Site icon

iPhone SE4 Next Generation: અત્યાર સુધીનો સૌથી સસ્તો iPhone ટૂંક સમયમાં લોન્ચ કરાશે.. જાણો શું છે આની કિંમત અને ફીચર્સ.

iPhone SE4 Next Generation: Apple એક સસ્તો iPhone લોન્ચ કરી શકે છે, જેની શરૂઆતી કિંમત 35 હજાર રૂપિયા હોઈ શકે છે. તેને વર્ષ 2025માં લોન્ચ કરવામાં આવી શકે છે. પરંતુ લોન્ચિંગ પહેલા આવનારા સ્માર્ટફોનના ફીચર્સ લીક ​​થયા હોવાના અહેવાલ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..

iPhone SE4 Next Generation The cheapest iPhone ever will be launched soon. Know its price and features..

iPhone SE4 Next Generation The cheapest iPhone ever will be launched soon. Know its price and features..

 News Continuous Bureau | Mumbai

iPhone SE4 Next Generation: Apple દ્વારા નવો iPhone લોન્ચ કરવામાં આવી શકે છે, જે સસ્તો હશે. આ iPhone SE4 મોડલનો નેક્સ્ટ જનરેશનનો ફોન હશે જેની કિંમત ઘણી ઓછી હશે. સૌથી મોટી વાત એ છે કે આ આવનાર iPhoneમાં સૌથી લેટેસ્ટ ફીચર્સ આપવામાં આવી શકે છે. તેની સાથે પાવરફુલ ચિપસેટ પણ ઉપલબ્ધ થઈ શકે છે. આ ફોનની ઓનલાઈન વિગતો તેના લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે.  

Join Our WhatsApp Community

9To5Macના રિપોર્ટ અનુસાર, iPhone SE 4 આવતા વર્ષે 2025માં લોન્ચ થઈ શકે છે. આ ફોનમાં તમે ઘણા મોટા ફેરફારો જોઈ શકો છો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ iPhoneમાં ( Apple iPhone SE4 ) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સપોર્ટ પણ આપવામાં આવશે. જે iPhone 16માં જોઈ શકાય છે. આ સાથે જ આવનારા ફોનમાં iOS 18 અપડેટ પણ આપવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફોનની કિંમત 35 હજાર રૂપિયાથી શરૂ થઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો  : Jal Jeevan Mission: જલ જીવન મિશને 5 વર્ષના ટૂંકા ગાળામાં માત્ર 3 કરોડમાંથી 15 કરોડ ગ્રામીણ નળ જોડાણોની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

iPhone SE4 Next Generation: આ નવા મોડલમાં અગાઉના મોડલની જેમ 60Hz રિફ્રેશ રેટ પણ હોય શકે છે.

Tipster Ice Universe એ iPhone SE4ની લીક થયેલી વિગતો શેર કરી છે. આ મુજબ, iPhone SE 4ની બેક પેનલ પર સિંગલ 48MP કેમેરા મળી શકે છે. એક લીક થયેલી વિગત એ પણ સામે આવી છે કે આ ફોનની iPhone 16 જેવી ડિઝાઇન હોઈ શકે છે. iPhone SE 4માં 6.06-ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. આ નવા મોડલમાં અગાઉના મોડલની જેમ 60Hz રિફ્રેશ રેટ પણ હોય શકે છે.

આ ફોનમાં તમને A18 ચિપસેટ મળી શકે છે અને 6GB, 8GB LPDDR5 રેમ પણ  ઉપબ્ધ થઈ શકે છે. નવા iPhone SE 4માં સુરક્ષા માટે ફેસ આઈડી પણ આપવામાં આવશે. ટિપસ્ટર અનુસાર, iPhone SE 4માં એલ્યુમિનિયમ ફ્રેમ ઉપલબ્ધ થઈ શકે છે. જે હાલના iPhone લાઇનઅપની ડિઝાઇનની જેમ બનાવી શકાય છે અને Appleના આ iPhoneમાં USB Type-C પોર્ટ પણ મળી શકે છે. 

Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
Exit mobile version