Site icon News Continuous Bureau | Mumbai

Royal Enfieldની આ દમદાર બાઈક નવા અવતારમાં લોન્ચ, નવા કલર્સ સાથે ઘણું બધું મળશે

 News Continuous Bureau | Mumbai

Royal Enfieldએ તેની પોપ્યુલર બાઇક હિમાલયનને નવા કલર્સ અને કેટલાક નાના ફેરફારો સાથે અપડેટ કરીને બજારમાં રજૂ કરી છે. કંપનીએ આ પાવરફુલ એડવેન્ચર બાઇકમાં ગ્લેશિયર બ્લુ, ડ્યુન બ્રાઉન અને સ્લીટ બ્લેક શેડ્સનો રંગ ઉમેર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય કલર્સ હિમાલય પર જોવા મળતા નજારોથી પ્રેરિત છે. કંપનીનું કહેવું છે કે ગ્લેશિયર બ્લુ કલર હિમાલયના ઠંડા ગ્લેશિયર્સમાંથી લેવામાં આવ્યો છે. તે જ સમયે, ડ્યુન બ્રાઉન રંગ નુબ્રા વેલી અને લદ્દાખના ટેકરાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે. બંધ કરેલ સ્લિટ પેટર્ન ફરી પાછી આવી છે. તેને સ્લીટ બ્લેક નામના નવા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

હિમાલયન બાઇક 6 કલર્સમાં ઉપલબ્ધ

કસ્ટમરને હવે 6 કલર્સમાં હિમાલયન બાઇક મળશે. ત્રણ નવા કલર્સ સાથે, બાઇક પાઈન ગ્રીન, ગ્રેનાઈટ બ્લેક અને ગ્રેવેલ ગ્રેમાં પણ ઉપલબ્ધ થશે. તે જ સમયે, કંપનીએ આ બાઇકને ગ્રેવેલ ગ્રે, રોકર રેડ અને લેક ​​બ્લુ શેડ્સમાં નહીં લાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય, કંપનીએ રોયલ એનફિલ્ડ હિમાલયનને નવો ડિબોસ્ડ લોગો આપ્યો છે, જે ગ્રિલ સેક્શન અને સાઇડ પેનલિંગ પર દેખાય છે.

આ સમાચાર પણ વાંચો:  સાપ ચપ્પલને સમજી બેઠો શિકાર, મોઢામાં લઈને નાઠો. જુઓ ચપ્પલ ચોર સાપ નો વિડીયો.

ફીચર્સ સંબંધિત અપડેટ  

Royal Enfield Himalayan માં USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. તેની પ્રારંભિક કિંમત 2.16 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ગ્લેશિયર બ્લુ અને સ્લીક બ્લેક કલર વેરિઅન્ટની કિંમત 2.23 લાખ રૂપિયા છે. તેમજ ડ્યૂન બ્રાઉન કલરમાં આ બાઇક ખરીદવા માટે 2.22 લાખ રૂપિયાનો ખર્ચ થશે. અત્યાર સુધી, વાહનમાં કોઈ યાંત્રિક ફેરફારો કરવામાં આવ્યા નથી.

પાવર અને પર્ફોમન્સ

આ બાઇક 411cc, એર કૂલ્ડ, SOHC એન્જિન દ્વારા સંચાલિત છે. 4 સ્ટ્રોક એન્જિન સાથેનું આ વાહન એન્જિન 6,500 rpm પર 24.3 bhp પાવર અને 4,000-4,500 rpm પર 32 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશન સાથે આવતી આ બાઇકમાં ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), સ્વિચેબલ રિયર ABS, હેઝાર્ડ લેમ્પ જેવા ફીચર્સ પણ છે.

આ બાઇકમાં 21 ઇંચ ફ્રન્ટ અને 17 ઇંચ રીઅર વ્હીલ છે. તેમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે. રિપોર્ટ્સ અનુસાર, Royal Enfield હિમાલયના નવા મોડલ પર પણ કામ કરી રહી છે. જે 450cc લિક્વિડ કૂલ્ડ એન્જિન પર આધારિત હશે. મોટે ભાગે આ વાહન આવતા વર્ષ સુધીમાં બજારમાં લોન્ચ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  આખરે જિંદગીની જંગ હારી ગયા વિક્રમ ગોખલે, પુણેમાં લીધા અંતિમ શ્વાસ.. આજે આટલા વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર

Amazon Prime Video Consumer Court Verdict એમેઝોન પ્રાઇમને મોટો ઝટકો ₹૧,૪૯૯ ના સબ્સ્ક્રિપ્શન છતાં જાહેરાતો બતાવતાં ગ્રાહક પહોંચ્યો કોર્ટ, મળ્યું ₹૯,૪૯૯ નું વળતર!
WhatsApp Telegram New Rules 2027 જો મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢ્યું તો વોટ્સએપ બંધ થઈ જશે! આ તારીખથી કેન્દ્ર સરકારનો નવો નિયમ જાણો તમારા ફોન પર શું અસર થશે?
HTTPS Security Risk eMudhra ઓનલાઇન શોપિંગ અને નેટ બેંકિંગ કરતાં લોકો માટે રેડ એલર્ટ! માત્ર HTTPS જોઈને છેતરાતા નહીં, જાણી લો સાયબર ફ્રોડથી બચવાની સાચી રીત
Starlink India Security Risks ભારતમાં આવ્યો સ્ટારલિંક તો કેવી રીતે થશે સુરક્ષા માટે ખતરો? સમજો ઉપગ્રહ ઈન્ટરનેટના તમામ સંવેદનશીલ પાસાં
Exit mobile version