News Continuous Bureau | Mumbai
Crispy Corn Recipe: ક્રિસ્પી કોર્ન એ એક મજાનો નાસ્તો છે જે આપણે બધા રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરીએ છીએ. તેમજ તમે લગ્ન, ડિનર પાર્ટી અથવા અન્ય કોઈ પ્રસંગમાં જાઓ તો નાસ્તાના મેનુમાં હોય છે. તે એકદમ હળવા અને સ્વાદિષ્ટ છે અને તેના અનન્ય ક્રિસ્પી ટેક્સચર માટે તેને પસંદ કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ ઘરે બહાર જેવા ક્રિસ્પી કોર્ન બનાવી શકતા નથી. જો તમને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડે છે, તો અમે તમને એવી રેસિપી ( Recipe ) જણાવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે રેસ્ટોરન્ટની જેમ ક્રિસ્પી કોર્ન ( Crispy Corn ) તૈયાર કરી શકશો.
ક્રિસ્પી કોર્ન બનાવવા માટેની સામગ્રી
2 કપ તાજી અથવા ફ્રોઝન સ્વીટ કોર્ન
1/4 કપ મકાઈનો લોટ
2 ચમચી ચોખાનો લોટ
અડધી ચમચી કાળા મરીનો પાવડર
અડધી ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી આમચૂર પાવડર
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી લીંબુનો રસ
મકાઈને તળવા માટે તેલ
આ સમાચાર પણ વાંચો : Pyaz Kachori :હોળી પર બનાવો ક્રિસ્પી ડુંગળી કચોરી, રેસીપી તહેવારની મજા બમણી કરશે; નોંધી લો રેસિપિ..
ક્રિસ્પી મકાઈ કેવી રીતે બનાવવી
ક્રિસ્પી કોર્ન બનાવવા માટે જો તમે ફ્રોઝન મકાઈ ( Frozen corn ) લીધી હોય તો પહેલા તેનો બરફ ઓગળવા દો.
એક મોટા વાસણમાં પાણી ઉકાળવા માટે મુકો અને તેમાં મકાઈ ઉમેરો.
મકાઈને ( corn ) પાણીમાં 5 મિનિટ સુધી ઉકળવા દો અને પછી તેને બહાર કાઢીને ચાળણી વડે અલગ કરો.
એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, મકાઈનો લોટ, થોડું મીઠું, કાળા મરીનો પાવડર નાખીને બધું બરાબર મિક્સ કરો.
મકાઈને આ બાઉલમાં નાખો અને તેને સારી રીતે મિક્સ કરો જેથી તે મકાઈ પર કોટ થઈ જાય.
એક મોટા પેનમાં તેલ ગરમ કરો અને કોટેડ મકાઈને મધ્યમ આંચ પર ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી તળો.
એક સર્વિંગ બાઉલમાં ક્રિસ્પી કોર્ન કાઢી લો અને તેમાં લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. તૈયાર છે તમારા ક્રિસ્પી કોર્ન.