News Continuous Bureau | Mumbai
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ ગૂગલના કેસમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના નિર્ણયને સમર્થન આપ્યું છે. એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસના મામલામાં સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કમિશને ટેક્નોલોજી કંપની ગૂગલ પર રૂ. 1,337.76 કરોડનો દંડ ફટકાર્યો હતો.
એપેલેટ ટ્રિબ્યુનલની બે સભ્યોની બેન્ચે ગૂગલને નિર્દેશોનું પાલન કરવા અને ત્રીસ દિવસની અંદર દંડ જમા કરવા જણાવ્યું હતું. NCLATના અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણ અને સભ્ય આલોક શ્રીવાસ્તવની બેંચે સ્પર્ધા પંચના આદેશમાં કેટલાક સુધારા પણ કર્યા છે.
એપેલેટ ટ્રિબ્યુનલે ગૂગલની એ અપીલને ફગાવી દીધી હતી કે સ્પર્ધા પંચે તપાસમાં કુદરતી ન્યાયનું ઉલ્લંઘન કર્યું હતું. નોંધનીય છે કે ગયા વર્ષે 20 ઓક્ટોબરે CCIએ એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસના મામલામાં સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ Google પર 1,337.6 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રેગ્યુલેટરે કંપનીને વિવિધ અન્યાયી વેપાર પ્રથાઓથી દૂર રહેવા પણ કહ્યું હતું. કોમ્પિટિશન કમિશનના આ આદેશને એપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ખુદાબક્ષો સામે રેલવેની લાલ આંખ.. ફોકટમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી મધ્ય રેલવેએ વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