News Continuous Bureau | Mumbai
મહિન્દ્રા ( Mahindra ) તેની ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. અને હવે કંપનીએ બોલેરો નીઓ લિમિટેડ એડિશન ( Bolero Neo Limited Edition ) લોન્ચ ( launched ) કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 11.49 લાખ છે અને કંપનીએ SUVના ટોપ સ્પેક N10 વેરિઅન્ટ પર લિમિટેડ એડિશન મોડલ બનાવ્યું છે. મહિન્દ્રા બોલેરો નિયોની સ્પેશિયલ એડિશનમાં ( additional features ) ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, બહારની તરફ જોતા સ્કી-રૅક્સ, ફોગ લાઇટ્સ, હેડલેમ્પ્સ સાથે જોડાયેલ LED DRL અને ડીપ સિલ્વર ફિનિશવાળા વ્હીલ કવર સ્ટાન્ડર્ડ મોડલથી અલગ છે.
મહિન્દ્રાએ બોલેરો નીઓ લિમિટેડ એડિશનની કેબિનમાં પણ ફેરફારો કર્યા છે. જેમાં ડ્યુઅલ-ટોન ફોક્સ લેધર સીટ, ડ્રાઈવર અને કો-પેસેન્જર માટે લમ્બર સપોર્ટ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, સેન્ટર કન્સોલ સાથે સિલ્વર આર્મ રેસ્ટ, આગળ અને પાછળની સીટો આર્મ રેસ્ટ નો સમાવેશ થાય છે.
ફીચર્સની વાત કરીએ તો બોલેરો નિયો લિમિટેડ એડિશન 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. તેમાં Apple CarPlay અને Android Auto સામેલ છે. જે અગાઉ યુનિટમાં ઉપલબ્ધ નથી. તેમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, ક્રુઝ કંટ્રોલ, મહિન્દ્રા બ્લુસેન્સ કનેક્ટિવિટી એપ અને સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ પણ મળે છે. સબ 4-મીટર SUV એ સાત સીટર છે જેમાં પાછળની બાજુએ જમ્પ સીટ છે.
આ સમાચાર પણ વાંચો : સેમસંગ લાવ્યું બે નવા 5G ફોન, તમે ઓછા બજેટમાં મળશે 50MP કેમેરા, જાણો તમામ ફિચર્સ
મહિન્દ્રા બોલેરો નિયો લિમિટેડ એડિશન એન્જિન
Mahindra Automotive એ Bolero Neoની લિમિટેડ એડિશનમાં કોઈ ટેકનિકલ ફેરફાર કર્યો નથી, જે ગ્રાહકોને પસંદ છે. નવી Bolero Neo N10 લિમિટેડ એડિશનમાં પહેલા જેવું જ 1.5-લિટર mHawk 100 ડીઝલ એન્જિન મળે છે. આ પાવરફુલ એન્જિન 100 Bhp પાવર અને 260 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કંપનીએ SUVના એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ કર્યું છે, જ્યારે ગ્રાહકોને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળ્યો નથી. આ સંપૂર્ણ ફેમિલી કાર છે અને તેમાં 7 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.