News Continuous Bureau | Mumbai
Meta: અમેરિકા ( America ) ના લગભગ 42 રાજ્યોએ મેટા પ્લેટફોર્મ ( Meta ) અને તેની માલિકીની કંપની ફેસબુક ( Facebook ) અને ઇન્સ્ટાગ્રામ ( Instagram ) વિરુદ્ધ બાળકો અને કિશોરોને ( Children and teenagers ) લાઇક્સના વ્યસની ( Addicted ) બનાવીને તેમના માનસિક સ્વાસ્થ્ય ( Mental Health ) ને બગાડવા બદલ કેસ ( Cases ) દાખલ કર્યો છે.
મેટાને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર આ પ્રકારની વિશેષતાઓ જાણી જોઈને ઉમેરી છે તેમજ અમેરિકાના કાયદાઓની વિરુદ્ધ, વાલીઓની પૂર્વ મંજૂરી વગર આ કંપની ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા એકત્ર કરી રહી છે એમ પણ કેલીફોર્નીયાની કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે.
અમેરિકામાં કેલીફોર્નીયા, ન્યૂ યોર્ક સહિત ૩૩ રાજ્યોએ કેસ દાખલ કરી દિધા છે જયારે બીજા નવ રાજ્યો પોતાની કોર્ટમાં કેસ દાખલ કર્યા છે એમ કુલ ૪૨ રાજ્યોએ આ કેસ દાખલ કર્યો છે. અમેરિકામાં અત્યારે ગુગલ, ટીકટોક સહીત ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની કંપનીઓ ઉપર સેંકડો કેસ દાખલ થયા છે પણ મેટા સામેનો આ કેસ સૌથી વધુ મોટો હોવાનું જાણકારો ઉમેરે છે.
Dozens of US states sue Meta over harm to children’s health pic.twitter.com/parNCc2naL
— AFP News Agency (@AFP) October 24, 2023
ઇન્સ્ટાગ્રામે 13.5 ટકા કિશોરવયની છોકરીઓમાં ( teenage girls ) આત્મહત્યાના વિચારોને વધુ તીવ્ર બનાવ્યા…
ન્યૂ યોર્ક ટાઈમ્સ ન્યૂઝ સર્વિસ અનુસાર, માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) ની માલિકીની આ કંપની વિરુદ્ધ કેલિફોર્નિયામાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કેલિફોર્નિયા, ન્યૂ યોર્ક, કોલોરાડો જેવા રાજ્યો સામેલ છે. આરોપ છે કે તેણે જાણીજોઈને એવા ફીચર્સ બનાવ્યા કે જેનાથી બાળકો લાઈક્સના વ્યસની બની શકે. જેના કારણે તેમનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. વિવિધ રાજ્યોના એટોર્ની જનરલોના નેતૃત્વ હેઠળની તપાસ બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુકદ્દમામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની માતાપિતાની મંજૂરી વિના 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા એકત્રિત કરી રહી છે.
ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સે કહ્યું હતું કે મેટાને બાળકોની વેદનાથી નફો કમાવ્યો છે. આ પ્રયાસમાં, કંપનીએ લોકોને જોખમો વિશે ગેરમાર્ગે દોર્યા છે. આ મામલામાં વધુ નવ એટોર્ની જનરલ આ કેસમાં મુકદ્દમો દાખલ કરવાના છે, જેથી આવા રાજ્યોની કુલ સંખ્યા 42 થઈ જશે. જોકે, મેટાએ દાવો કર્યો હતો કે તેમનું પ્લેટફોર્મ સુરક્ષિત છે. તે નિરાશાજનક છે કે રાજ્યોએ તેમની સાથે કામ કરવાને બદલે આ રસ્તો પસંદ કર્યો છે.
મેટા સામે દાખલ કરાયેલો કેસ ધ વોલ સ્ટ્રીટ જર્નલ અખબારના 2021ના અહેવાલની પુષ્ટી કરે છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેટા કંપની જાણતી હતી કે ઇન્સ્ટાગ્રામ કિશોરોને નુકસાન પહોંચાડી શકે છે. એક આંતરિક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામે 13.5 ટકા કિશોરવયની છોકરીઓમાં આત્મહત્યાના વિચારોને વધુ તીવ્ર બનાવ્યા છે . કારણ કે તે કિશોરવયની છોકરીઓના મનમાં તેમના દેખાવ વિશે ગંભીર ચિંતાઓ પેદા કરે છે.
