Site icon

Broccoli Paratha : નાસ્તામાં જરૂરથી ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી બ્રોકોલી પરોઠા, નોંધી લો ફટાફટ આ સરળ રીત

Broccoli Paratha How to make Broccoli Paratha Recipe at Home for kids

Broccoli Paratha How to make Broccoli Paratha Recipe at Home for kids

News Continuous Bureau | Mumbai

Broccoli Paratha : શિયાળો (Winter season) શરૂ થતાં જ આપણને નાસ્તામાં વિવિધ પ્રકારના શાકભાજી (Vegetable) માંથી બનાવેલા પરાઠા ખાવાનું મન થાય છે. તમે બટાકા, ગાજર, મૂળા અને કોબીમાંથી બનેલા પરાઠા તો ઘણી વાર ખાધા હશે, પણ શું તમે ક્યારેય બ્રોકોલીમાંથી બનેલા પરાઠાનો સ્વાદ ચાખ્યો છે? આ પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય (healthy) માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બ્રોકોલીના શાકભાજીમાં વિટામિન એ, સી, ઝિંક, સેલેનિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર જાણીએ કે કેવી રીતે બને છે બ્રોકોલી પરાઠા.

બ્રોકોલી પરાઠા બનાવવા માટેની સામગ્રી-

લોટ માટે-

-2 કપ ઘઉંનો લોટ

-1 ચમચી તેલ

– 1 ચમચી મીઠું

પરાઠા સ્ટફિંગ માટે-

-1 કપ છીણેલી બ્રોકોલી

-1 મધ્યમ કદના બાફેલા  બટેટા

-150 ગ્રામ છીણેલું પનીર 

-1 ચમચી ચાટ મસાલો

-1 ચમચી શેકેલું જીરું પાવડર

-2 ચમચી સમારેલી કોથમીર

-1 ટીસ્પૂન સમારેલા લીલા મરચા

– 1 ચમચી મીઠું

– ½ ચમચી અજવાઇન 

આ સમાચાર પણ વાંચોઃ  Pakistan Cricket Board: PCBએ કરી પાકિસ્તાનના નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન.. જુઓ અહીં…

બ્રોકોલી પરાઠા બનાવવાની રીત-

બ્રોકોલી પરાઠા બનાવવા માટે સૌપ્રથમ લોટ તૈયાર કરો. આ માટે, એક મોટા બાઉલમાં લોટ, તેલ અને મીઠું મિક્સ કરો અને લગભગ ½ કપ પાણીની મદદથી નરમ લોટ બાંધો, તેને કપડાથી ઢાંકી દો અને 30 મિનિટ માટે બાજુ પર રાખો. આ પછી, પરાઠા સ્ટફિંગ તૈયાર કરવા માટે, એક મોટા બાઉલમાં બધી સામગ્રીઓ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી, કણકના નાના-મધ્યમ બોલ બનાવો. હવે તેની નાની રોટલી વણી લો. રોટલીમાં  સ્ટફિંગ ભરી લો. ત્યારબાદ બધી બાજુથી કવર કરી તેને ફરીથી ધીમે હાથે વણી લો અને ત્યારબાદ તવી પર થોડું તેલ મૂકી પરાઠાને બંને બાજુ શેકી લો. તો તૈયાર છે ટેસ્ટી ક્રિસ્પી બ્રોકોલી પરાઠા  તેને અથાણાં અને દહીં સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Exit mobile version