Site icon

Aloo Masala Sandwich Recipe : સવારના નાસ્તા માટે બનાવો ટેસ્ટી આલુ મસાલા સેન્ડવિચ, દરેકને પસંદ પડશે સ્વાદ; નોંધી લો રેસિપી..

Aloo Masala Sandwich Recipe : સેન્ડવિચ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે, જે લગભગ દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. સેન્ડવીચ ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજની વ્યસ્ત જિંદગીમાં તે આપણા બધાના નાસ્તામાં પોતાનું સ્થાન બનાવી ચુક્યું છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે, તો ચાલો જાણીએ હેલ્ધી સેન્ડવીચ વિશે જેનો સ્વાદ અદ્ભુત છે.

Aloo Masala Sandwich Recipe this Sandwich You Can Make For A Scrumptious Breakfast

Aloo Masala Sandwich Recipe this Sandwich You Can Make For A Scrumptious Breakfast

News Continuous Bureau | Mumbai

 Aloo Masala Sandwich Recipe :આલૂ મસાલા સેન્ડવીચ, જે સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પસંદ કરવામાં આવે છે, તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. દરેક ઉંમરના લોકોને તેનો સ્વાદ ગમે છે. જો તમે રોજ એકનો એક નાસ્તો કરીને કંટાળી ગયા છો અને તમારા નાસ્તામાં સ્વાદિષ્ટ ફેરફાર કરવા માંગો છો, તો આ વખતે તમે નાસ્તામાં આલૂ મસાલા સેન્ડવિચની રેસીપી અજમાવી શકો છો. આ રેસીપી જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ તેને બનાવવામાં પણ એટલી જ સરળ છે.

Join Our WhatsApp Community

આલૂ મસાલા સેન્ડવીચ બનાવવામાં વધુ સમય નથી લાગતો. આપણે બધા જાણીએ છીએ કે સવારનો સમય ખૂબ જ વ્યસ્ત હોય છે, આવી સ્થિતિમાં નાસ્તામાં ઝડપી વાનગીઓ પસંદ કરવામાં આવે છે. આલૂ મસાલા સેન્ડવિચ પણ તેમાંથી એક છે. ચાલો જાણીએ આ રેસિપી બનાવવાની સરળ રીત.

 Aloo Masala Sandwich Recipe આલૂ મસાલા સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી

 Aloo Masala Sandwich Recipe આલૂ મસાલા સેન્ડવીચ કેવી રીતે બનાવવી

આલૂ મસાલા સેન્ડવીચ બનાવવા માટે, સૌપ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી, મેશ કરીને બાજુ પર રાખો. આ પછી લીલા મરચાં, લીલા ધાણા અને ડુંગળીને નાના ટુકડામાં કાપી લો. હવે એક કડાઈમાં થોડું બટર નાખીને મધ્યમ આંચ પર ગરમ કરો. જ્યારે બટર ઓગળી જાય ત્યારે તેમાં જીરું, લીલા મરચાં અને બારીક સમારેલી ડુંગળી નાખીને બધી સામગ્રીને સાંતળી લો. આ પછી તેમાં આમચૂર પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર મિક્સ કરો.

  આ સમાચાર પણ વાંચો :  Crispy Sooji Pakode Recipe : ચોમાસામાં સાંજના નાસ્તામાં બનાવો સોજીના પકોડા, ભુલી જશો ચણાના લોટના પકોડાનો સ્વાદ… નોંધી લો રેસિપી

કાંદાના મસાલાને થોડી વાર શેકી લીધા બાદ તેમાં મેશ કરેલા બટાકા ઉમેરીને મિક્સ કરો. આ પછી તેમાં લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણને 6-7 મિનિટ ગરમ કર્યા બાદ ગેસ બંધ કરી દો. આ પછી, એક બ્રેડ લો અને તેના ઉપરના ભાગ પર માખણ લગાવો. આ પછી બટાટાના તૈયાર કરેલા મિશ્રણને ફેલાવો.

હવે બ્રેડની બીજી સ્લાઈસ લો અને તેના પર ટામેટાની ચટણી લગાવો અને તેનાથી બટેટાના મસાલાને ઢાંકી દો. આ પછી, બ્રેડના સૌથી ઉપરના ભાગ પર ફરી એકવાર માખણ લગાવો. હવે સેન્ડવીચ ગ્રીલ મશીન લો અને તેમાં તૈયાર સેન્ડવીચ મૂકો અને તેને ગ્રીલ કરો. 4-5 મિનિટ ગ્રીલ કર્યા બાદ સેન્ડવીચને બહાર કાઢી લો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ આલૂ મસાલા સેન્ડવીચ. તેના ટુકડા કરો અને ચટણી અથવા ટામેટા સોસ સાથે સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version