News Continuous Bureau | Mumbai
IRCTC package: IRCTC એ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ખાસ શ્રીલંકા ટૂર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ 16 જૂનથી 22 જૂન 2025 સુધીનું છે અને તેમાં ફ્લાઇટ, હોટલ, ફૂડ અને લોકલ સાઇટિંગ બધું સામેલ છે. પ્રવાસ દરમિયાન યાત્રીઓ શ્રીરામ સાથે જોડાયેલા પવિત્ર સ્થળો અને શ્રીલંકાની કુદરતી સુંદરતા નો આનંદ લઈ શકશે.
શ્રીલંકા ટૂર પેકેજમાં શું શું સામેલ છે?
આ પેકેજમાં મુંબઈથી કોલંબો સુધીની રિટર્ન ફ્લાઇટ, 3-સ્ટાર હોટલ માં રહેવું, તમામ દિવસનું ફૂડ જેમાં શાકાહારી, માંસાહારી અને જૈન વિકલ્પો ઉપલબ્ધ છે, તેમજ તમામ સ્થળોની એન્ટ્રી ટિકિટ સામેલ છે. સાથે જ અંગ્રેજી બોલતા ગાઈડ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, દરરોજ 1 લીટર પાણી અને GST પણ પેકેજમાં સામેલ છે.
પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
- દિવસ 1: કોલંબોથી ચિલાવ અને ડાંબુલ્લા, રસ્તામાં મનાવારી અને મુનિશ્વરમ મંદિર દર્શન
- દિવસ 2: સિગિરિયા કિલ્લો, ડાંબુલ્લા ગુફા મંદિર, ત્રિંકોમાલી ખાતે શિવ કોણેશ્વરમ અને લક્ષ્મી નારાયણ મંદિર
- દિવસ 3: કેન્ડી, બોટેનિકલ ગાર્ડન, સાંસ્કૃતિક શો અને ટૂથ રેલિક મંદિર
- દિવસ 4-5: રામબોડા હનુમાન મંદિર, નુવારા એલિયા ખાતે સીતા અમ્મન મંદિર, ગાયત્રી પીઠ, દિવુરંપોલા મંદિર અને તળાવ
- દિવસ 6: પિનાવાલા હાથી અનાથાશ્રમ, કોલંબો સિટી ટૂર
- દિવસ 7: વિભીષણ મંદિર દર્શન બાદ મુંબઈ પરત ફરવું
પેકેજ દર અને રદ કરવાની નીતિ
- ટ્રિપલ ઓક્યુપન્સી: 66,700 પ્રતિ વ્યક્તિ
- ડબલ ઓક્યુપન્સી: 68,000
- સિંગલ ઓક્યુપન્સી: 91,150
- બાળકો (બેડ સાથે): 48,800
- બાળકો (બેડ વગર): 44,900
- 0-2 વર્ષ: કેશમાં ચુકવણી જરૂરી
રદ કરવાની નીતિ: 30 દિવસ પહેલા રદ કરવાથી 20% કપાત, 21-30 દિવસ વચ્ચે 30%, 15-20 દિવસમાં 60%, 8-14 દિવસમાં 90% અને 8 દિવસથી ઓછા સમય અથવા ન આવવાથી 100% કપાત લાગુ પડશે.