Site icon

અદ્ભુત… મુંબઈના થાણે વિસ્તારમાં પ્રથમ ફ્લાઈંગ રેસ્ટોરન્ટ શરૂ થઈ; હવે સ્વાદના રસિકો હવામાં ઝૂલતા-ઝૂલતા ભોજનનો આનંદ માણી શકશે. કેટલો હશે રેટ?

Fly Dining Restaurant in thane

 News Continuous Bureau | Mumbai

ભારત (India) માં હાલમાં ફ્લાઈંગ રેસ્ટોરન્ટ (Flying Restaurant) નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગભગ 150 થી 170 ફૂટની ઊંચાઈએ બેસીને ભોજન (Food)  માણવાનું કોને ન ગમે? ગોવા અને નોઈડા પછી હિમાચલ પ્રદેશના મનાલીમાં આ સુંદર ફ્લાઈંગ રેસ્ટોરન્ટ ખુલી છે. આ દેશની ત્રીજી અને હિમાચલની પ્રથમ ફ્લાય ડાઇનિંગ રેસ્ટોરન્ટ (Fly Dining Restaurant) છે. અહીં ભોજનની સાથે પ્રવાસીઓ 170 ફૂટની ઊંચાઈએથી પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરી શકે છે. તેમજ તાજેતરમાં જ ભિવંડી તાલુકાના અંજુર ખાતે પ્રથમવાર મુંબઈ-થાણે વિસ્તારમાં ફ્લાઈંગ રેસ્ટોરન્ટ શરૂ થઈ છે.

Join Our WhatsApp Community

ફ્લાય ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં એક સમયે 22 લોકો બેસી શકે છે અને ભોજનનો આનંદ માણી શકે છે. ભિવંડીના સાયા ગ્રાન્ડ રિસોર્ટમાં આ રેસ્ટોરન્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો:  26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા. પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર?

આ ફ્લાઈંગ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોએ માત્ર એક જ વાર ઓર્ડર આપવાનો હોય છે. મિડ-એર ઓર્ડર કરી શકાતો નથી. ડાઇનિંગ ટેબલની બેઠકો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે આસપાસનો 360 ડિગ્રી વ્યૂ મેળવી શકો.

ટેરિફ

લંચ – 2 હજાર 999 રૂપિયા

સૂર્યાસ્ત વચ્ચે સાંજનો સ્લોટ – 3 હજાર 999 રૂપિયા

રાત્રિભોજન – 4 હજાર 500 રૂપિયા

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version