરથી મળ્યું ચેતવણીરૂપ પરિણામ
વિજ્ઞાનીઓએ 36,000 વર્ષ સુધીના કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા આ Asteroids ની ગતિનો અભ્યાસ કર્યો. જો તેઓ પૃથ્વી નજીક આવે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેમની કક્ષા બદલી શકે છે અને તેઓ પૃથ્વી સાથે અથડાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Russia India Defence Deal : રશિયાએ ભારતને 5મી પેઢીનું Su-57E ઓફર કર્યું, જો સોદો થશે તો પાકિસ્તાનની સાથે ચીનની પણ હવા નીકળી જશે…
Asteroids (એસ્ટરોઇડ્સ) impact: જો ભારત પર પડ્યા તો શું થશે?
જો 140 મીટરનો એસ્ટરોઇડ્સ ભારતના ઘન વસ્તી ધરાવતા શહેર પર પડે, તો તે 2.2 થી 3.4 કિમી વ્યાસનો ખાડો બનાવી શકે છે અને 410 મેગાટન TNT જેટલી ઊર્જા છોડે છે – જે હિરોશિમા બોમ્બ કરતા લાખો ગણું વધુ છે. આથી આવા એસ્ટરોઇડ્સ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે.
Join Our WhatsApp Community