Site icon

Mobile Sim Cards: શું તમારા ફોનમાં 2 સિમ છે, સરકાર ચાર્જ લગાવી શકે છે! TRAI હવે નિયમોમાં મોટા ફેરફાર કરી શકે છે..

Mobile Sim Cards: TRAI હાલ દેશમાં મોબાઈલ નંબરના દુરુપયોગને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં TRAIએ એક નવો પ્લાન બનાવ્યો છે, જેના હેઠળ ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નંબર માટે ચાર્જ લઈ શકે છે, જેને ટેલિકોમ કંપનીઓ મોબાઈલ યુઝર્સને આપી શકે છે. ચાલો જાણીએ નવી યોજના વિશે…

Mobile Sim Cards Does your phone have 2 sims, government may charge! TRAI may now make major changes in rules.

Mobile Sim Cards Does your phone have 2 sims, government may charge! TRAI may now make major changes in rules.

News Continuous Bureau | Mumbai  

Mobile Sim Cards: દેશમાં એક સ્માર્ટફોનમાં બે સિમ ( Sim Cards ) ચલાવનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં, સરકાર એક ફોનમાં બે સિમનો ઉપયોગ કરવા પર હવે દંડ લગાવવાનું વિચારી રહી છે. ETના અહેવાલમાં જણાવાયું છે કે ટેલિકોમ રેગ્યુલેટરે આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મોબાઈલ નંબરોના ( mobile numbers ) દુરુપયોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.  

Join Our WhatsApp Community

ટેલિકોમ રેગ્યુલેટર ( TRAI ) અનુસાર, એવા ઘણા યુઝર્સ છે જેમના ફોનમાં બે સિમ છે પરંતુ તેઓ એક જ સિમનો ઉપયોગ કરી રહ્યા છે. રેગ્યુલેટરનું કહેવું છે કે મોબાઈલ નંબર સરકારની સંપત્તિ છે, જે ટેલિકોમ કંપનીઓને એક નિશ્ચિત મર્યાદા માટે આપવામાં આવે છે. તેથી સરકાર સિમ કાર્ડ માટે ફી વસૂલી શકે છે. 

Mobile Sim Cards: જો કોઈ વપરાશકર્તા લાંબા સમય સુધી તેનું સિમ કાર્ડ રિચાર્જ ન કરાવે તો તેને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. ..

ટ્રાઈના ડેટા અનુસાર, તેમના યુઝર્સને ( Mobile Users ) ગુમાવવાથી બચવા માટે, મોબાઈલ ઓપરેટર્સ ( Mobile operators ) એવા સિમ કાર્ડને બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે જે લાંબા સમયથી ઉપયોગમાં નથી. નિયમો અનુસાર, જો કોઈ વપરાશકર્તા લાંબા સમય સુધી તેનું સિમ કાર્ડ રિચાર્જ ન કરાવે તો તેને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં ટ્રાઈ દ્વારા મોબાઈલ ઓપરેટર પર દંડ વસૂલવાની યોજના પણ બનાવવામાં આવી છે. માહિતી અનુસાર, હાલમાં 219.14 મિલિયનથી વધુ મોબાઇલ નંબરોને બ્લેકલિસ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે લાંબા સમયથી યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાયા નથી. 

આ સમાચાર પણ વાંચો: Stree 2 release date: ડરવા માટે થઇ જાઓ તૈયાર! આવી રહી છે સ્ત્રી 2, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત

નોંધનયી છે કે, ટેલિકોમ કંપનીઓ ( Telecom companies ) ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બેલ્જિયમ, ફિનલેન્ડ, યુકે, લિથુઆનિયા, ગ્રીસ, હોંગકોંગ, બલ્ગેરિયા, કુવૈત, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, પોલેન્ડ, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્ક જેવા દેશોમાં હાલ સિમ કાર્ડ પર ચાર્જ વસૂલે છે.

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version