News Continuous Bureau | Mumbai
Coconut Burfi : નારિયેળ (Coconut) એક એવું ફળ છે જે તમારા વાળ અને ત્વચાને પોષણ આપવાની સાથે તમારા શરીરને અંદરથી સ્વસ્થ પણ રાખે છે. લીલા નાળિયેરનું પાણી અને ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે જ સમયે, સૂકા નારિયેળનો ઉપયોગ ઘણા પ્રકારની મીઠી વાનગીઓમાં થાય છે. નાળિયેર તેલનો ઉપયોગ ખોરાક અને ત્વચા અને વાળ માટે પણ થાય છે.
બધી પરંપરાગત ભારતીય મીઠાઈઓમાં, કોકોનટ બરફી (Coconut Burfi) ઘરે સરળતાથી બની જાય તેવી એક મીઠાઈ (Sweet Dish) છે જે તમને ભારત(India) ના દરેક પ્રાંતમાં દરેક પ્રસંગ અને તહેવાર પર હમેશાં જોવા મળશે. તે દક્ષિણ ભારતમાં થેંગઈ બર્ફી, ગુજરાતમાં કોપરા પાક અને ઉત્તર ભારતમાં કોકોનટ બરફીના નામથી પ્રચલિત છે. કોકોનટ બરફીનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે. તમે તેને સ્ટોર પણ કરી શકો છો.ચાલો જાણીએ રેસિપી–
કોકોનટ બરફી માટે સામગ્રી:
- 200 ગ્રામ ખાંડ
- 200 ગ્રામ ખોયા અથવા માવો
- 200 ગ્રામ છીણેલું નારિયેળ
- 1 ટીસ્પૂન તમારી પસંદગીનો રંગ
- જરૂર મુજબ ઘી
આ સમાચાર પણ વાંચો : મરાઠા આરક્ષણ પર રાજ ઠાકરે આપ્યું આ મોટું નિવેદન.. જાણો શું કહ્યું રાજ ઠાકરેએ.. જુઓ વિડીયો..
કોકોનટ બરફી બનાવવાની રીત:
કોકોનટ બરફી બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં ચાસણી તૈયાર કરો. આ માટે એક તપેલીમાં ખાંડ અને પાણી ઉમેરીને ચાસણી બનાવો. તમારી આંગળી પર ચાસણીને ચોંટાડવાનો પ્રયાસ કરો. જ્યારે તમને લાગે કે 2 તાર બની રહ્યા છે તો ગેસ બંધ કરી દો. આ પછી ખાંડની ચાસણીમાં માવો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તૈયાર મિશ્રણમાં છીણેલું નારિયેળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. નારિયેળના મિશ્રણને બે ભાગમાં વહેંચો અને એક ભાગમાં તમારી પસંદનો રંગ ઉમેરો. એક થાળીમાં થોડું ઘી લગાવો અને પહેલા રંગ વગરનું મિશ્રણ ફેલાવો અને પછી રંગીન મિશ્રણને તેની ઉપર ફેલાવો. તૈયાર કરેલી બરફીને મનપસંદ ટુકડામાં કાપી લો. તૈયાર છે સ્વાદિષ્ટ કોકોનટ બરફી. જો તમે ઈચ્છો તો તેમાં ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો.