Site icon

Apple Muffins : બાળકો માટે બનાવો એપલ મફિન્સ, જે સ્વાદમાં છે ખુબ જ ટેસ્ટી.. નોંધી લો રેસિપી..

Apple Muffins : મોટાભાગના નાના બાળકો હેલ્ધી ફૂડ ખાવામાં નાટક કરે છે. બાળકોના સ્વસ્થ વિકાસ માટે કેટલાક ચોક્કસ પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિઓમાં, માતા ઘણીવાર ચિંતિત રહે છે. જો કે, ચિંતા કરવાની જરૂર નથી, તમે જે રીતે ખોરાક તૈયાર કરો છો અને તેની રજૂઆતમાં થોડો ફેરફાર કરીને તમે તમારા બાળકના આહારમાં તમામ આરોગ્યપ્રદ ખોરાક ઉમેરી શકો છો.

Apple Muffins How to Make Apple Cinnamon Muffins for kids on Christmas

Apple Muffins How to Make Apple Cinnamon Muffins for kids on Christmas

News Continuous Bureau | Mumbai  

Apple Muffins : હાલ દેશભરમાં નાતાલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. બાળકો માટે નાતાલનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં તેમના પ્રિય સાંતા તેમના માટે વિવિધ પ્રકારની ભેટો લાવે છે. ક્રિસમસ ગિફ્ટ્સની સાથે, બાળકોને તેમની મનપસંદ વસ્તુઓ જેમ કે કેક, મફિન્સ વગેરે ખાવાનો આનંદ મળે છે. તેવામાં બાળકોની ડિમાન્ડને પહોંચી વળવા ઘરે જ બનાવો એપલ મફિન્સ, જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ છે.

Join Our WhatsApp Community

એપલ મફિન્સ બનાવવા માટેની સામગ્રી-

-1 1/4 કપ સમારેલા સફરજન

-1/4 ચમચી તજ પાવડર

-1 કપ લોટ

-1/2 ચમચી ખાવાનો સોડા

– એક ચપટી મીઠું

-1/2 કપ ખાંડ

-1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ

-3 ચમચી ઓગાળેલું માખણ

-1/2 ટીસ્પૂન વિનેગર

– ગાર્નિશિંગ માટે તજ પાવડર

આ સમાચાર પણ વાંચો : PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે

એપલ મફિન કેવી રીતે બનાવશો-

સફરજનના મફિન્સ બનાવવા માટે, સૌથી પહેલા એક મોટા બાઉલમાં લોટ, ખાવાનો સોડા, તજ પાવડર અને મીઠું ચાળી લો. બાદમાં એક નોનસ્ટિક પેનમાં અડધો કપ પાણી ગરમ કરો અને તેમાં ખાંડ ઉમેરો. પછી આ બધી ઘટકોને સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી ગરમ કરો.  બાદમાં ગેસ બંધ કરી દો. ખાંડ ઓગળી જાય એટલે આ મિશ્રણમાં વેનીલા એસેન્સ, માખણ અને વિનેગર ઉમેરો અને મિક્સ કરો. હવે આ મિશ્રણને લોટના મિશ્રણમાં ધીમે ધીમે ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં સફરજનના ટુકડા નાખીને મિક્સ કરો. મફિન ટીનમાં  બટર પેપર કપ મૂકો. બાદમાં દરેક મોલ્ડમાં થોડું તૈયાર મિશ્રણ ઉમેરો અને તેને બરાબર સેટ કરો. ઉપર થોડો તજ પાવડર છાંટવો. મફિન્સને પ્રીહિટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ માટે પકાવો. ગરમાગરમ સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version