ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઔરંગાબાદમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલા ધોધમાર વરસાદનું પાણી વિશ્વપ્રસિદ્ધ એલોરા ગુફાઓમાં ઘુસી ગયું હતું, જેના કારણે પેઇન્ટિંગને થોડું નુકસાન થયું હતું. ઇન્દ્રસભા તરીકે ઓળખાતી 32 નંબરની ગુફામાં પાણી ભરાયું હતું. આ ગુફા જૈન ગુફાઓમાં સૌથી ઉત્તમ ગુફા માનવામાં આવે છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની વિજ્ઞાન શાખાએ નુકસાનને નિયંત્રિત કરવા માટે પહેલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદને પગલે ગુફા નંબર 33 અને અન્ય સ્થળોએ વરસાદના પાણીને કારણે નુકસાન થયું છે.
મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
ASIના સુપ્રીન્ટેન્ડન્ટ પુરાતત્વશાસ્ત્રી મિલનકુમાર ચૌલીએ સોમવારે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુફા 32માં ક્યારેય વરસાદી પાણી ભરાવાની કોઈ ઘટના નોંધાઈ નથી. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદને કારણે, એલોરા ખાતે જુદી જુદી ગુફાઓમાં પુષ્કળ પાણી પડ્યું હતું, જેના કારણે કેટલાક ચિત્રોને નુકસાન થયું હતું. ગુફા 32માં અમારી વિજ્ઞાન શાખાએ વરસાદના પાણીનો નિકાલ કરવા માટે ખાસ મેકેનિકલ જેક અને વોટરપ્રૂફ ફોમ શીટનો ઉપયોગ કરીને ક્ષતિગ્રસ્ત પેઇન્ટિંગને ટેકો આપ્યો છે.