News Continuous Bureau | Mumbai
Badam Barfi Recipe : બદામ બરફી (Badam Barfi ), બદામ (Almond) નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ટ્રેડિશનલ મીઠાઈ (Traditional sweet) છે. આ એક ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી બની જતી મીઠાઈ છે જે બનાવવા માટેની લગભગ બધી જ સામગ્રી આપણા રસોડામાંથી જ મળી રહે છે. આ મીઠાઈ (Sweet dish) બનાવવામાં થોડી વાર લાગે છે તેથી ધીરજ પૂર્વક બનાવી પડે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સરસ આવે છે. તેને કેવી રીતે બનાવવી તે અહીં જાણો-
બદામ બરફી સામગ્રી
– માવો
– બદામ
– નટ્સ (અખરોટ, પીસ્તા અને અંજીર)
– એલચી પાવડર
– જાયફળ પાવડર
કેવી રીતે બનાવવી
બદામની બરફી બનાવવા માટે એક પેનમાં માવો અને બારીક પીસેલી બદામને મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી પકાવો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેમાં મિક્સ કરેલ મિશ્રણમાં એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે એક પ્લેટમાં ઘી લગાવો અને તૈયાર કરેલા મિશ્રણને પ્લેટમાં સારી રીતે ફેલાવો. તેને ઠંડુ થવા માટે રાખો. તેને ઓછામાં ઓછા 4 થી 5 કલાક માટે આમ જ રહેવા દો. પછી જ્યારે તે બરાબર સેટ થઈ જાય ત્યારે તેના સરખા ટુકડા કરી લો. તૈયાર છે બદામ બરફી.
આ સમાચાર પણ વાંચો : Heart Attack: જીમમાં કેમ આવે છે હાર્ટ એટેક? તેનાથી બચવા જીમ પહેલા શું કરવું? જાણો શું કહે છે નિષ્ણાંતો.. વાંચો વિગતવાર અહીં..