Samsung Galaxy S26: હવે કોઈ નહીં કરી શકે તમારા ફોનમાં ડોકિયું! સેમસંગ લાવ્યું અદભૂત ‘Privacy Display’ ટેકનોલોજી; પબ્લિક પ્લેસમાં તમારી ચેટ રહેશે ફૂલ સિક્યોર.

Galaxy S26 Ultra માં દુનિયામાં પહેલીવાર આ મોડ લોન્ચ કરાયો; સાઈડ એંગલથી જોતા સ્ક્રીન દેખાશે એકદમ બ્લેક, પ્રાઈવસી સ્ક્રીન પ્રોટેક્ટરની ઝંઝટ ખતમ.

by samadhan gothal
Samsung Galaxy S26 હવે કોઈ નહીં કરી શકે તમારા ફોનમાં ડોકિયું! સેમસંગ લાવ્યું અદભૂત ‘Privacy Display’ ટેકનોલોજી;

News Continuous Bureau | Mumbai
Samsung Galaxy S26 સ્માર્ટફોન દિગ્ગજ કંપની સેમસંગે પ્રાઈવસીના ક્ષેત્રમાં મોટો ધડાકો કર્યો છે. ઘણીવાર બસ, ટ્રેન કે ઓફિસમાં આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ આપણા ફોનની સ્ક્રીનમાં ડોકિયું કરતી હોય છે, જેનાથી પર્સનલ ચેટ કે બેંકિંગ વિગતો લીક થવાનો ડર રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સેમસંગે ‘પ્રાઈવસી ડિસ્પ્લે’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે.Tસેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ દરમિયાન કંપનીએ જણાવ્યું કે આ ફીચર એક્ટિવેટ થતા જ ડિસ્પ્લે લાઈટ્સનું પ્રોજેક્શન બદલાઈ જાય છે. પરિણામે, જે વ્યક્તિ ફોનનો સીધો ઉપયોગ કરી રહી છે તેને જ સ્ક્રીન દેખાશે, જ્યારે સાઈડ એંગલથી જોતી વ્યક્તિને આખી સ્ક્રીન બ્લેક (કાળી) દેખાશે.

પિક્સેલ્સને સ્વિચ-ઓફ કરવાની આધુનિક ટેકનોલોજી

સેમસંગે આ ફીચર અત્યારે માત્ર Galaxy S26 Ultra વેરિઅન્ટમાં સામેલ કર્યું છે. આમાં ‘ઓફ-એંગલ’ પર ડિવાઈસના વિઝિબલ પિક્સેલ્સને ઓટોમેટિક સ્વિચ-ઓફ કરી દેવામાં આવે છે. આ ટેકનોલોજીને કારણે યુઝરે હવે અલગથી પ્રાઈવસી સ્ક્રીન પ્રોટેક્ટર લગાવવાની જરૂર નહીં પડે, જે ઘણીવાર ડિસ્પ્લેની ક્વોલિટી ઘટાડી દેતા હોય છે.

ખાસ એપ્સ માટે ઓટોમેટિક એક્ટિવેશન

આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ચોક્કસ એપ્સ સાથે સેટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, બેંકિંગ એપ્સ કે જીમેઈલ ઓપન કરશો, તો પ્રાઈવસી ડિસ્પ્લે ઓટોમેટિક ઓન થઈ જશે. જ્યારે તમે આ એપ બંધ કરશો ત્યારે ડિસ્પ્લે ફરી નોર્મલ થઈ જશે. આનાથી યુઝરનો સેન્સિટિવ ડેટા સુરક્ષિત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Panvel-Karjat Local Train: પનવેલ-કર્જત લોકલ કનેક્ટિવિટી: સૌથી લાંબા રેલવે ટનલનું કામ પૂરું; પ્રવાસીઓને મળશે ટ્રાફિક અને લાંબા અંતરથી મુક્તિ..

પ્રાઈવસીનો નવો ‘બોસ’

અત્યાર સુધી લોકો પ્રાઈવસી માટે થર્ડ પાર્ટી સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ કરતા હતા, પરંતુ સેમસંગે સોફ્ટવેર અને હાર્ડવેરના માધ્યમથી આ પરમેનન્ટ સોલ્યુશન આપ્યું છે. ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ હોય કે બેંકિંગ ટ્રાન્ઝેક્શન, હવે યુઝર્સ બિન્ધાસ ગમે ત્યાં ફોનનો ઉપયોગ કરી શકશે. સેમસંગનું આ એજન્ટિક AI (Agentic AI) અને 2nm ચિપસેટ પર આધારિત નવું ગેલેક્સી સીરીઝ ખરેખર સ્માર્ટફોન માર્કેટમાં ગેમ-ચેન્જર સાબિત થશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More