News Continuous Bureau | Mumbai
નવરાત્રીના ઉપવાસ(Navratri fasting) છે અને લાંબી મુસાફરી છે. ડોન્ટ વરી. બહારગામની ટ્રેનોમાં(Express trains) પણ હવે તમને ઉપવાસનું ફરાળી જમણ(Farali thali) મળી રહેવાનું છે.
આજથી શરૂ થયેલી શારદીય નવરાત્રી(Shardiya Navaratri) દરમિયાન IRCTCએ ફરી એકવાર રેલવે મુસાફરો(Railway passengers) માટે ખાસ પહેલ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને(devotees) ઉપવાસની થાળી ટ્રેનમાં જ આપવામાં આવશે. IRCTCએ આ અંગે ખાસ સૂચના જારી કરી છે.
રેલવેના આ નિર્ણય બાદ મુસાફરો ઉપવાસ દરમિયાન ખાવાના ટેન્શનમાંથી મુક્ત થઈ જશે. આ સુવિધા 400 સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. આ પ્લેટ મંગાવવા માટે પેસેન્જરે 1323 પર કોલ કરીને બુકિંગ કરાવવું પડશે. ત્યારબાદ થોડા સમયના અંતરે સ્વચ્છ ઉપવાસની થાળી સીટ પર પહોંચાડવામાં આવશે.
ગયા વર્ષે પણ આવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ અંગે IRCTCના અધિકારીના જણાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન ઉપવાસ દરમિયાન ઘણા મુસાફરો ખાવા-પીવાની ચિંતા કરે છે. જેને ધ્યાનમાં રાખીને વિશેષ ઉપવાસ થાળીનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. માંગ પ્રમાણે આ વ્યવસ્થા આગળ પણ ચાલુ રાખી શકાશે.
આ સમાચાર પણ વાંચો : લદ્દાખના સુંદર મેદાનોનો આનંદ માણો – આ ઓછી કિંમતે IRCTCનો શ્રેષ્ઠ પ્લાન છે
ફાસ્ટિંગ પ્લેટનો (Fasting Plate) દર અને સામગ્રી પણ IRCTCએ જાહેર કરી છે, જેમાં રૂ. 99 – ફળો અને ઉપવાસના ભજિયાં(Fruits and fasting pakora) સાથે દહીં મળશે. 99 રૂપિયામાં બે પરાઠા, બટેટાની ભાજી અને સાબુદાણાની ખીર મળશે. 199 રૂપિયામાં ચાર પરાઠા, ત્રણ શાક, સાબુદાણાની ખીચડી મળશે. 250- પનીર પરાઠા, વ્રત મસાલા અને આલૂ પરાઠા આપવામાં આવશે