News Continuous Bureau | Mumbai
IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન ( Bharat Gaurav Tourist Train ) દ્વારા ઉત્તર દર્શન યાત્રા (મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણો દેવી) યાત્રા ટ્રેન નું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે ૨૫.૦૫.૨૪ ના રોજ રાજકોટ શહેરથી ઉત્તર દર્શન યાત્રા માટે રવાના થશે.
આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ ૨૫ મે ૨૦૨૪ થી ૦૨ જૂન ૨૦૨૪ (૦૮ રાત્રિ / ૦૯ દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન IRCTC મથુરા – શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ, હરિદ્વાર મા સાંજે ગંગા આરતી, ઋષિકેશ, અમૃતસર – સુવર્ણ મંદિર અને વાઘા બોર્ડર અને શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર જેવા ધાર્મિક સ્થળોએ ( religious places ) લઈ જશે. IRCTC તેના મુસાફરોને ( passengers ) આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૧૮,૩૦૦/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૨૯,૯૦૦/- અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. ૪૨,૪૦૦/-, -ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. ૨૫ મે ૨૦૨૪ ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, રતલામ અને કોટા થી બેસી શકશે.

IRCTC is running Uttar Darshan Yatra (Mathura, Haridwar, Rishikesh, Amritsar and Vaishno Devi) Yatra by Bharat Gaurav Tourist Train….
આ સમાચાર પણ વાંચો : Surat RTO: સુરત RTOનાં નામે ખાનગી નંબર પરથી આવતા ફેક વૉટ્સઅપ મેસેજ્થી સાવધાન: વાહન પરિવહનના નામે મોકલાતી લિંક પર ક્લિક કરવું નહીં
IRCTC દ્વારા આ પ્રવાસમાં મુસાફરોનો વીમો પણ સામેલ છે.
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પૅકેજમાં ( tour package ) સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફ બોર્ડ શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવશે. પ્રવાસની માહિતી આપવા માટે આ ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે.ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે. IRCTC દ્વારા આ પ્રવાસમાં મુસાફરોનો વીમો પણ સામેલ છે.

IRCTC is running Uttar Darshan Yatra (Mathura, Haridwar, Rishikesh, Amritsar and Vaishno Devi) Yatra by Bharat Gaurav Tourist Train….
આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC વેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે મુસાફરો વોટ્સએપ અથવા ફોન નંબર:- 7021090626, 7021090612, 7021090572, 9321901849, 9321901851, 9321901852, 7021090644, 7021090837, 7021090498 પર સંપર્ક કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.