News Continuous Bureau | Mumbai
Recharge Tubewells: જમીનમાં વરસાદી પાણીને ફરીથી ઉતારવું હોય/સંગ્રહ કરવો હોય તો રિચાર્જ ટ્યુબવેલનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે રિચાર્જ ટ્યુબવેલ દ્વારા છેક નીચેના જલભરમાં ભલે ધીમે ધીમે પણ લાંબા સમય માટે સતત પાણી નીચે ઉતરતું રહે છે. આ માટે વરસાદનું સીધેસીધું પાણી ઉતારીએ તો અશુદ્ધિ અને પ્રદૂષકો પણ ભૂગર્ભમાં જાય અને કદાચ માટીના રજકણોના કારણે ટ્યુબવેલમાં રિચાર્જ થવામાં અવરોધ થાય છે જેથી રિચાર્જ દર પણ ઘટી જાય અને તેથી ભૂગર્ભજળની ગુણવત્તા પણ બગડે છે.
રીચાર્જ ટ્યુબવેલ કેવી રીતે કામ કરે?
આ ટેક્નોલોજી ત્રણ સ્તરોમાં કામ કરે છે—પ્રથમ કુંડીમાં પાણી સ્થિર થાય છે, બીજી કુંડીમાં કાંકરી, રેતી અને ચારકોલ દ્વારા ફિલ્ટર થાય છે, અને ત્રીજી કુંડીમાં પાણી ભૂગર્ભમાં ઉતરે છે.
ગુજરાત સરકાર દ્વારા રીચાર્જ યોજનાને પ્રોત્સાહન
ગુજરાત સરકાર ભૂગર્ભ જળ રીચાર્જ માટે 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલ અને બોરવેલ ને રીચાર્જ કરવાની યોજના બનાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Drone Delivery: હવે ઓર્ડર આપો અને સીધા આકાશમાંથી તમારા દરવાજા પર સામાન પહોંચશે! બેંગલુરુમાં ડ્રોનથી ડિલિવરી શરૂ
રીચાર્જ ટ્યુબવેલ થી લાંબા ગાળે ફાયદા
આ પદ્ધતિ દ્વારા ભૂગર્ભ જળ સ્તર સુધરશે, પાણી ની ગુણવત્તા વધશે અને ભવિષ્યમાં પાણીની અછત ઘટાડવામાં મદદ મળશે.
