Site icon

કામની વાત / ચા બનાવતા સમયે ક્યારેય પણ આ ભૂલ ન કરતા, નહીંતર થઈ શકે છે નુકસાન

ઘણા લોકોને ચા બનાવવાનો શોખ હોય છે, પરંતુ આ દરમિયાન આપણે હંમેશા કેટલીક એવી ભૂલ કરીએ છીએ, જે યોગ્ય નથી

Correct Way Of Making Tea

કામની વાત / ચા બનાવતા સમયે ક્યારેય પણ આ ભૂલ ન કરતા, નહીંતર થઈ શકે છે નુકસાન

News Continuous Bureau | Mumbai

Correct Way Of Making Tea: આપણામાંથી ઘણા એવા છે જેઓ પોતાના દિવસની શરૂઆત ‘બેડ ટી’ થી કરે છે અને દિવસભરમાં ઘણા કપ ચા પીતા હોય છે. ભારતમાં કરોડો લોકો આ પીણા માટે વ્યસની છે, આપણા દેશમાં તે પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ પીવામાં આવતું પીણું છે. ઈચ્છિત સ્વાદ મેળવવા માટે આપણે તેને ઘરે બનાવવાનું પસંદ કરીએ છીએ. સ્વાદ માટે ચામાં આદુ, કાળા મરી, તુલસી અને એલચી જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. દૂધ અને ખાંડની ચા વધુ પ્રમાણમાં પીવી પણ એટલી જ ખતરનાક છે, પરંતુ જો તમે તેને બનાવતી વખતે કેટલીક ભૂલો કરો છો, તો તમારે તેનાથી પણ વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.

Join Our WhatsApp Community

ચા બનાવતા સમયે ન કરે આવી ભૂલ

ઘણા લોકોને ચા બનાવવાનો શોખ હોય છે, પરંતુ આ દરમિયાન આપણે હંમેશા કેટલીક એવી ભૂલ કરીએ છીએ, જે યોગ્ય નથી

ઘણા લોકો સૌથી પહેલા દૂધ ઉકાળે છે અને સંપૂર્ણ રીતે બોઈલ થવા પર તેમા પાણી, ખાંડ અને ચાપત્તિ મિક્સ કરે છે, આ રીત ખોટી છે

ઘણા લોકોને કડક ચા પીવાની ઈચ્છા હોય છે, આવી સ્થિતિમાં તેઓ ચાને ખૂબ જ ઉકાળે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે

જો તમે ચાના તમામ ઈનગ્રેડિએન્ટ્સને એકસાથે મિક્ષ કરી મોડે સુધી ઉકાળો છો, તો તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા થઈ શકે છે

જે લોકો ચામાં વધુ ખાંડ ઉમેરે છે, તેમનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. જે આગળ ચાલી મેદસ્વિતા અને ડાયબિટીસનું કારણ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો:  ચૂંટણી 2023: ત્રિપુરામાં આવતીકાલે મતદાન, હારજીતમાં ભાગ ભજવશે આ મોટા પરિબળો…

ચા બનાવવાની યોગ્ય રીત

બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂશન (British Standards Institution) મુજબ, ચા બનાવવા માટે સૌથી પહેલા 2 વાસણો લો. એકમાં દૂધ ઉકાળો અને બીજામાં પાણી ઉકાળો. વચ્ચે વચ્ચે ચમચીની મદદથી દૂધને હલાવતા રહો. હવે ઉકળતા પાણીમાં ચાના પાંદડા અને ખાંડ મિક્સ કરો અને તમારા મનપસંદ મસાલા પણ ઉમેરો. બંને વાસણમાં વસ્તુઓ ઉકાળી લીધા પછી પાણી અને ચાની પાંદડાવાળા મિશ્રણમાં ઉકાળેલું દૂધ મિક્સ કરો. તેને ફરીથી ઉકાળો અને પછી તેને ગેસ પરથી ઉતારી લો અને તેને એક કપમાં ગાળી લો. આમ કરવાનો હેતુ એ છે કે દૂધ અને ચાની પત્તીવાળા પાણીને લાંબા સમય સુધી એકસાથે ન ઉકાળવું જોઈએ, કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version