Site icon News Continuous Bureau | Mumbai

પહેલા કરતા વધુ સિક્યોર થઇ Maruti Ciaz! આ જબરદસ્ત સેફ્ટિ ફિચર્સ અને ડ્યુઅલ ટોનમાં લોન્ચ થઇ કાર

Maruti Ciazને કંપની દ્વારા ત્રણ નવી ડ્યુઅલ-ટોન પેઈન્ટ સ્કીમ્સમાં લોન્ચ કરવામાં આવી છે, આ સિવાય આ કાર પહેલાની જેમ 7 મોનો-ટોન કલર ઓપ્શન્સમાં પણ ઉપલબ્ધ છે. આ કારમાં કંપનીએ કેટલાક નવા સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કર્યા છે.

Maruti launches 2023 Ciaz with added safety features

પહેલા કરતા વધુ સિક્યોર થઇ Maruti Ciaz! આ જબરદસ્ત સેફ્ટિ ફિચર્સ અને ડ્યુઅલ ટોનમાં લોન્ચ થઇ કાર

News Continuous Bureau | Mumbai

Maruti Ciaz: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આજે તેની પોપ્યુલર મિડ-સાઇઝ સેડાન કાર મારુતિ સિયાઝને લોકલ માર્કેટમાં નવા ડ્યુઅલ-ટોન વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ન માત્ર નવો લુક આપ્યો છે પરંતુ આ સેડાનને પહેલા કરતા પણ વધુ સુરક્ષિત પણ બનાવી છે. આકર્ષક દેખાવ અને મજબૂત સિક્યોરિટી ફિચર્સથી સજ્જ, આ સેડાન કારને કુલ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, જેની શરૂઆતની કિંમત રૂ. 11.14 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

નવી મારુતિ સિયાઝ હવે ત્રણ નવી ડ્યુઅલ ટોન પેઇન્ટ સ્કીમ તેમજ કુલ 7 મોનો ટોન કલર ઓપ્શન્સમાં પણ ઉપલબ્ધ છે. આ કાર બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ઓપ્યુલન્ટ રેડ, બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ગ્રાન્ડ્યુર ગ્રે અને બ્લેક રૂફ સાથે ડિગ્નિટી બ્રાઉનના ડ્યુઅલ ટોન કલર ઓપ્શન્સમાં આવે છે. આ કારને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને ઓપ્શન્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. નવા કલર્સ ઉપરાંત, કંપનીએ આ સેડાન કારમાં કેટલાક વિશેષ સિક્યોરિટી ફીચર્સ પણ સામેલ કર્યા છે, જેના કારણે આ કાર મુસાફરોને વધુ સિક્યોરિટી પ્રોવાઇડ કરે છે.

નવી મારુતિ સુઝુકી સિયાઝ ડ્યુઅલ-ટોન વેરિઅન્ટ્સ અને તેમની કિંમતો

વેરિઅન્ટ ટ્રાન્સમિશન કિંમત (એક્સ-શોરૂમ)

આ વિશેષ સિક્યોરિટી ફિચર્સ

મારુતિ સુઝુકીએ આ સેડાન કારમાં 20 થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કર્યા છે. તેમાં હવે સ્ટાન્ડર્ડ તરીકે હિલ-હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)નો સમાવેશ થાય છે, જે તમામ પ્રકારોમાં ઉપલબ્ધ છે. આ સિવાય ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) વગેરે આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ કાર હવે પેસેન્જરોને પહેલા કરતા વધુ સુરક્ષા પૂરી પાડે છે.

આ સમાચાર પણ વાંચો:  એર ઈન્ડિયાએ કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ: 250 વિમાન ખરીદવાની જાહેરાત કરી, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

પાવર, પરફોર્મન્સ અને માઈલેજ

કંપનીએ Maruti Suzuki Ciazના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કાર પહેલાની જેમ જ 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 103bhpનો પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. કંપની દાવો કરે છે કે તેનું મેન્યુઅલ વર્ઝન 20.65 kmpl અને ઓટોમેટિક વર્ઝન 20.04 kmpl સુધીની માઈલેજ આપે છે.

 

Apple Event 2026 Updates iPhone Ultra થી લઈને 18 Pro Max સુધી… Apple આજે ખોલશે ગેજેટ્સનો પિટારો, જાણો શું હશે ખાસ
1980s AI Photo Trend ટાઇમ મશીનની જેમ કામ કરી રહ્યું છે AI 40 વર્ષ જૂના જમાનામાં પહોંચ્યા યૂઝર્સ, 1980s રેટ્રો સ્ટાઇલ પોટ્રેટ્સનો ઇન્ટરનેટ પર જોરદાર ક્રેઝ
WhatsApp Support Older Phones હવે આ સ્માર્ટફોન્સમાં WhatsApp નહીં ચાલે! મેટાએ જાહેર કર્યું નવું લિસ્ટ; તમારો ફોન બંધ થાય તે પહેલાં જાણી લો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
Exit mobile version