News Continuous Bureau | Mumbai
Digital Fraud : કેન્દ્ર સરકારે ટેક્નોલોજીની દુનિયામાં ઝડપથી વધી રહેલ ઓનલાઈન છેતરપિંડી ( Online fraud ) અને કૌભાંડોને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ( central government ) નાણાકીય છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક ( Mobile number block ) કરી દીધા છે. સત્તાવાર રીલીઝ મુજબ, બ્લોક કરાયેલા નંબરોનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી ( Financial fraud ) માટે કરવામાં આવતો હતો.
નોંધનીય છે કે, તાજેતરમાં નાણાકીય સેવા સચિવ વિવેક જોશીની અધ્યક્ષતામાં નાણાકીય સેવા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા ( Cyber security ) પર એક બેઠક યોજાઈ હતી. એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ ઈન્ટીગ્રેશન દ્વારા સિટીઝન ફાઈનાન્શિયલ સાયબર ફ્રોડ ઈન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ ( CFCFRMS ) પ્લેટફોર્મ પર બેંકો અને નાણાકીય સંસ્થાઓના ઓનબોર્ડિંગ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ડિજિટલ વિશ્વના ઝડપી વિસ્તરણ સાથે, ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. હાલ હેકર્સ ( Hackers ) અને સ્કેમર્સ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં મોદી સરકાર પણ હવે સતર્ક થઈ ગઈ છે.
50 હજાર IMEI નંબર, અને 2194 URL ને પણ બ્લોક કરવામાં આવ્યા છે: રિપોર્ટ..
એક અહેવાલ મુજબ, બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, CFCFRMS પ્લેટફોર્મને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્ફોર્મેશન પોર્ટલ (NCRP) સાથે સંકલિત કરવામાં આવશે. આનો મોટો ફાયદો એ થશે કે બેંકો, પોલીસ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે તાલમેલ જળવાઈ રહેશે. મીટીંગમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે ખોટા ઈરાદા સાથે મોકલનારા લગભગ 19,776 નંબરોને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, છેતરપિંડી અંગે 500થી વધુ ધરપકડ પણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Reliance Industries: પાન કા સ્વાદ, ગજબ કી મીઠાશ.. હવે રિલાયન્સ પાસે.. આટલા કરોડમાં સોદો થયો..
હાલમાં, સ્કેમર્સે કોલ દ્વારા ડિજિટલ છેતરપિંડી કરવાનું શરૂ કર્યું છે. આને રોકવા માટે, છેતરપિંડી અને કૌભાંડમાં સામેલ લગભગ 3.08 લાખ સિમ પણ સરકારે બ્લોક કરી દીધા છે. રિપોર્ટ અનુસાર લગભગ 50 હજાર IMEI નંબર અને 2194 URL ને પણ બ્લોક કરવામાં આવ્યા છે.
 
			         
			         
                                                        