News Continuous Bureau | Mumbai
WhatsApp: જો તમે પણ આ વાતથી પરેશાન છો કે વોટ્સએપમાં જાહેરાતો ( Advertisements ) દેખાવા જઈ રહી છે, તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, વોટ્સએપ એડની ( Whatsapp Ads ) હજુ સુધી પુષ્ટિ થઈ નથી પરંતુ, હવે વોટ્સએપ હેડ કેથકાર્ટે ( Cathcart ) તેની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા સપ્ટેમ્બરમાં કેથકાર્ટે પોતે વોટ્સએપ એડના સમાચારને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલના એક મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં, કેથકાર્ટે કહ્યું કે, WhatsAppમાં જાહેરાતો દેખાશે પરંતુ, મુખ્ય ઇનબોક્સ ચેટમાં ( inbox chat ) તે દેખાશે નહીં. જાહેરાતો એપના બે વિભાગોમાં જોવા મળશે, જો કે, તેઓએ જણાવ્યું નથી કે આ વિભાગો કયા છે.
સ્ટેટસ અને ચેનલમાં દેખાશે જાહેરાતો
એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે યુઝર્સને વોટ્સએપના સ્ટેટસ વિભાગમાં જાહેરાતો દેખાશે. આ સિવાય ચેનલમાં પણ જાહેરાતો બતાવી શકાય છે. રિપોર્ટ્સ મુજબ, વોટ્સએપે જાહેરાતના આગમનની પુષ્ટિ કરી છે, પરંતુ તે ક્યારે શરૂ થશે અને કયાં દેખાશે તે હજુ સુધી જણાવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : Mental Health: માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે મોડી રાત સુધી જાગવું! જાણો, સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે સૂવું કેટલું જરૂરી છે?
કંપનીએ પ્રથમ વખત કરી પુષ્ટિ
વોટ્સએપમાં જાહેરાતો વિશેના સમાચાર સૌપ્રથમ 2019 માં આવ્યા હતા પરંતુ કંપનીએ ક્યારેય તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ, મીડિયા અહેવાલ મુજબ, હવે કેથકાર્ટે તેનો સ્વીકાર કર્યો છે. નવી એડ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ફેસબુક સ્ટોરીઝ જેવી જ હશે, એટલે કે જે રીતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ફેસબુક સ્ટોરીઝમાં જાહેરાતો દેખાય છે તે જ રીતે તે વોટ્સએપમાં પણ દેખાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.