દેશભરમાં આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 36મી પૂણ્યતિથિ છે. ઇન્દિરા ગાંધી સક્રિય રાજનીતિમાં પોતાના પિતા જવાહરલાલ નેહરૂના નિધન પછી આવ્યા હતા. તેમણે પ્રથમ વખત પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળમાં માહિતી અને પ્રસારણ મંત્રીનું પદ સભાળ્યું હતુ, શાસ્ત્રીજીના નિધન પછી ઇન્દિરા ગાંધીને દેશના ત્રીજા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને ઇન્દિરા ગાંધીને 1971માં ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એક વડાપ્રધાનના રૂપમાં ઇન્દીરા ગાંધી પોતાની રાજકીય હઠ અને સત્તાના અભૂતપૂર્વ કેંદ્રીકરણ માટે જાણિતા હતા. તેમણે પોતના કાર્યકાળ દરમિયાન 1975 થી 1977 સુધી ઇમરજન્સી સાથે ઘણા મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયો લીધા હતા.
ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરની સવારે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ઈન્દિરા ગાંધીએ 1966થી 1977ની વચ્ચે સતત ત્રણ વખત દેશનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે 1980માં ફરી એકવાર આ પદ પર પહોંચ્યા અને 31 ઓક્ટોબર 1984માં પદ પર હતા જ ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે ઇન્દીરા ગાંધીની પુણ્યતિથિને રાષ્ટ્રીય સંકલ્પ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ઘણી સ્કૂલ કોલેજ, ખાસકરીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઇન્દીરા ગાંધીની યાદમાં રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
