News Continuous Bureau | Mumbai
- વેપારવાણિજ્ય સરળ કરવા: સ્થાનિક કેબલ ઓપરેટર્સની નોંધણી સુધારેલા નિયમો હેઠળ પ્રસારણ સેવા પોર્ટલ પર સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે
- એમઆઈબી એલસીયુ માટે રજિસ્ટ્રેશન ઓથોરિટી બનશે. એલસીઓ રજિસ્ટ્રેશનની માન્યતા વધારીને 5 વર્ષના ગાળા સુધી અને સમગ્ર ભારતનાં સમગ્ર વિસ્તારમાં કરવામાં આવી છે
Information Ministry: માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે સ્થાનિક કેબલ ઓપરેટર (એલસીઓ) નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 (નિયમો)માં સુધારો કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી એલસીઓ રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે, જેમાં મંત્રાલય પોતે જ તેમની રજિસ્ટ્રેશન ઓથોરિટી હશે.
આધાર, પાન, સીઆઈએન, ડીઆઈએન વગેરે સહિતની અરજદારની વિગતોની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી, એલસીઓ નોંધણી પ્રમાણપત્રો વાસ્તવિક સમયમાં જારી કરવામાં આવશે. તેમજ એલસીઓ રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન કે રિન્યુઅલના ઇનકાર સામે અપીલની જોગવાઈ ઉમેરવામાં આવી છે.
Information Ministry: અગાઉ જે વિસ્તારમાં એલસીઓની ઓફિસ ઓફલાઇન મોડમાં આવેલી છે તે વિસ્તારની સ્થાનિક હેડ પોસ્ટ ઓફિસમાં એલસીઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં હેડ પોસ્ટમાસ્તરને તેમની રજિસ્ટ્રેશન ઓથોરિટી તરીકે રાખવામાં આવી હતી. મેન્યુઅલ નોંધણી પ્રક્રિયા બોજારૂપ અને સમય માંગી લેતી હતી. ઉપરાંત, નોંધણી મેળવ્યા પછીની કામગીરીનો વિસ્તાર ચોક્કસ વિસ્તારો સુધી મર્યાદિત હતો.
Information Ministry: એલસીઓ નોંધણીનાં સંબંધમાં સુધારેલા નિયમોની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ
- એલ.સી.ઓ.એ એમઆઈબી (www.new.broadcastseva.gov.in)ના બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ પર નવી નોંધણી અથવા નોંધણીના નવીકરણ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને નોંધણીનું પ્રમાણપત્ર ઓનલાઇન જારી કરવામાં આવશે.
- એલસીઓની નોંધણી પાંચ વર્ષના ગાળા માટે મંજૂર કરવામાં આવશે અથવા તેનું નવીનીકરણ કરવામાં આવશે.
- રજિસ્ટ્રેશન અથવા રિન્યૂઅલ માટેની પ્રોસેસિંગ ફી માત્ર રૂપિયા પાંચ હજાર છે .
- એલસીઓ રજિસ્ટ્રેશન સમગ્ર ભારતીય વિસ્તારમાં કામગીરી માટે માન્ય રહેશે.
- નોંધણીના નવીકરણ માટેની અરજી નોંધણીની સમાપ્તિના ઓછામાં ઓછા 90 દિવસ પહેલાં કરવામાં આવશે.
- એલસીઓ આ પ્રકારના ઇનકારના 30 દિવસની અંદર નોંધણી અથવા રિન્યૂઅલની નોંધણીને નકારવાના રજિસ્ટ્રાર ઓથોરિટી એટલે કે, નિયુક્ત સેક્શન ઓફિસરના નિર્ણય સામે અપીલ કરી શકે છે એટલે કે અન્ડર સેક્રેટરી (ડીએએસ) સમક્ષ અપીલ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Krishna Kumar Yadav: 76મા ગણતંત્ર દિવસે પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર ધ્વજ અને ડાક ચોપાલની ઉજવણી, 8888 પોસ્ટ ઓફિસોમાં નાગરિકોને જોડાવા અનોખી પહેલ
હાલની એલસીઓ નોંધણી નોંધણી પ્રમાણપત્રમાં ઉલ્લેખિત સમયગાળા માટે માન્ય રહેશે. એલસીઓની હાલની નોંધણી 90 દિવસથી ઓછા સમય માટે માન્ય હોય તેવા કિસ્સામાં, રિન્યૂઅલ માટેની અરજીઓ, જો કોઈ હોય તો, પોર્ટલ પર તાત્કાલિક ધોરણે કરવામાં આવશે.
Information Ministry: રજિસ્ટ્રેશનની ગ્રાન્ટ/રિન્યૂઅલ માટે પોસ્ટ ઓફિસોમાં કરવામાં આવેલી અરજીઓ, જે આજની તારીખે પેન્ડિંગ છે, તે પરત ખેંચવાની રહેશે અને પોર્ટલ પર અરજીઓ કરવાની રહેશે.
જો કોઈ સહાયની જરૂર હોય, તો પોર્ટલ પર ઉપલબ્ધ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકાય છે, અથવા એક ઇમેઇલ lco.das[at]gov[dot]in પર મોકલી શકાય છે .
રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલની પ્રક્રિયા વેપાર-વાણિજ્ય કરવાની સરળતા માટેની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે, કારણ કે અરજદારોની વિગતોની ઓનલાઇન સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી નોંધણી/નવીનીકરણનું પ્રમાણપત્ર રિયલ-ટાઇમ ધોરણે જનરેટ કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.