આ સમાચાર પણ વાંચો : Kanpur: મેડિકલ કોલેજમાં દાખલ 14 બાળકો HIV પોઝીટીવ હોવાની અફવાથી મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..
ભારત સરકારનો પણ આવો જ ઈરાદો છે…
આ અહેવાલ પછી એસોસીએટેડ પ્રેસ અને અન્ય સમાચાર સંસ્થાઓએ પોતાની રીતે રિસર્ચ કરી પોતાના તારણો બહાર પાડયા હતા. ફેસબુકના કર્મચારી ફ્રાન્સેસ હોગને અમેરિકન કોંગ્રેસ અને બ્રિટીશ સંસદીય સમિતિ સમક્ષ આ અહેવાલો અંગે ખુલાસા પણ કરેલા છે. ફ્રાન્સેસે જણાવેલું હતું કે ગ્રાહકોના હિત કરતા ફેસબુક પોતાના નફાને વધારે મહત્વ આપે છે.
વિશ્વભરમાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. એકલા અમેરિકામાં ૧૩ થી ૧૭ની વયજૂથના ૯૫ ટકા બાળકો એક યા બીજા પ્લેટફોર્મ ઉપર કાર્યરત જોવા મળી રહ્યા છે. ૧૩ વર્ષથી નીચેના બાળકો આવા પ્લેટફોર્મ ઉપર જોડાય શકે નહી એ માટે અમેરિકામાં પ્રતિબંધ છે. પરંતુ, આવા પ્રતિબંધને ઓળંગી – વાલીની મંજુરી વગર પણ ઘણા યુવાનો આ પ્લેટફોર્મ જોડાય જાય છે.
બાળકો અને યુવાનોના માનસ ઉપર માઠી અસર થઇ રહી છે તેવા આક્ષેપ સાથે અમેરિકામાં ફેસબુક ઉપરાંત, બાઈટ ડાન્સ, ગુગલ, ટયુબ સહીત બીજા સેંકડો કેસ થયેલા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકેરબર્ગે અગાઉ જણાવ્યું હતું કે એમની કંપની આ જોખમોથી વાકેફ છે અને તેના માટે ચોક્કસ પગલાં લઇ રહી છે. ફેસ્બુકે નવા કેસ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની આ કેસથી નિરાશ છે. સરકારે ટેકનોલોજી કંપનીઓની સાથે રહી કામગીરી કરવાના બદલે તેમને આરોપી ગણવાનું શરુ કરી દીધું છે.
‘આવા દરેક પ્લેટફોર્મની એક જવાબદારી નક્કી હોવી જોઈએ. કોણ તેના ઉપર કન્ટેન્ટ મૂકી શકે, કોણ વાંચી શકે. અત્યારસુધી જે છૂટ અને મુક્તિ મળી હતી તેના દિવસો પૂર્ણ થયા. ભારત સરકારનો પણ આવો જ ઈરાદો છે. વાસ્તવિકતા અને તેના ગુનાઈત જોખમો અંગે હવે જાગવાનો સમય આવી ગયો છે,’ એમ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીના રાજયકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. ભારત સરકાર પોતાના દરેક નાગરિકની રક્ષા માટે કાર્યરત છે એમ ઉમેરતા ચંદ્રશેખરે જણાવ્યું હતું કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નિયમોનું પાલન કરવું પડશે. કાયદા અનુસાર તેમને નોટીસ પણ પાઠવવામાં આવી છે. જો તેઓ તેનું પાલન નહી કરે તો કાયદા અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહી.
આ સમાચાર પણ વાંચો : ED Raid In Rajasthan: રાજસ્થાનમાં EDની ઝડપી કાર્યવાહી…રાજસ્થાન CM અશોક ગહેલોતના પુત્ર વૈભવને આ કેસ હેઠળ EDનું સમન્સ.. જાણો શું છે આ મામલો… વાંચો વિગતે અહીં..