News Continuous Bureau | Mumbai
Fan Speed: ઉનાળાની ઋતુની શરૂઆતમાં જ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. તેથી લોકોએ ઘરમાં કુલર અને એર કંડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, કેટલાક લોકો આ ગરમીમાં પણ પંખો ચાલુ રાખીને જ સૂઈ છે. તેથી ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઉનાળામાં પંખાની ગતિ ધીમી પડી જાય છે. જો તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ અને તેના ઉપાય શું શું છે.
ઉનાળામાં ( summer ) પંખાની સ્પીડ ઓછી થવાના ઘણા કારણો હોય શકે છે. પરંતુ ઘણી વખત આ અંગે જરૂરી જાણકારી ન હોવાને કારણે આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ છીએ અને તેના કારણે આપણને ઘણો ખર્ચ થઈ જાય છે. પરંતુ જો તમે તમારા પંખાની સમસ્યા જાતે ઠીક કરી શકો છો, તો તે તમારા પૈસા અને પ્રરિશ્રમ બંને બચાવશે. ચાલો જાણીએ શું છે સ્પીડ ઓછી થવાના મુખ્ય કારણો..
Fan Speed : ઉનાળામાં વીજળીનો વધુ વપરાશ થવાને કારણે વોલ્ટેજ ઘટી જાય છે…
ઉનાળામાં પંખાની સ્પીડ કેમ ઘટી જાય છે તે જાણવું ખુબ જરૂરી છે. જેમાં પ્રથમ કારણ તો લો વોલ્ટેજ છે. ઉનાળામાં વીજળીનો ( electricity ) વધુ વપરાશ થવાને કારણે વોલ્ટેજ ઘટી જાય છે અને તેથી તમારા ઘરના પંખાની સ્પીડ પણ ઘટી જાય છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી આવે છે
તેમજ જો તમારા પંખાનું કન્ડેન્સર ( fan condenser ) નબળું હોય, તો પણ પંખાની સ્પીડ ઘટી જાય છે. જો વોલ્ટેજ સારું છે અને તેમ છતાં પંખાની ઝડપ ઓછી છે, તો તમારે તમારા પંખાના કન્ડેન્સરને બદલીને તપાસ કરવી જોઈએ.
પંખાની સ્પીડ વધારવા માટે તમારે તમારા પંખાના કન્ડેન્સરને બદલવું જોઈએ. આ માટે કોઈ મિકેનિકની જરૂર નથી, કારણ કે તમે પણ કન્ડેન્સરને જાતે બદલી શકો છો. તમે જૂનું કન્ડેન્સર ( condenser ) બતાવીને બજારમાંથી નવું કન્ડેન્સર ખરીદી શકો છો અને ઘરની મુખ્ય સ્વીચ બંધ કર્યા પછી પંખામાં કન્ડેન્સર ઇન્સ્ટોલ કરી શકો છો. આ પછી તમારો પંખો પાછો સ્પીડથી શરૂ ફરવા માંડશે.
દરમિયાન, જો તમારા ઘરનો વોલ્ટેજ વારંવાર ઘટી જાય છે, તો તમારે મુખ્ય સપ્લાયર સ્થાન પર સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. સ્ટેબિલાઇઝર વોલ્ટેજને નિયંત્રિત કરે છે અને તેથી તમારા ઘરનો પંખો પણ સ્પીડમાં ચાલે છે, જે તમને ગરમીથી બચાવે છે. જો આ બે પદ્ધતિઓથી તમારા પંખાની સ્પીડમાં વધારો થતો નથી, તો તમારે મિકેનિકને બોલાવીને તેનું સમારકામ કરાવવું જોઈએ.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)