News Continuous Bureau | Mumbai
Google Gemini 3 Flash ટેક જાયન્ટ ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં ધૂમ મચાવવા માટે પોતાનું નવું મોડલ Gemini 3 Flash લોન્ચ કર્યું છે. આ મોડલ સ્પીડ અને કાર્યક્ષમતામાં અગાઉના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. ગૂગલનો દાવો છે કે આ મોડલ OpenAI ના ChatGPT ને કડી ટક્કર આપશે અને યુઝર્સને ઓછા ખર્ચમાં શ્રેષ્ઠ AI સર્ચ અનુભવ પૂરો પાડશે.
જેમિની 2.5 કરતાં ત્રણ ગણી સ્પીડ
ગૂગલના જણાવ્યા અનુસાર, Gemini 3 Flash અગાઉની જેમિની 2.5 સીરીઝ કરતા અનેકગણું શક્તિશાળી છે. તે અગાઉના મોડલ્સની સરખામણીમાં અંદાજે 3 ગણી ઝડપે કામ કરી શકે છે. આ મોડલ ઈમેજ, વિડિયો, ઓડિયો અને ટેક્સ્ટને વધુ સારી રીતે સમજી શકે છે અને તેનું વિશ્લેષણ કરી શકે છે.
ડીપફેક (Deepfake) ની ઓળખમાં ક્રાંતિ
આ નવા મોડલની સૌથી મોટી વિશેષતા તેની ‘વિઝ્યુઅલ રીઝનીંગ’ ક્ષમતા છે.તે વિડિયો અને ઓડિયોમાં થતા ફેરફારોને પકડી શકે છે, જેના કારણે તેનો ઉપયોગ ડીપફેક ઓળખવા માટે થઈ શકે છે.વિઝ્યુઅલ પેટર્ન સમજવાની બાબતમાં તે જેમિની 2.5 પ્રો અને જેમિની 3 પ્રો ને પણ પાછળ છોડી દે છે.
આ સમાચાર પણ વાંચો : Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
ડેવલપર્સ માટે સસ્તું અને સક્ષમ
ગૂગલે આ મોડલને ખૂબ જ કિફાયતી બનાવ્યું છે.ડેવલપર્સ માટે આ મોડલ પ્રો લેવલ કરતા 75 ટકા સસ્તું છે, જે તેની સૌથી મોટી ‘યુએસપી’ (USP) છે.જટિલ પ્રોગ્રામિંગ કાર્યો અને એજન્ટિક વર્કફ્લોમાં આ મોડલ અદ્ભુત પરિણામો આપે છે.સામાન્ય યુઝર્સ માટે પણ આ મોડલ ઘણા નવા રસ્તાઓ ખોલશે.ગૂગલ સર્ચ અને જેમિની એપમાં હવે આ ડિફોલ્ટ મોડલ તરીકે કામ કરશે.યુઝર્સ કોઈ પણ ઓડિયો કે વિડિયો અપલોડ કરીને તેના પર ક્વિઝ બનાવી શકશે અથવા ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકશે.