Site icon News Continuous Bureau | Mumbai

Maruti Jimny Launch: મારુતિએ લોન્ચ કરી જિમ્ની, જબરદસ્ત ઓફરોડિંગ ફિચર્સથી લેસ SUVની કિંમત છે આટલી

મારુતિ સુઝુકી કંપની દ્વારા જિમ્નીના કુલ 6 વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યા છે, તેની કિંમત વર્તમાન મહિન્દ્રા થારના એન્ટ્રી લેવલ રિયર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ કરતાં લગભગ રૂપિયા 2.20 લાખ વધુ મોંઘી છે.

Maruti has launched the Jimny, an SUV with great offroading features priced

Maruti has launched the Jimny, an SUV with great offroading features priced

News Continuous Bureau | Mumbai

Maruti Jimny Launch: ઑફરોડ વ્હીકલ લવર્સ માટે એક સારા સમાચાર છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આખરે ઓફિશિયલ રીતે તેની નવી લાઇફસ્ટાઇલ SUV મારુતિ જિમ્ની સેલ માટે લૉન્ચ કરી છે. આ SUVને ગયા ઓટો એક્સપોમાં પહેલીવાર દેશમાં લોન્ચ કરવામાં આવી હતી અને તે જ સમયે તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ હવે કંપનીએ તેની કિંમતો જાહેર કરી છે. નવી મારુતિ જિમનીની શરૂઆતની કિંમત 12.74 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ટોચના વેરિઅન્ટ માટે 15.05 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

Join Our WhatsApp Channel

નવી જિમ્નીના ફીચર્સ અને સ્પેસિફિકેશનની વિગતો પહેલાથી જ જાહેર થઈ ચૂકી છે, હવે માત્ર તેની કિંમતોની રાહ જોવાઈ રહી છે. મારુતિ જિમ્ની વિશે એવી અટકળો હતી કે કંપની તેને મહિન્દ્રા થાર કરતાં ઓછી કિંમતે ઓફર કરશે, પરંતુ તે મહિન્દ્રા થારના એન્ટ્રી-લેવલ રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ કરતાં લગભગ રૂપિયા 2.20 લાખ વધુ મોંઘી છે, જેની કિંમત છે. રૂપિયા 10.54 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે થારના ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટની કિંમત 13.87 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ સમાચાર પણ વાંચો: RBI Credit Policy : આરબીઆઈની લોન લેનારાઓને રાહત; લોનના હપ્તાઓ વધશે નહીં, રેપો રેટ વધ્યો નથી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી

Zeta MT – રૂ 12.74 લાખ

Zeta AT – રૂપિયા 13.94 લાખ

આલ્ફા એમટી – રૂપિયા 13.69 લાખ

આલ્ફા એટી – રૂપિયા 14.89 લાખ

આલ્ફા એમટી (ડ્યુઅલ ટોન) – રૂપિયા 13.85 લાખ

આલ્ફા એટી (ડ્યુઅલ ટોન) – રૂપિયા 15.05 લાખ

એન્જિન અને પર્ફોમન્સ

આ SUVમાં, કંપનીએ 1.5-લિટર K-સિરીઝ નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 103 bhpનો મજબૂત પાવર અને 134 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

જ્યાં સુધી માઇલેજનો સંબંધ છે, મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે, જિમ્નીને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ARAI) દ્વારા 16.94 kmplની માઇલેજ આપવા માટે સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઓટોમેટિક વેરિઅન્ટ માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોડલ 16.39 કિમી પ્રતિ લિટર પેટ્રોલનો વપરાશ કરશે. આ SUVમાં 40 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે. આ સંદર્ભમાં, આ SUV સંપૂર્ણ ટાંકીમાં અનુક્રમે મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટમાં 678 કિમી અને 656 કિમીનું અંતર કાપી શકે છે.

મારુતિ જિમ્નીમાં ફોર-વ્હીલ ડ્રાઇવ (4X4) ઓલ ગ્રિપ પ્રો સિસ્ટમ છે, જેનો કંપની દાવો કરે છે કે SUVની ઑફરોડિંગ ક્ષમતાઓને સુધારે છે. કંપનીનું કહેવું છે કે JIMNYના ઈન્ટિરિયરને ડિસ્ટ્રક્શન ટાળવા માટે મિનિમલિસ્ટિક ડિઝાઈન આપવામાં આવી છે જેથી ડ્રાઈવરનું ધ્યાન કેન્દ્રિત રહે. આથી, કેબિનને બ્લેક કલરથી સજાવવામાં આવી છે જ્યારે સિલ્વર એક્સેન્ટ કેટલાક જરુરી ફિચરને હાઇલાઇટ કરે છે.ડેશબોર્ડ અને સેન્ટર કન્સોલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ડ્રાઇવર સમય બગાડ્યા વિના જરૂરી ફીચર્સ એક્સેસ કરી શકે. આમાં કંપનીએ Arkmizની પ્રીમિયમ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ કર્યો છે.

Amazon Prime Video Consumer Court Verdict એમેઝોન પ્રાઇમને મોટો ઝટકો ₹૧,૪૯૯ ના સબ્સ્ક્રિપ્શન છતાં જાહેરાતો બતાવતાં ગ્રાહક પહોંચ્યો કોર્ટ, મળ્યું ₹૯,૪૯૯ નું વળતર!
WhatsApp Telegram New Rules 2027 જો મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢ્યું તો વોટ્સએપ બંધ થઈ જશે! આ તારીખથી કેન્દ્ર સરકારનો નવો નિયમ જાણો તમારા ફોન પર શું અસર થશે?
HTTPS Security Risk eMudhra ઓનલાઇન શોપિંગ અને નેટ બેંકિંગ કરતાં લોકો માટે રેડ એલર્ટ! માત્ર HTTPS જોઈને છેતરાતા નહીં, જાણી લો સાયબર ફ્રોડથી બચવાની સાચી રીત
Starlink India Security Risks ભારતમાં આવ્યો સ્ટારલિંક તો કેવી રીતે થશે સુરક્ષા માટે ખતરો? સમજો ઉપગ્રહ ઈન્ટરનેટના તમામ સંવેદનશીલ પાસાં
Exit mobile version