Site icon

Corn Tikki: નાસ્તામાં બનાવો લીલી ચટણી સાથે કોર્ન ટિક્કી, જાણી લો ઘરે બનાવવાની સરળ રીત

Corn Tikki: તમે બટેટાની ટિક્કી તો ખૂબ ખાતા જ હશો, હવે એકવાર કોર્ન ટિક્કી બનાવીને જુઓ. ચાલો જાણીએ અહીં કોર્ન ટિક્કી બનાવવાની રીત વિશે.

Corn Tikki How To Make Corn Tikki - A Perfect Starter Recipe

Corn Tikki How To Make Corn Tikki - A Perfect Starter Recipe

News Continuous Bureau | Mumbai

Corn Tikki: સવારે ચા પીધા પછી, જ્યારે તમે ઓફિસ માટે તૈયાર થાવ છો, ત્યારે તમે ઉતાવળમાં હોવ છો અને તમને ખબર નથી હોતી કે નાસ્તામાં શું લેવું. કેટલાક લોકો, સમયના અભાવે, નાસ્તો કર્યા વિના જ ઘરેથી નીકળી જાય છે. દિવસભર ભૂખ્યા રહે અને પછી ઓફિસમાં લંચ કરે. સવારે ખાલી પેટ રાખવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે તમારે ભારે નાસ્તો કરવો જરૂરી બની જાય છે. જો તમને એ ન સમજાતું હોય કે નાસ્તામાં શું બનાવવું, જે તરત જ તૈયાર થઈ જાય. તો ડોન્ટ વરી, અમે તમારા માટે એક એવો નાસ્તો ( breakfast ) લાવ્યા છીએ જે પુખ્ત વયના અને બાળકોને ( Kids ) ચોક્કસપણે સ્વાદિષ્ટ લાગશે. તે બનાવવામાં પણ સરળ છે. અમે વાત કરી રહ્યા છીએ કોર્ન ટિક્કીની રેસીપી ( recipe ) વિશે.

Join Our WhatsApp Community

કોર્ન ટિક્કી બનાવવા માટેની સામગ્રી

( sweet corn ) સ્વીટ કોર્ન – અડધો કપ બાફેલી
બટાકા – 2 મધ્યમ કદના બાફેલા
ચણાનો લોટ – 3 થી 4 ચમચી
લીલા મરચા – 2 બારીક સમારેલા
ચાટ મસાલો – અડધી ચમચી
મીઠું – સ્વાદ મુજબ
બ્રેડના ટુકડા – 4
આદુ – એક ટુકડો
કોથમીર – બારીક સમારેલી

આ સમાચાર પણ વાંચો : Suji Sandwich Recipe : બાળકો માટે નાસ્તામાં બનાવો ટેસ્ટી બ્રેડ-લેસ સોજી સેન્ડવિચ, ખાઈને મજા આવી જશે.. જાણી લો રેસિપી..

કોર્ન ટીક્કી રેસીપી

સૌ પ્રથમ બટાકાને બાફી લો. તેની છાલ કાઢીને મેશ કરો. સ્વીટ કોર્નને પણ બાફી લો. હવે બટાકામાં મકાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બ્રેડ સ્લાઈસને મિક્સરમાં પીસી લો. હવે આને પણ બટાકાના મિશ્રણમાં ઉમેરો. પોહાને પાણીમાં પલાળીને બહાર કાઢો. પાંચ મિનિટ આ રીતે રાખ્યા બાદ તેને બટેટા અને મકાઈના મિશ્રણમાં મિક્સ કરો. હવે તેને આકાર આપવા માટે ચણાનો લોટ ઉમેરો અને મિક્સ કરો. તેમાં સમારેલ મરચું, છીણેલું આદુ, ધાણાજીરું, ચાટ મસાલો, મીઠું નાખીને મિક્સ કરો. હવે તેમાંથી નાના-નાના બોલ બનાવીને ટિક્કીનો આકાર આપો. ગેસના ચૂલા પર પેન મૂકો. તેમાં તેલ ઉમેરો અને જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તવા પર એક સમયે 3-4 ટિક્કી મૂકો અને તેને ફ્રાય કરો. ગેસ મીડીયમ જ રાખો. બંને બાજુથી ફ્લિપ કરીને, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. જ્યારે તે ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પ્લેટમાં રાખો. તેને લીલી ચટણી અથવા ટામેટા સોસ સાથે ખાવાની મજા લો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version